For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વીય ચંપારણઃ એક ઉત્કૃષ્ટ યાત્રા ગંતવ્ય

|
Google Oneindia Gujarati News

પૂર્વીય ચંપારણ બિહારનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. આ સ્થાનનું નામ બે શબ્દો ચંપા અને અરણ્યમાંથી બનાવવામાં આવ્યું છે. ચંપા સુગંધિત ફૂલના વૃક્ષને સંદર્ભિત કરે છે અને અરણ્યનો અર્થ ઘર અથવા એક ઘેરાયેલું સ્થળ થાય છે. તેનું નામ એ સમયે પડ્યું જ્યારે આ જિલ્લો મૈગનોલિયા(ચંપા) વૃક્ષોથી ઘેરાયેલો હતો.

આ હર્યા ભર્યા વાતાવરણયુક્ત બિહારનો એક પ્રશાસનિક જિલ્લો છે, જ્યાં પ્રવાસી માટે વિવિધ પ્રવાસન આકર્ષણ છે. ગંડક, બુરહી ગંડક અને વાઘમતી નદીઓ આ ક્ષેત્રમાં થઇને વહે છે. નેપાળની સરહદ સાથે જોડાયેલો તથા અન્ય રાજ્યો અને બિહારના અન્ય શહેરો સાથે જોડાયેલા આ જિલ્લાનો સંપર્ક વ્યાપક છે. આ પ્રકારે, પૂર્વીય ચંપારણ પર્યટકોને ખુશી આપનારા સ્થળ છે.

પૂર્વીય ચંપારણના મોતિહારી શહેર, આ જિલ્લાનું મુખ્યાલય માનવામાં આવે છે. આ કેટલીક ક્રાન્તિકારી ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે અને ભારતની આઝાદી માટે તેનો એક મંચના રૂપમાં ઉપયોગ થયો હતો. મહાત્મા ગાંધી દ્વારા અગ્રણી સત્યાગ્રહ આંદોલન પહેલીવાર અહીંથી શરૂ થયા હતા.

પૂર્વીય ચંપારણ પ્રવાસનમાં આકર્ષક પ્રવાસન સ્થળ જેમકે કેસરિયા સ્તૂપ, રક્સૌલ તથા સોમેશ્વર શિવ મંદિર પ્રવાસીઓના આકર્ષણને સુનિશ્ચિત કરે છે. આ તમામ સ્થળો પૂર્વીય ચંપારણને બિહારને સૌથી વધુ પસંદીદા પ્રવાસન સ્થળોમાં એક બનાવે છે. પૂર્વીય ચંપારણ લોક ગીતોએ પોતાના પારંપરિક સંકલન માટે જાણીતા છે. આ ગીત અવસરો અનુસાર પોતાનું મહત્વ ધરાવે છે. ઝૂમરી નૃત્ય, પૂર્વીય ચંપારણને એક વ્યાપક રીતે પસંદ કરવામાં આવ્યું છે અને વિવાહિત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

પૂર્વીય ચંપારણમાં વ્યંજનો પણ વિશેષ મળે છે. આ સ્થળ મોઢામાં પાણી લાવી દે તેવી મીઠાઇઓ માટે જાણીતું છે. મીઠાઇ જેમાં છેના મર્કી, કેસરિયા પેંડા, ખાજા, માલ પુઆ, ખુર્મા, તિલકુટ, મુરબ્બઠાત વિગેરે માત્ર સ્થાનિક લોકો નહીં પરંતુ પ્રવાસીઓને પણ પોતાના સ્વાદના ગુલામ બનાવી દે છે. પ્રત્યેક સમૃદ્ધ સંસ્કૃતિની જેમ પૂર્વીય ચંપારણ પણ પોતાના ઉત્સવો દરમિયાન ખુશીઓમાં ડુબી જાય છે.

સૂર્ય દેવતાઓને સમર્પિત પ્રસિદ્ધ છઠ પૂજા, પૂર્વીય ચંપારણના મુખ્ય હિન્દુ તહેવાર છે. આ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. એક વાર ચૈત્ર(માર્ચ)માં અને બીજી વાર કાર્તિક(નવેમ્બર)મા. પ્રવાસીઓ પૂર્વીય ચંપારણની યાત્રાની યોજના મકર સંક્રાન્તિ, હોલી અને રામનવમીના ઉત્સવની આસપાસ બનાવવી જોઇએ, કારણ કે, આ તહેવાર મોટી શ્રદ્ધા અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ પૂર્વીય ચંપારણ.

પૂર્વીય ચંપારણમાં અશોક સ્તંભ

પૂર્વીય ચંપારણમાં અશોક સ્તંભ

પૂર્વીય ચંપારણમાં આવેલા અશોક સ્તંભનો સ્તંભ

સોમેશ્વર શિવ મંદિર

સોમેશ્વર શિવ મંદિર

પૂર્વીય ચંપારણમાં આવેલું સોમેશ્વર શિવ મંદિર

શિવ મંદિરમાં ભક્તો

શિવ મંદિરમાં ભક્તો

પૂર્વીય ચંપારણમાં આવેલા સોમેશ્વર શિવ મંદિર

કેસરિયા

કેસરિયા

પૂર્વીય ચંપારણમાં આવેલા કેસરિયાનું એક દ્રશ્ય

પૂર્વીય ચંપારણનું કેસરિયા

પૂર્વીય ચંપારણનું કેસરિયા

પૂર્વીય ચંપારણમાં આવેલું કેસરિયાનું વધુ એક દ્રશ્ય

કેસરિયાનું એક પૂર્ણ દ્રશ્ય

કેસરિયાનું એક પૂર્ણ દ્રશ્ય

પૂર્વીય ચંપારણમાં આવેલા કેસરિયાનું એક પૂર્ણ દ્રશ્ય

English summary
East Champaran is the second most populous district of Bihar. The place derives its name from the synthesis, two words, 'champa’ and ‘aranya'. Champa refers to scented flower trees, and Aranya refers to the home or an enclosed place. The name originated back in a time when the district was surrounded by forest of Magnolia (Champa) trees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X