Mount Everest Day : માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવા કેટલો સમય અને રૂપિયા ખર્ચાય છે? આવી રીતે થાય છે પુરી સફર
દુનિયાભરના પર્વતારોહકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેલો હિમાલય પર્વત તેના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટ શિખરને લઈને દુનિયાભરમાં જાણીતો છે. અહીંં સૌથી પહેલી વખત 1953 માં આજના જ દિવસે એટલે કે 29 મેંના રોજ એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેએ પહોંચીને દુનિયાને ચૌકાવી દીધી હતી. હવે તેની યાદમાં જ આજના દિવસને આતંરરાષ્ટ્રિય માઉન્ટ એવરેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1953 માં એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે પણ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે હવે તો ત્યાં પણ લોકોનો ભરાવો જોવા મળે છે.

હવે ભલે પહેલાની સરખામણીમાં એવરેસ્ટ પર જડવુ આસાન હોય પરંતુ હજુ પણ લોકો પોતાના જીવ ગુમાવે છે. આ પ્રવાસને લઈને સામાન્ય લોકોને ઘણા સવાલો છે. આજે અમે તમને જણાવવાના છીએ કે આ પ્રવાસ કેટલા દિવસ ચાલે છે અને પર્વતારોહકો શું ખાય છે અને તેઓ તેમની સાથે શું લઈને જાય છે.
સૌથી સારો સમય
અહેવાલો અનુસાર, માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો સૌથી સારો સમય 15 મે પછી મનાય છે. આ સમયે માઉન્ટ એવરેસ્ટનું તાપમાન થોડું વધારે રહે છે અને ઠંડી ઓછી હોય છે. માઉન્ટ એવરેસ્ટના બે રૂટ છે. એક રૂટ સાઉથ રૂટ છે અને તે નેપાળમાં છે. આ સિવાય એક માર્ગ ઉત્તર માર્ગ છે અને તે તિબેટમાંથી છે.
બે મહિનાની સફર
માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવામાં પર્વતારોહકોને અંદાજે બે મહિના લાગે છે. અહીં જવા માટે ગ્રુપમાં પરવાનગી મળે છે અને મજુરી બાદ તૈયારી શરૂ થાય છે. જો તમે પણ માઉન્ટ એવરેસ્ટ પર જવા માંગતા હોવ તો આ ટ્રીપનો ખર્ચ 35 હજાર ડોલરથી લઈને એક લાખ ડોલર સુધી થઈ શકે છે.
1 લાખ ડોલર સુધીનો ખર્ચ
અહીં જવા માટે ખર્ચ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે તમે તાલીમ અને ગ્રુપને લઈ શકો. 11 હજાર ડોલર માત્ર નેપાળથી પરમિટ માટે જ ખર્ચ થાય છે. દર વર્ષે કેટલાક લોકોને જ પરવાનગી આપવામાં આવે છે અને માત્ર તે જ ઉપર જઈ શકે છે.
આ સામાન સાથે લઈને જવો પડે
માઉન્ટ એવરેસ્ટ પર જતાં પહેલાં પર્વતારોહકો ત્યાં રહેવા માટે ઠંડીથી બચાવતી વસ્તુઓ, ખાસ બુટ, ટોર્ચ અને ટેન્ટ સાથે જાય છે. આ સિવાય મેડિકલ સામાન પણ હોય છે. અહીં પર્વતારોહકો પોતાનો ખોરાક પણ સાથે લઈને જાય છે.












Click it and Unblock the Notifications
