ભારતના આ ધાર્મિક સ્થળે સૌથી વધુ લોકો ફરવા માટે આવે છે, જાણો ક્યાં આવેલુ છે આ સ્થાન?
ભારત ધર્મ પ્રધાન દેશ છે. ભારતના લોકો દેવ સ્થાનોની ધાર્મિક યાત્રાને વધારે મહત્વ આપે છે. આ જ કારણ છે કે ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં લાખો લોકો યાત્રા કરે છે.
આજે આપણે ભારતના આવા જ એક સ્થળની વાત કરવાના છીએ. આ સ્થળ વિશે કહેવાય છે કે ત્યાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ આવે છે.

તભારતમાં સૌથી વધુ જોવામાં આવતું ધાર્મિક સ્થળ કો મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા નથી પરંતુ આ એક શહેર છે. આપણે જે શહેરની વાત કરી રહ્યાં છીએ તે ભગવાન શિવની નગરી વારાણસી છે. વિશ્વનું સૌથી જૂનું શહેર હોવા ઉપરાંત વારાણસી સૌથી મોટું ધાર્મિક સ્થળ છે.
વારાણસીને ભારતની ધાર્મિક રાજધાની કહેવામાં આવે છે. ગંગા નદીના કિનારે આવેલા આ શહેરને હિંદુ ધર્મમાં મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો અહીં ગંગામાં સ્નાન કરવા આવે છે અને મૃત્યુ પછી અહીં અંતિમ સંસ્કાર પણ કરવા માટે આવે છે.
વારાણસીને હિન્દુ ધર્મના સૌથી પવિત્ર શહેરોમાંનું એક માનવામાં આવે છે. અહીં ભગવાન શિવનું પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. હિંદુ ધર્મમાં ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. લોકો ગંગા સ્નાન કરીને પાપોમાંથી મુક્તિ મેળવે છે.
વારાણસીનું આધ્યાત્મિક વાતાવરણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં લોકો આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. આ શહેરનો પોતાનો એક સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. અહીં તમે મંદિરો, ઘાટ અને હવેલીઓ જોઈ શકો છો. આ શહેર માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ તમામ ધર્મો માટે છે.
વારાણસીના જાણીતા સ્થળોની વાત કરીએ તો કાશી વિશ્વનાથ મંદિર સિવાય અહીં સંકટ મોચન હનુમાન મંદિર અને દશાશ્વમેઘ ઘાટ જેવા ઘણા પ્રાચીન સ્થળો આવે છે.












Click it and Unblock the Notifications
