ફોટોગ્રાફીના શોખીનો માટે આ રહ્યા ભારતના ટોપ 10 ફોટોજેનિક ડેસ્ટિનેશન
ફોટોગ્રાફીમાં રસ ધરવતા અથવા તો એક પ્રોફેશનલ ફોટોગ્રાફરની એ જ ઇચ્છા હોય છે કે તેઓ પોતાના જીવનમાં એક એવી તસવીર ખેંચે જે કોઇ પણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી દે. વાત જ્યારે ફોટોગ્રાફીની આવે છે ત્યારે આપણા દેશ ભારતની ગણતરી વિશ્વના એ સ્થળોમાં થાય છે જે ફોટોગ્રાફી માટે સર્વોત્તમ માનવામાં આવ્યું છે.
પછી ભલે તેમાં બીચ હોય, નદીઓ હોય કે પહાડો કે મંદિરો હોય કે ઐતિહાસિક અને પૌરાણિક સ્મારક હોય. દરેક ક્ષેત્રે ભારતમાં એવું ઘણું બધું છે જે ફોટોગ્રાફીના શોખીન કોઇપણ વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. તો આ ક્રમમાં આજે અમે અમારા આ લેખ દ્વારા આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ કેટલાક એવા સ્થાનોથી જ્યાં એક ફોટોગ્રાફર માટે એ બધું જ છે જેની તેને તલાશ છે.
આ સ્થાન જ્યાં એક તરફ ખૂબ જ સુંદર છે તો અનોખા પણ છે. આવો આપની યાત્રા કરાવીએ ભારતના ટોપ ફોટોજનીક ડેસ્ટિનેશન જ્યાં એક ફોટોગ્રાફરને સુંદર દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરવા જરૂર જવું જોઇએ.

જમાલી કમાલી મકબરો, નવી દિલ્હી
સમયના વહેણમાં પસાર થઇ ગયેલા સમયની સાક્ષી પૂરે છે આ મકબરો.
ફોટો કર્ટસી - Shashwat Nagpal

બેલૂમ ગુફાઓ, આંધ્ર પ્રદેશ
ગુફાની અંદર આવતી સૂરજના પ્રકાશની એ તસવીર જે કોઇપણને મંત્રમુગ્ધ કરી દે.
ફોટો કર્ટસી - Pravinjha

ચાઇનીઝ ફિશિંગ નેટ, કોચ્ચિ ફોર્ટ
કોચ્ચિ પર સૂર્યાસ્તની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Challiyil Eswaramangalath Pavithran Vipin

હાજી અલી દરગાહ, મુંબઇ
સૂરજના આથમ્યા બાદ કંઇક આવી દેખાય છે હાજી અલી દરગાહ.
ફોટો કર્ટસી - Humayunn Peerzaada

માઓટા સરોવર, જયપુર
જયપુર સ્થિત માઓટા તળાવની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - vsvinaykumar

સુવર્ણ મંદિર, અમૃતસર
રાત્રિના સમયે પ્રકાશથી કંઇક આ રીતે જગમગી ઊઠે છે અમૃતસરનું સુવર્ણ મંદિર.
ફોટો કર્ટસી - Ian Sewell

વિદ્યાસાગર સેતૂ, કોલકાતા
કોલકાતા સ્થિત વિદ્યાસાગર સેતૂ જ્યાં મળે છે રોમાંટિક બોટ રાઇડ.
ફોટો કર્ટસી - Abhijit Kar Gupta

કેરળનું હાઉસબોટ
જો આપને કેરળના મનમોહી લેનાર બાઇક વોટર્સને નિહાળવું હોય તો આપ અત્રે હાઉસબોટ પર ચોક્કસ રોકાવ.
ફોટો કર્ટસી - Sarath Kuchi

જામા મસ્જિદ, જુની દિલ્હી
સાંજના સમયે પોતાના માળામાં પાછા ફરી રહેલા પંખીઓ.
ફોટો કર્ટસી - Sourav Das

કચ્છનું રણ, ગુજરાત
ગુજરાતમાં આવેલા કચ્છના રણની એક તસવીર જે પ્રવાસીઓને પોતાની તરફ આવવા માટે આકર્ષિત કરે છે.
ફોટો કર્ટસી - anurag agnihotri













Click it and Unblock the Notifications
