ગોપુરમ જેની ઉંચાઇની ઉંડાણમાં જવા થઇ જશો મજબૂર
જો તમે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો છે અને ત્યાંના મંદિરોના દર્શન કર્યા છે, તો અવશ્ય જ તમે એક પ્રમુખ અને એકદમ નવી બાબતથી અવગત થયા હશો. એ છે આ મંદિરોના ગોપુરમ એટલે કે તેમના પ્રવેશ દ્વાર. જો તમે આ ગોપુરમ પર ધ્યાન આપ્યુ હોય તો તમે અનુભવ્યુ હશે કે આ ગોપુરમ પિરામિડના આકારના હોય છે. આગળ વધતા પહેલા તમને જણાવી દઇએ કે આખરે ગોપુરમ એટલે પ્રવેશ દ્વાર હોય છે શું.
ગોપુરમ અથવા ગોપુર(જને વિમાનમ પણ કહેવામાં આવે છે) એક સ્મારકિય અટ્ટાલિકા હોય છે, પ્રાયઃ શિલ્પથી સજેલા તેમજ મોટાભાગે દક્ષિણ ભારતના મંદિરોમાં જોવા મળતા ગોપુરમ હિન્દુ મંદિરોના સ્થાપત્યનો પ્રમુખ અંગ છે અને ઉપર કિરીટ કળશથી શોભાયમાન હોય છે. આ મંદિરોની ચાર દિવારમાં બનાવવામાં આવેલા દ્વારનું કામ કરે છે. જો ગોપુરમોના ઇતિહાસ પર નજર ફેરવો તો જાણવા મળશે કે સૌથી પહેલા તેનો ઉપયોગ દક્ષિણ ભારતના પલ્લવ વંશના પાંડ્ય શાસકો દ્વારા કરવામાં આવ્યું છે.
શાસકો દ્વારા ગોપુરમોને બનાવવાનો પ્રમુખ ઉદ્દેશ્ય મંદિરોના પ્રવેશને ઢાંકવાનો પણ હતો, કારણ કે તેમની લંબાઇ અને પહોળાઇ મુખ્ય મંદિરોથી ઘણી મોટી હતી. ગોપુરમ મોટાભાગે આયતાકાર હોય છે, જેમની ભૂમિ તટ પર મોટો દ્વાર હોય છે, જે અંદરનો માર્ગ બતાવે છે અને ઘણો જ અલંકૃત હોય છે. ઉપરના ગોપુરમ અને તલોંમાં વહેચાયેલા હોય છે અને ઉપર જતા જતા પાતળા થઇ જાય છે. આ ઉપરાંત સૌથી ઉપર પ્રાયઃ ઢોલક આકારનું શિખર હોય છે, તેની ઉપર વિષમ સંખ્યામાં કળશો રાખવામાં આવે છે.
આ ગોપુરમોની સૌથી મોટી ખાસ વાત એ છે કે તેમને શિલ્પ અને ચિત્રકારીથી અત્યાધિક સજાવવામાં આવે છે. આ ચિત્રકારી મંદિરના પ્રધાન દેવતા સંબંધિત હોય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ ગોપુરમ અંગે.

શ્રીરંગમ જ્યાં છે સૌથી લાંબુ ગોપુરમ
તમિળનાડુ રાજ્ય અંતર્ગત આવતા શ્રીંગમમાં સ્થિત શ્રી રંગનાથ સ્વામી મંદિરના ગોપુરમને ભારતનું સૌથી લાંબુ ગોપુરમ કહેવામાં આવે છે. કાવેરી નદીના કિનારે આવેલા આ મંદિરમાં 21 ગોપુરમ છે. રાજા ગોપુરમ જે અહીંનુ મુખ્ય પ્રવેશ દ્વાર છે તે 236 ફૂંટ ઉંચુ ગોપુરમ છે. આ ગોપુરમની ટોચ પર તાંબાથી બનેલા 13 ભારે કળશોને સજાવવામાં આવ્યા છે. આ મંદિરની સૌથી પ્રમુખ વાત એ છે કે આ મંદિરને ઘેરતી દિવાલોમાં સાત તત્વો પૃથ્વી, જલ, તેજસ, વાયુ, આકાશ, માનસ અને બુદ્ધિના રૂપ જોવા મળે છે, નોંધનીય છે કે સાતેય તત્વોને હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

મદુરઇ મીનાક્ષી જે છે સૌથી શાનદાર
કહેવામાં આવે છે કે, ભારતમાં જેટલા પણ ગોપુરમ છે તેમાં મદુરઇના મીનાક્ષી મંદિરમાં આવેલું ગોપુરમ સૌથી શાનદાર છે. બારીક કોતરણી અને ભવ્ય ઉંચાઇ સાથે બ્લોક ગ્રેનાઇટ પર બનાવવામાં આવેલા અહીંના દસ ગોપુરમ ઘણા જ સુંદર છે. જણાવવામાં આવે છે કે મંદિરના પૂર્વમાં બનેલા ગોપુરમનું નિર્માણ સુંદરા પંડ્યાના અથાગ પ્રયાસો દ્વારા કરાવવામાં આવ્યું હતું. એવુ પણ કહેવામા આવે છે કે, આ ગોપુરમના નિર્માણ બાદ જ આ મંદિર લોકો વચ્ચે લોકપ્રીય થયું.

