For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશ્કેલીમાં મોરસી, યાત્રા પર પણ પ્રતિબંધ

By Super
|
Google Oneindia Gujarati News

morsi
કાહિરા, 5 જુલાઇઃ ઇજિપ્ત સેના દ્વારા તાજેતરમાં સત્તામાંથી બેદખલ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ મુહમ્મદ મોરસીની મુશ્કેલીઓ ઓછી થતી જોવા મળી રહી નથી. હજુ સુધી તેમને સત્તા પરથી હટાવવામા આવ્યાનું ગમ જ સતાવી રહ્યું હતું પરંતુ હવે તેમની યાત્રા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, જેનાથી એ વાતનો અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે, સેનાને આશંકા હતી કે તેઓ દેશ છોડીને ભાગી શકે છે.

ઇજિપ્તની સરકારી ન્યૂઝ વેબસાઇટ અલ અહરમ અનુસાર એટોર્ની જનરલ અબ્દુલ મકીદ અહમૂદે ગુરુવારે આ સંબંધે આદેશ જારી કરવામાં આવ્યા. આદેશ અનુસાર મોરસી અને મુસ્લિમ બ્રધરહુડના 35 નેતાઓની યાત્રા પર રોક લગાવી દીધી છે. આ પ્રતિબંધ મુસ્લિમ બ્રધરહુડની ફ્રિડમ એન્ડ જસ્ટિસ પાર્ટીના પ્રમુખ મોહમ્મદ સાદ અલ કતતની, ડિપ્ટી જનરલ રશદ અલ બયૂમી અને બ્રધરહુડ દ્વારા સંચાલિત ટીવી ચેનલના કેટલાક કર્મચારીઓ પર પણ લગાવવામાં આવ્યો છે.

ઇજિપ્તમાં મોરસી અને તેમના સમર્થકો વિરુદ્ધ પ્રદર્શનકારીઓની હત્યાના મામલાની તપાસ કરવામાં આવનાર છે, જેના કારણે તેમના પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પ્રારંભિક તપાસ અહેવાલમાં મોરસી અને તેમના સમર્થકો પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, કાહિરા, ગીજા, એલેક્જેંડ્રિયા અને માર્સા મારુમાં મોરસી વિરોધીઓની રેલી પર હુમલો કરવામાં આવ્યો જેમાં અનેક લોકો માર્યા ગયા.

નોંધનીય છે કે, મોહમ્મદ મોરસી અને અન્ય 35 લોકોની યાત્રા પર પ્રતિબંધ લગવવાના આદેશ જારી કરનારા એટોર્ની જનરલ અબ્દુલ મકીદ મહમૂદ પૂર્વ રાષ્ટ્રપતિ હોનસ્ની મુબારકના સમયથી આ પદ પર હતા, પરંતુ જ્યારે નવેમ્બરમાં મોરસીને પોતાને અસીમિત શક્તિઓ આપવાની ઘોષણા કરી તો તેમને નિલંબિત કરી દેવામાં આવ્યા.

English summary
travel ban has been issued against the embattled president Morsi and the leader of the Muslim Brotherhood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X