Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હોળીમાં મથુરામાં જઇને ખોવાઇ જાઓ કૃષ્ણ ભક્તિમાં

હોળીને હવે બહુ વાર નથી અને અમે તમને પહેલા જ જણાવી ચૂક્યા છીએ કે આ હોળીએ અમે તમને એવું ઘણું બધુ જણાવવાના છીએ જે તમે આ પહેલા કદાચ સાંભળ્યું નહીં હોય. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ, ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સ્થાન મથુરા અંગે. મથુરાને આજે પણ બ્રજ ભૂમિ અથવા તો અનંત પ્રેમની ધરતી તરીકે પૂજવામાં આવે છે.

મથુરાને આ નામથી એટલા માટે જાણવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ પોતાનું બાળપણ અને જવાની અહી વિતાવી હતી. અહી દરેક ખૂણે તમને ગોપાલ સંગ ગોપીઓની રાસલીલાનો અનુભવ થઇ શકે છે. આજે મથુરા હિન્દુ શ્રદ્ધાળુંઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે, જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત મંદિરો છે. જો કે, 8મી શતાબ્દીમાં જ્યારે આ શહેરમાં હિન્દુઓની બોલબાલા હતી તે પહેલા અહીં બૌદ્ધ કેન્દ્ર હતા અને અહી અનેક મઠ હતા, જેમાં 3 હજારથી વધારે સન્યાસી રહેતા હતા. જેમાના અનેક કેન્દ્રને અફગાની શાસક મહમૂદ ગજનીએ બરબાદ કરી દીધા. 16મી શતાબ્દીમાં ઓરંગજેબને અનેક જાણીતા મંદિર જેમ કે કેસવ દેવ મંદિરને હટાવીને ત્યાં મસ્જિદ બનાવી નાંખી.

મથુરા આખું વર્ષ શ્રદ્ધળુંઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફલ રહે છે અને ખાસ કરીને હોળી અને જન્માષ્ટમી દરમિયાન અહી લોકોની ભીડ જોવા મળે છે. મુના નદીના તટ પર સ્થિત, મથુરાને ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાની જેમ માનવામાં આવે છે, ભારતને આધ્યાત્મિક સ્થળ માનવામાં આવે છે અને અનેક લોકો શાંતિ અને જ્ઞાનોદયની શોધમાં અહીંના આશ્રમો અને મંદિરોમાં આવે છે.

મથુરાને હિન્દુઓ, બૌદ્ધ ધર્મના લોકો અને જૈન સમુદાયના લોકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અથવા કૃષ્ણનું જન્મ સ્થાન અહીનું સૌથી પવિત્ર મંદિર છે. ખરા અર્થમાં મથુરાની દરેક આકર્ષિત કરનારી વસ્તુ કોઇને કોઇ રીતે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. બીજુ સ્થળ છે વિશ્રામ, જે અંગે માનવામાં આવે છે કે, મામા કંસનો વધ કરતા પહેલા તેમણે અહી વિશ્રામ કર્યો હતો. દ્વારકાધીશ મંદિર મુખ્ય મંદિર છે, જેને હિન્દુ પર્વ હોળી અને જન્માષ્ટમી દરમિયાન ઘણું સજાવવામાં આવે છે.

મથુરા જવાનો યોગ્ય સમય
ઉત્તર ભારતના અન્ય સ્થળોની જેમ મથુરા જવાનો સૌથી યોગ્ય સમય નવેમ્બરથી માર્ચ વચ્ચે છે, જ્યાં હવામાન ઘણું સોહામણું હોય છે. આ ઉપરાંત પ્રવાસી અહી હોળીમાં અવશ્ય આવે, આ દરમિયાન દેશ વિદેશના પ્રવાસી હોળીનો લુત્ફ ઉઠાવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મથુરાને.

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા શહેરના પ્રવેશ દ્વારની રાત્રીના સમયે લેવામાં આવેલી તસવીર

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરાનો આ પ્રવેશ દ્વાર જ પુરતુ છે એ જણાવવા કે આ શહેર કેટલું સુંદર છે.

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરાનું આ પ્રાચીન મંદિરની તસવીર જણાવે છે કે અહીં ભવન નિર્માણમાં ઉચ્ચ કોટીના વાસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરાને એટલા માટે પણ જાણીતું થયું કે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ પોતાનું બાળપણ અને યુવાની અહી વિતાવી હતી.

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા સ્થિત જય ગુરુ દેવ યોગ સાધના મંદિરની એક સુંદર તસવીર

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા રેલવે ટ્રેકની સાંજના સમયે લેવામાં આવેલી સુંદર તસવીર

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

મથુરા, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન

આજે મથુરા હિન્દુ શ્રદ્ધાળુંઓ માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે, જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત મંદિરો છે. જો કે, 8મી શતાબ્દીમાં જ્યારે આ શહેરમાં હિન્દુઓની બોલબાલા હતી તે પહેલા અહીં બૌદ્ધ કેન્દ્ર હતા અને અહી અનેક મઠ હતા, જેમાં 3 હજારથી વધારે સન્યાસી રહેતા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X