શું શિવ મંદિર તોડીને બનાવાયો હતો તાજ મહેલ?
તાજ મહેલની ગણતરી વિશ્વના સાત અજુબાઓમાં થાય છે. તેનું નિર્માણ મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યો હતો. અહી મુમતાજ મહેલનો મકબરો પણ છે. જો તમે તાજ મહેલને ધ્યાનથી જુઓ તો જાણવા મળે છેકે તાજ ભારતીય, પર્શિયન અને ઇસ્લામિક વાસ્તુશિલ્પીય શૈલીનું મિશ્રણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નોંધનીય છેકે તાજમહેલનું નિર્માણ 1632માં શરૂ થયું જે 1653 સુધી ચાલે છે. જણાવવામાં આવે છેકે હજારો શિલ્પકારો, કારીગરો અને સંગતરાશોંએ આ બેમિસાલ ઇમારતને બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે.
સફેદ સંગેમરમરથી બનેલો આ મકબરો વર્ગાકાર પાયા પર આધારિત છે, જે મેહરાબરુપી ગુંબદ નીચે છે. આ સ્થળ સુધી આવવા માટે તમને એક વક્રાકાર ગેટમાંથી થઇને પસાર થવું પડશે. તાજ મહેલની એક અન્ય ખાસ વાત એ છેકે તેને 40 મીટર ઉંચી સમમિતીય મીનારોથી સજાવવામાં આવેલું છે. દરેક ઇમારતની જેમ તાજ મહેલના કેટલાક ખાસ રહસ્ય છે. તો આ ક્રમમાં આજે અમે તમને અવગત કરાવી રહ્યા છીએ તેના તથ્યો અને રહસ્યો સાથે જે અત્યારસુધી કદાચ કોઇએ નહીં સાંભળ્યા હોય. તો ચાલો તસવીરો થકી જાણીએ તેના તથ્યોને.

તાજ મહેલનું નિર્માણ
તાજ મહેલના વિષયમાં લોકોની અલગ અલગ માન્યતાઓ છે, કેટલાક ઇતિહાસકારોનું માનવું છેકે તાજ મહલ શાહજાહાં અને મુમતાજના પ્રેમની નિશાની નથી. આ લેખમાં અમે કેટલાક એવા તથ્યોનો ખુલાસો કરીશું.

શાહજહાંએ નથી બનાવ્યો તાજ મહેલ
તાજ મહેલને લઇને સૌથી મોટું રહસ્ય એ છેકે આ શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો નથી. આ પુસ્તક ધ ટ્રૂ સ્ટોરી ઓફ તાજ મહેલ અનુસાર આ સ્થળ પર એક શિવ મંદિર હતું, જે આગરામાં રહેતા રાજપુતો દ્વારા બનાવવામાં આવ્યું હતું. કહેવામાં આવે છેકે યુદ્ધમાં રાજપુતો શાહજહાં સામે હાર્યા અને તેમણે આ મંદિર તોડાવીને તાજ મહેલનો નિર્માણ કર્યો. નોંધનીય છેકે આ રહસ્યનું વર્ણન પુસ્તકમાં છે અને સરકારી ફાઇલ્સમાં એવું કઇ જોવા મળતું નથી.

રહસ્યમય રૂમો
દેશની અન્ય પ્રાચીન ઇમારતો અને સ્મારકોની જેમ તાજ મહેલ પણ રહસ્યમય રૂમોનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. આજે પણ અહી અનેક રૂમો છે, જે બંધ પડ્યાં છે. ઇતિહાસકારોની વાત માનીએ તો જો આ રૂમોને ખોલી દેવામાં આવે તો એ સિદ્ધ થઇ જશે કે ક્યારેક અહી આલિશાન શિવ મંદિર હતું. કહેવામાં આવે છેકે અહી એક એવો રૂમ હતો, જેમાં ભગવાન શિવની માથા વગરની મૂર્તિ રાખવામાં આવી હતી.

શું ભારત સરકારને આ બધુ ખબર છે?
કહેવામાં આવે છેકે ભારત સરકારે તાજ મહેલ પર કોઇપણ પ્રકારની શોધ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ એ પણ કહેવામાં આવે છેકે સરકારે આ પુસ્તક ધ ટ્રૂ સ્ટોરી ઓફ તાજ મહેલ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. અહીના રહસ્યમયી દરવાજાઓ ન ખોલવા અંગે તર્ક આપતા પ્રશાસનિક અધિકારીઓનું કહેવું છેકે તેનાથી કોમી એકતા પર અસર થાય છે અને રમખાણો થઇ શકે છે.

પાણીના સ્ત્રોત
જણાવવામાં આવે છેકે તાજ મહેલની અંદર એક પાણીનું સ્ત્રોત પણ છે, પરંતુ એ જાણી શકાયું નથી કે આ પાણીના સ્ત્રોત ક્યાંથી આવ્યા છે. આ મુદ્દે તર્ક આપતા ઇતિહાસકારોએ કહ્યું છેકે આ સ્ત્રોત ત્યારનું છે જ્યારે અહી શિવ મંદિર હતુ. કહેવામાં આવે છેકે આ બેમિસાલ ઇમારતનું નિર્માણ આજે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે, જેના પડદાં ભાગ્યેજ ક્યારેક હટશે.












Click it and Unblock the Notifications
