For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રકૃતિ સાથે મંથન કરાવતું કેરળનું કાલપેટ્ટા

|
Google Oneindia Gujarati News

કાલપેટ્ટા એક નાનું અમથુ શહેર છે, જે કોફીના બગીચાઓના કારણે તેમની મહેકથી ભરેલું અને ચારેકોર સુંદર પર્વતોથી ઘેરાયેલું છે. આ સ્થળ સમુદ્ર સ્તરથી 780 મીટરની ઉંચાઇ પર વાયનાડ જિલ્લાની ગોદમાં સ્થિત છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક ઘણું જ સુંદર પ્રવાસન સ્થળ છે. આમ તો ઇશ્વરમાં આસ્થા રાખનારા શ્રદ્ધાળુઓ માટે પણ અહી દર્શન કરવા માટે અનેક સુંદર મંદિર બનેલા છે, જ્યાં જઇને તેઓ દર્શન કરી શકે છે.

આ સ્થળને હિન્દુ તીર્થ સ્થળ પણ કહી શકાય છે, કારણ કે અહી અનેક પ્રસિદ્ધ મંદિર અને શ્રાઇન બનેલા છે. અનેક પ્રસિદ્ધ મંદિરોમાંના ગ્રામમ દેવી મંદિર, શ્રી મહાવિષ્ણુ મંદિર અને ઐયપ્પા સ્વામી મંદિર પ્રમુખ છે. અહી સ્થિત મહાવિષ્ણુ મંદિર, ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જે ક્ષેત્રના કેટલાક વિષ્ણુ મંદિરોમાનું એક છે. ગ્રામમ દેવી મંદિર અહીની સ્થાનિક મહિલાઓની વચ્ચે એક મનપસંદ મદિર છે. ઐયપ્પા સ્વામી મંદિર, ભગવાન ઐયપ્પાને સમર્પિત છે. આ મંદિર કાલપેટ્ટાના બહારના વિસ્તારમાં સ્થિત છે. આ ઉપરાંત કાલપેટ્ટામાં અનેક જૈન મંદિર પણ છે અને અહીનું પુલિયામાલા જૈન મંદિર તેમાનું સૌથી મંદિર હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ઉપરાંત કાલપેટ્ટામાં 300 વર્ષ જૂની વારમવેટ્ટા મસ્જિદ પણ બનેલી છે.

આ નૈસર્ગિક દ્રશ્યોવાળા સ્થળની સુંદરતા અહી વહેતા પહોળા ઝરણાઓ મીનમુટ્ટી, શુચીપારા અને કનથપારા તરફ વધારે વધી જાય છે. આ તમામ ઝરણાનું ભ્રમણ કરવાના સ્થળોની નજીક જ છે. પવિત્ર સ્થળોની સાથે અને પ્રકૃતિની સાચી સુંદરતામાંને પોતાનામાં સમેટેલું કાલપેટ્ટા એક મનપસંદ પ્રવાસન સ્થળ છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ સુંદર સ્થળને.

કારાપુજ્હા ડેમ

કારાપુજ્હા ડેમ

કાલપેટ્ટામાં આવેલો કારાપુજ્હા ડેમ

કારાપુજ્હા ડેમ

કારાપુજ્હા ડેમ

કાલપેટ્ટામાં આવેલો કારાપુજ્હા ડેમ

કારપુર્રા ડેમનું શાંત પાણી

કારપુર્રા ડેમનું શાંત પાણી

કાલપેટ્ટામાં આવેલો કારપુર્રા ડેમમાં શાંત પાણી

કારપુર્રા ડેમનું એક દ્રશ્ય

કારપુર્રા ડેમનું એક દ્રશ્ય

કાલપેટ્ટામાં આવેલા કારપુર્રા ડેમનું એક દ્રશ્ય

કન્થાપારા ઝરણું

કન્થાપારા ઝરણું

કાલપેટ્ટામાં આવેલું કન્થાપારા ઝરણું

ચેમ્બ્રા પીક

ચેમ્બ્રા પીક

કાલપેટ્ટામાં આવેલું ચેમ્બ્રા પીક

ચેમ્બ્રા પીકનો આકર્ષક નજારો

ચેમ્બ્રા પીકનો આકર્ષક નજારો

કાલપેટ્ટામાં આવેલા ચેમ્બ્રા પીકનો આકર્ષક નજારો

સૂચિપારા ઝરણુ

સૂચિપારા ઝરણુ

કાલપેટ્ટામાં આવેલું સૂચિપારા ઝરણુ

મીન્મુટ્ટી ફોલ્સ

મીન્મુટ્ટી ફોલ્સ

કાલપેટ્ટામાં આવેલો મીન્મુટ્ટી ફોલ્સ

English summary
Kalpetta is a small sleepy town filled with the aroma of coffee from its coffee plantation and surrounded by picturesque mountains. It lies in the lap of Wayanad district at a height of about 780 m above sea level. It is a wonderful place to visit for the nature lovers as well as a delight for the devotees who come to pay homage at the numerous beautifully designed places of worships.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X