શ્રી વિલ્લીપુતુર જેને કહેવામાં આવે છે દ્યોતક
મદુરઇના નાયકોના શાસનકાળમાં નિર્મિત સૌથી ઉંચા ગોપુરમ અને શ્રીવિલ્લીપુર હેઠળ આતા તિરુવિલ્લીપુતુરના દિવ્ય દેશમ ગોપુરમને તમિળનાડુ રાજ્યના પ્રતિકના રૂપમાં માનવામાં આવે છે. 2000 વર્ષ જૂના મંદિર હોવાના કારણે આ મંદિરનો સમાવેશ ભારતના પ્રાચીન મંદિરોમાં કરવામાં આવ્યો છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે. આ 59 મીટર ઉંચું હોવા ઉપરાંત આ ગોપુરમ એક 11 માળની ઉંચી સંરચના પણ છે. આ સ્થળ આ રાજ્ય સાથે જોડાયેલા બે પ્રાચીન કવિઓ અને મુખ્ય વિષ્ણુ ભક્ત પેરિયાલવાર અને આંડાલની જન્મભૂમિ પણ છે.

અન્નામલાઇ જે છે એક પ્રતિષ્ઠિત ગોપુરમ
તિરુવન્નમલઇના અરુણાચલમાં આવેલા આ મંદિર પરિસરના ચારેય પ્રવેશ દ્વાર પર ચાર વિશાલ ગોપુરમ છે. આ મંદિર પરિસરના પ્રમુખ અથવા રાજા ગોપુરમ પૂર્વ દિશામાં છે. આ ગોપુરમના નિર્માણની શરૂઆત વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવરાય દ્વારા કરવામાં આવી હતી, જ્યારે તેને પૂર્ણ નિર્મિત સેવપ્પા નાયકે કરાવી.

એકમ્બરેશ્વર મંદિર, ઘણું જ સુંદર મંદિર
નાયનાર અને શૈવ સાધકોની સાધના અને શિવ પ્રતિ પોતાની અતૂટ ભક્તિથી લોકોની વચ્ચે પ્રસિદ્ધ થયેલુ એકમ્બરેશ્વર મંદિર ભગવાન શિવના સાધકોનું મંદિર છે. અહીંના ગોપુરમ હંમેશાથી જ કાંચીપુરમ અને અહીંના વિજયનગર રાજાઓની શાન રહ્યું છે કારણ કે આ અહીંનું સૌથી લાંબુ ગોપુરમ છે. દસ હેક્ટરમાં ફેલાયેલું આ મંદિર પોતાના પાંચ વિશાળ આંગણ અને હજાર થાંભલાવાળા હોલ માટે જાણીતું છે.

ચિદમબરમ સુંદરતાનો જીવીત નમૂનો
ચિદમબરમનું થિલ્લઇ નટરાજ મંદિર એક ઘણું જ સુંદર મંદિર છે, જ્યાં તમને ચાર ગોપુરમ જોવા મળી જશે. આ ચારેય ગોપુરમ ચારેય દિશાઓમાં બનેલા છે. આ ગોપુરમ સાત માળ ઉંચા ગોપુરમ છે, જેના પર પૌરાણિક હિન્દુ ગાથાઓને ચિત્રિત કરવામાં આવી છે. જાણવા મળ્યાનુંસાર પશ્ચિમ દિશામાં બનેલા ગોપુરમ 12મી સદીના છે. સાથે જ જો તમે પૂર્વ દિશામાં બનેલા ગોપુરમને ધ્યાનથી જુઓ તો તમને જાણવા મળશે કે તેમાં ભરતનાટ્યમના 108 અળગ-અલગ પોઝોને દર્શાવવા આવ્યા છે. જો તમારે મંદિર અને તેની ઉંચાઇઓ પોતાની તરફ આકર્ષિત કરે છે તો એકવાર તમિળનાડુ અવશ્ય જાઓ અને આ ગોપુરમોમાં ખોવાઇ જાઓ.












Click it and Unblock the Notifications
