For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ઐતિહાસિક દાંડી બીચની એકવાર મુલાકાત જરૂરી

|
Google Oneindia Gujarati News

વાચમિત્રો, અમે ઘણા લેખો થકી ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય દરિયાકાંઠાથી આપને અવગત કરાવી ચૂક્યા છીએ. એજ ક્રમને અમે અહીં આગળ વધારી રહ્યા છીએ. હરવા ફરવાના શોખીન દરેક ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અમારા આ લેખમાં આપની મુલાકાત કરાવીએ દાંડીના દરિયા કિનારાથી.

દાંડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું મહત્વનું ગામ છે. દાંડીમાં રાધાકૃષ્ણ મંદિર, હજાણીબીબીની દરગાહ આવેલા છે. પરંતુ આ બધાથી ઉપર તેનું સૌથી મોટું આકર્ષણ છે તેનો વિશાળ દરિયા કિનારો. દાંડીનો દરિયા કિનારો એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સાથે સાથે તે હાલમાં સારા એવા પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. દાંડીના દરિયા કિનારાએ પ્રવાસીઓ પિકનિક મનાવવા ઊમટી પડે છે.

દાંડીના દરિયા કિનારાનો ઇતિહાસ:
દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. 1930નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો. દાંડી કુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદથી 12 માર્ચ 1930ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે 6 એપ્રિલ 1930એ અત્રેના દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, "મૈને નમક કા કનુન તોડા હૈ" આની સાથે ભારતમાં બીજી ઘણી બધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરિકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે આ સ્થળ ભારતના ઇતિહાસનું મહત્વનું પાનું છે.

કેવી રીતે પહોંચશો:
સડક માર્ગે: અહીંથી સુરત નજીકનું શહેર છે, જે અમદાવાદથી 234 કિમી, વડોદરાથી 131, અને મુંબઇથી 297 દૂર છે. અહીં આવવા માટે સુરતથી સીધી બસો અને અન્ય વાહનો મળી રહે છે.

રેલવે માર્ગ: સુરતનું રેલવે સ્ટેશન પણ વલસાડ રેલવે સ્ટેશન સાથે જોડાયેલ છે અહી દરેક શહેરોમાંથી ટ્રેન આવે છે.

હવાઇ માર્ગ: અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ સુરત આવેલું છે, ત્યારબાદ વડોદરા, અમદાવાદ અને મુંબઇના હવાઇમથકથી જોડાયેલ છે.

એકવાર તો દાંડીના દરિયા કિનારાએ આવવાનો લાહ્વો લેવો જોઇએ. આવો જોઇએ દાંડી દરિયા કિનારાને તસવીરોમાં...

દાંડી બીચ

દાંડી બીચ

દાંડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ 5 તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું મહત્વનું ગામ છે.

દાંડી બીચ

દાંડી બીચ

દાંડીમાં રાધાકૃષ્ણ મંદિર, હજાણીબીબીની દરગાહ આવેલા છે. પરંતુ આ બધાથી ઉપર તેનું સૌથી મોટું આકર્ષણ છે તેનો વિશાળ દરિયા કિનારો.

દાંડી બીચ

દાંડી બીચ

દાંડીનો દરિયા કિનારો એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સાથે સાથે તે હાલમાં સારા એવા પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. દાંડીના દરિયા કિનારાએ પ્રવાસીઓ પિકનિક મનાવવા ઊમટી પડે છે.

પ્રવાસીઓનો મેળાવડો

પ્રવાસીઓનો મેળાવડો

દાંડીના દરિયા કિનારાએ પ્રવાસીઓ પિકનિક મનાવવા ઊમટી પડે છે.

એક વાર મુલાકાત જરૂરી

એક વાર મુલાકાત જરૂરી

દાંડીમાં રાધાકૃષ્ણ મંદિર, હજાણીબીબીની દરગાહ આવેલા છે. પરંતુ આ બધાથી ઉપર તેનું સૌથી મોટું આકર્ષણ છે તેનો વિશાળ દરિયા કિનારો. દાંડીનો દરિયા કિનારો એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સાથે સાથે તે હાલમાં સારા એવા પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. દાંડીના દરિયા કિનારાએ પ્રવાસીઓ પિકનિક મનાવવા ઊમટી પડે છે.

દાંડીના દરિયા કિનારાનો ઇતિહાસ

દાંડીના દરિયા કિનારાનો ઇતિહાસ

દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. 1930નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો.

દાંડીના દરિયા કિનારાનો ઇતિહાસ

દાંડીના દરિયા કિનારાનો ઇતિહાસ

દાંડી કુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદથી 12 માર્ચ 1930ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે 6 એપ્રિલ 1930એ અત્રેના દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી.

ગાંધીએ કર્યો હતો મીઠાના કાયદાનો ભંગ

ગાંધીએ કર્યો હતો મીઠાના કાયદાનો ભંગ

અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, "મૈને નમક કા કનુન તોડા હૈ"

"મૈને નમક કા કનુન તોડા હૈ"

આની સાથે ભારતમાં બીજી ઘણી બધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરિકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે આ સ્થળ ભારતના ઇતિહાસનું મહત્વનું પાનું છે.

English summary
Must visit once Gujarat's historic Dandi beach.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X