ગુજરાતના આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા

Posted By:
Subscribe to Oneindia News

આમ તો અમે ભારતના ઘણા મંદિરો વિશે ચર્ચા કરી ચુક્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવી રહી છે. આ મંદિર ગુજરાતમાં અમદાવાદ થી લગભગ 40 કિલોમીટર દૂર ઝુલાસન નામના ગામમાં આવેલું છે. અહીં હિન્દૂ ભક્તો વર્ષોથી તેમની પૂજા કરતા આવ્યા છે અને આજે પણ નવરાત્રીના સમયે ખુબ જ ભીડ જોવા મળે છે.

ક્યાં છે આ મંદિર?

ક્યાં છે આ મંદિર?

આ મંદિર ગુજરાતમાં અમદાવાદ થી લગભગ 40 કિલોમીટર દૂર ઝુલાસન નામના ગામમાં આવેલું છે. જે ફેમસ બની ચૂક્યું છે. આ મંદિરમાં ડોલા નામની મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવે છે સ્થાનીય લોકો તેને ભગવાનનું રૂપ માને છે.

આખરે કેમ એક મુસ્લિમ મહિલા હિંદુઓ માટે ભગવાન બની?

આખરે કેમ એક મુસ્લિમ મહિલા હિંદુઓ માટે ભગવાન બની?

તેની સાથે જોડાયેલી કહાની 250 વર્ષ જૂની છે. જયારે કેટલાક ઉગ્ર લોકો ઘ્વારા ઝુલાસન ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ ડોલા નામની મુસ્લિમ મહિલાએ બહાદુરીપૂર્વક તેનો સામનો કર્યો હતો. પરંતુ તે બદમાશો આગળ લાંબો સમય ટકી શકી નહીં અને તેમનું મૃત્યુ થયું.

મહિલાનું શરીર બન્યું ફૂલ

મહિલાનું શરીર બન્યું ફૂલ

જેને જોયું તેમને જણાવ્યું કે મૃત્યુ પછી તે મહિલાનું શરીર તરત જ ફૂલમાં બદલાઈ ગયું. ત્યારપછી આ નીડર મહિલાને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઘ્વારા તે જગ્યા પર મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી ડોલા માતાની પૂજા કરવામાં આવી. કેટલાક લોકો ખાસ ડોલા માતાની પૂજા કરવા અહીં આવે છે.

મંદિરમાં કોઈ જ મૂર્તિ નથી

મંદિરમાં કોઈ જ મૂર્તિ નથી

મંદિરમાં ડોલા માતાની કોઈ જ મૂર્તિ નથી. મંદિરમાં તમને સાડીમાં લપેટાયેલો એક પથ્થર જ દેખાશે.

પહેલી મહિલા અંતરિક્ષ સુનિતા વિલિયમ્સનુ ગામ

પહેલી મહિલા અંતરિક્ષ સુનિતા વિલિયમ્સનુ ગામ

એટલું જ નહીં પરંતુ ગુજરાતના આ નાનકડા ગામ ને પહેલી મહિલા અંતરિક્ષ સુનિતા વિલિયમ્સના મૂળ ગામ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ત્યારે વધારે ચર્ચા આવ્યું જયારે સુનિતા વિલિયમ્સ પોતાના પિતા સાથે ડોલા માતાના દર્શન કરવા માટે આવી હતી. ઘણા લોકો ડોલા માતાના મંદિરે આવે છે કારણકે તેમની માનતા છે કે ડોલા માતા તેમની ઈચ્છા પુરી કરશે.

250 વર્ષ જૂનું મંદિર

250 વર્ષ જૂનું મંદિર

250 વર્ષ જુના ડોલા માતાના મંદિરની સારસંભાળ બીજેપી નેતા ઘ્વારા કરવામાં આવે છે. જે આ મંદિરમાં પૂજા કરવા આવે છે.

ઝુલાસન ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી

ઝુલાસન ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી

સૌથી વધુ અચરજ ની વાત છે કે ઝુલાસન ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી.

ડોલર દેવી

ડોલર દેવી

ડોલા દેવીને ડોલર દેવી પણ કહેવામાં આવે છે કારણકે ગામના વધારે પડતા લોકો અમેરિકામાં સ્થાયી છે. 7000 થી 8000 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લગભગ 2000 લોકો અમેરિકામાં છે. આ ગામમાં આખું વર્ષ લોકો વિદેશ જવા માટે પ્રાર્થના કરે છે અને ડોલર દેવી તેમની પ્રાર્થના પુરી કરે છે.

English summary
Gujarat village where muslim woman is worshipped as devi mata by hindu

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.