ભારતનું કેરિબિયન કહેવાય છે મહારાષ્ટ્રનું આ ગામ

Posted By:
Subscribe to Oneindia News

કોંકણ સમુદ્ર તટ પર એક આકર્ષક શહેર, ગણપતિપુલે કેરબિટન દ્વીપ સમૂહ માટે ભારતીય જવાબ છે. આ સ્થળ મુંબઇથી અંદાજે 375 કિ.મી દૂર છે અને રત્નાગિરી જિલ્લા અંતર્ગત આવે છે. મહારાષ્ટ્રનું આ નાનું અમથુ ગામ શહેરી જીવનના ઉન્મત્ત વ્યવસાયીકરણથી અછૂતુ છે અને સફળતાપુર્વક એક સુખદ પ્રવાસન સ્થળનું આકર્ષણ જાળવી રાખે છે.

ગણપતિપુલેના સ્વયંભૂ ગણપતિ મંદિર આ નિદ્રાલુ ગામનું મહાકાય આકર્ષણ છે. આ મંદિરમાં ગણપતિની મૂર્તિ કથિત રીતે 400 વર્ષ જૂની છે અને એક અખંડ ચટ્ટાણમાંથી બનાવવામાં આવી છે. તે બહોળી સંખ્યામાં તીર્થયાત્રીઓને આકર્ષિત કરે છે, જે મંદિરમાં ભગવાન ગણપતિના આશિર્વાદ લેવા માટે દર વર્ષે ભીડ કરે છે. ગણપતિને પશ્ચિમના દ્વાર્દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સ્થાનિક લોકો જે ગણપતિપુલેમાં રહે છે, તેમની ભગવાન આશિર્વાદ આપીને દેખભાળ કરે છે.

ગણપતિપુલે સમુદ્ર તટ માત્ર અપરિવર્તિત અને સ્પષ્ટ, પવિત્ર પાણથી પરિપૂર્ણ જ નથી, પરંતુ આ ક્ષેત્ર પ્રચુર માત્રામાં વનસ્પતિથી ભરેલું છે. વયૂશિફ અને નારિયેળ, તાડની રેખા આખા સમુદ્ર તટ પર ફેલાયેલા છે અને દૂરથી પણ મોહક લાગે છે. રાયગઢ કિલ્લો અને રાયગઢ રોશની આ ક્ષેત્રના બે અન્ય પ્રવાસન સ્થળ છે, જેને જરૂરથી નિહાળવા જોઇએ. તો ચાલો તસવીરો થકી નિહાળીએ ગણપતિપુલેને.

સમુદ્ર તટ પર મંદિર

સમુદ્ર તટ પર મંદિર

ગણપતિપુલેના સમુદ્ર તટ પર મંદિર

ગણપતિપુલે બીચ

ગણપતિપુલે બીચ

ગણપતિપુલેનો શાનદાર બીચ

સ્વયંભૂ ગણપતિ

સ્વયંભૂ ગણપતિ

ગણપતિપુલેમાં આવેલું સ્વયંભૂ ગણપતિ મંદિર

મંદિરે શ્રદ્ધાળુઓ

મંદિરે શ્રદ્ધાળુઓ

ગણપિતપુલેમાં આવેલા ગણપતિ મંદિરે શ્રદ્ધાળુઓ

English summary
A fascinating beach town along the Konkan Coast, Ganpatipule is the Indian answer to the Caribbean Islands! This place is at a distance of approximately 375 km from Mumbai, and belongs to the district of Ratnagiri. This small village in Maharahstra is untouched by the frantic commercialization of urban life and successfully retains its charm of an idyllic holiday destination.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.