For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેચર લવર હોવ તો હિમાચલના આ આકર્ષણો તમને બોલાવી રહ્યા છે!

|
Google Oneindia Gujarati News

આમ તો દુનિયાના તમામ ડેસ્ટિનેશન એકબીજાથી ભિન્ન હોય છે અને પ્રાય: એ જોવાયું છે કે બે અલગ અલગ ડેસ્ટિનેશનોમાં સમાનતાની સંભાવના ખૂબ જ ઓછી થઇ જાય છે. આજે દુનિયામાં થોડાંક જ એવા ડેસ્ટિનેશન છે જે હિમાચલના કાંગડા જેવા સુંદર હોય. કાંગડા હિમાચલ પ્રદેશમાં માંઝી અને બેનેર ધારાઓના મિલન સ્થાન પર સ્થિત એક પર્યટન સ્થળ છે.

ધૌલાધાર રેંજ અને શિવાલિક રેંજની વચ્ચે કાંગડા ઘાટીમાં વસેલા આ શહેરથી બાણગંગા ધારા દેખાય છે. આપને જણાવી દઇએ કે આ સ્થાનને દેવભૂમિના નામથી પણ ઓળખવામાં આવે છે. જો કાંગડાના ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો માલૂમ પડે છે કે આ શહેર આજથી લગભગ 3500 વર્ષ પહેલાથી સ્થપાયેલું છે. આપ આ શહેરમાં આવેલી ઇમારતો અને તેની વાસ્તુકલાને જોશો તો આપને તેમાં બ્રિટિશ શાસનકાળની ઝલક જોવા મળે છે.

અત્રે નોંધનીય છે કે કાંગડા કોઇ મોટું પ્રવાસન હબ નથી પરંતુ આ સ્થાન એટલું સુંદર છે કે દેશ ઉપરાંત દુનિયાભરના પ્રવાસીઓ અત્રેના કૃત્રિમ સૌંદર્યને માણવા માટે આકર્ષાઇ જાય છે. આવો તો પછી રાહ શેની જોવાઇ રહી છે, જાણો કાંગડા યાત્રા પર એવા કયા ડેસ્ટિનેશન છે જેને આપે મિસ કરવા જોઇએ નહીં.

હિમાચલના આ આકર્ષણો તમને બોલાવી રહ્યા છે!

ધર્મશાળા

ધર્મશાળા

કાંગડાના ઉત્તર-પૂર્વમાં 17 કિમીના અંતરે ધર્મશાળા હિમાચલ પ્રદેશનું એક પ્રમુખ પ્રવાસન સ્થળ છે. આ શહેર ચંદીગઢથી 239 કિમી. મનાલીથી 252 કિમી, શિમલાથી 322 કિમી અને નવી દિલ્હીથી 514 કિમીના અંતરે આવેલું છે. આ સ્થળને કાંગડા ઘાટી પ્રવેશ માર્ગ માનવામાં આવે છે. તેની પૃષ્ઠભૂમિમાં બરફથી ઢંકાયેલ ધૌલાધાર પર્વત શ્રેણી આ સ્થળનું નૈસર્ગિક સૌંદર્ય વધારે છે.
ફોટો કર્ટસી- Travelling Slacker

ધૌલાધાર રેંજ

ધૌલાધાર રેંજ

પહાડોની ધૌલાધાર રેંજ કાંગડા જિલ્લાના પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે. આ રેંજ દક્ષિણી બાહરી હિમાલયનો ભાગ છે, જે કાંગડા અને મંડીના ઉત્તરમાં ઊઠે છે. આંગતુક પહાડોની આ શ્રેણીમાં સાહસિક ટ્રેકિંગ કરી શકે છે અને વિસ્તારની મંત્રમુગ્ધ કરનારી સુંદરતાનો આનંદ લઇ શકે છે.
ફોટો કર્ટસી- Travelling Slacker

કાંગડા કિલ્લા

કાંગડા કિલ્લા

કાંગડા કિલ્લાને નગર કોટના નામથી પણ ઓળખવામાં આવે છે. જેનું નિર્માણ કાંગડાના મુખ્ય સાહી પરિવારે કરાવ્યું હતું. સમુદ્ર સ્તરથી 350 ફુટની ઊંચાઇ પર સ્થિત આ કિલ્લો 4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ કિલ્લો આજે જ્યા સ્થિત છે તેને જૂના કાંગડા વિસ્તાર પણ કહે છે. આ કાંગડા શહેરથી 3 કિમીના અંતરે આવેલું છે, આ કિલ્લો જેલ્લો સુંદર છે, તેટલો જ તેનો ઐતિહાસિક મહત્વ પણ વધારે છે.
ફોટો કર્ટસી- John Hill

મેકલિયોદગંજ

મેકલિયોદગંજ

મેકલિયોદગંજ પ્રવાસીઓનું એક મુખ્ય આકર્ષણ છે. જે કાંગડાથી 19 કિમી.ના અંતરે આવેલું છે. આ દલાઇ લામાની ગાદી છે અને સમુદ્રની સપાટીથી 1770 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ યુદ્ધ દરમિયાન દાયકાઓ સુધી તિબ્બતી સરકારનું વડુમથક પણ હતું. મેકલિયોદગંજનું સુંદર શહેર બરફથી આચ્છાદિત પહાડીઓથી ઘેરાયેલું છે અને આખુ વર્ષ શાંત અને સુખદ રહે છે.
ફોટો કર્ટસી- Liz Highleyman

કરેરી તળાવ

કરેરી તળાવ

કરેરી તળાવ, સમુદ્રની સપાટીથી 2934 મીટરની ઊંચાઇ પર સ્થિત, કાંગડામાં એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. ધૌલાધાર રેંજમાંથી પિઘળીને બરફ આ તળાવને પાણીથી ભરી દે છે. ધર્મશાળાથી 9 કિમીના અંતર પર આવેલ આ તળાવથી એક સુંદર ટ્રેકિંગ માર્ગ ધૌલાધાર પર્વત માટે નિકળે છે. જેનું નામ પાસેના કરેરી ગામ પરથી પડ્યું છે, જે દક્ષિણ-પૂર્વ દિશામાં 9 કિમી દૂર સ્થિત છે. કરેરી તળાવ ધૌલાધાર પર્વત અને મનકૈની પીકના શાનદાર દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
ફોટો કર્ટસી- Shalabh W

પોંગ તળાવ અભયારણ્ય

પોંગ તળાવ અભયારણ્ય

પોંગ તળાવ અભયારણ્ય એક લોકપ્રિય પ્રવાસન સ્થળ પઠાનકોટથી 65 કિમીના અંતરે બ્યાસ નદીના તટ પર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત છે. સાંભર, નીલ ગાય, ભસતા હરણ, જંગલી ભૂંડ, અને દિપડા સહિત ઘણા પશુ પ્રજાતિયોને અભયારણ્યમાં જોઇ શકાય છે. 54 કુળોની 220 પ્રજાતીઓના પ્રવાસી પક્ષિયોનું આશ્રય છે.
ફોટો કર્ટસી- Marek Szczepanek

મસરૂર મંદિર

મસરૂર મંદિર

મસરૂર મંદિર કાંગડાનું વધુ એક આકર્ષણ છે. આ મંદિરોનું નિર્માણ પહાડોને કાપીને કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મુખ્ય શહેર કાંગડાથી 38 કિમી દૂર બનેલા આ મંદિર ઇંડો-આર્યન શૈલીને દર્શાવે છે. જો આપ કાંગડાની યાત્રા પર જાવ તો આ મંદિરોને જોવાનું રખે ચૂકતા.
ફોટો કર્ટસી- Himachal Tourism

કાંગડા વેલી રેલવે

કાંગડા વેલી રેલવે

કાંગડ઼ા ટ્રાવેલ ગાઇડની વ્યાખ્યા કાંગડા વેલી રેલવેના વર્ણન વગર અધુરી છે. આ રેલવે લાઇનનો ઉલ્લેખ ભારતની સૌથી જૂની રેલવે લાઇનોમાં થાય છે, જેનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરાવવામાં આવ્યું હતું. વર્તમાનમાં આ રેલવે લાઇનને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવા માટે યૂનેસ્કોને માંગ કરવામાં આવી રહી છે.
ફોટો કર્ટસી- Gkarunakar

English summary
Kangra is a beautiful and picturesque valley in Himachal Pradesh. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X