
ટ્રાવેલ: ઓડિસ્સાના "હાઇડ એન્ડ સીક" બીચનું રહસ્ય
ઓડિસ્સા ભારતના પ્રમુખ પર્યટક સ્થળોમાંથી એક છે. અને ભારતના કેટલાક જાણીતા બીચ અહીં આવેલા છે. જો કે આ તમામ બીચમાં ખાસ મહત્વ ધરાવે છે ચાંદીપુર બીચ. જેને હાઇડ એન્ડ સીક બીચ પણ કહેવાય છે. ભુવનેશ્વરથી લગભગ 200 કિલોમીટરની દૂરી પર બાલાસોર ગામ પાસે આ રહસ્યમયી બીચ આવેલો છે.
ચાંદીપુરના આ બીચને હાઇટ એન્ડ સીક બીચ એટલા માટે કહેવામાં આવે છે કે તમે જે દિવસે આ બીચને જોયા હશે તેના બીજા દિવસે જશો તો આ બીચ ગાયબ થઇ ગયો હશે અને તેની જગ્યા રેતના ઢગલા જોવા મળશે. જેની પાછળ આ બીચમાં પાણી ભરાવાની પદ્ધતિ જવાબદાર છે.

વળી અહીં મોટી માત્રામાં તમને સમુદ્રી મોતી, સમુદ્રી છીપ, અને થોડા પાણીમાં તરતી નાની નાની માછલીઓ જોવા મળી જશે. વળી અહીંના કૈસુઅરીનાના વૃક્ષ અને માટીના ઢગલાઓ આ બીચની સુંદરતાને વધુ આકર્ષક બનાવે છે.
સાથે સૂયાસ્ત અને સૂર્યોદય વખતે આ બીચની સુંદરતા સૌળે કળાએ ખીલી જાય છે. ચાંદીપુર બીચ પર ગોલ્ડન બીચ ફેસ્ટિવલ પણ મનાવવામાં આવે છે. 4 દિવસના આ ફેસ્ટિવલને ડિસ્મેબર કે પછી જાન્યુઆરીમાં મનાવવામાં આવે છે. અને તે દરમિયાન અહીં અનેક સાંસ્કૃતિ કાર્યક્રમ અને ખેલ આયોજન થાય છે.
ચાંદીપુર બીચમાં બીજું શું જોવું?
ચાંદીપુર બીચમાં પંચલિંગેશ્વર મંદિર, નીલગિરી, સાજનગઢ, રેમુના અને ભીતરકનિકા જેવા લાયક જગ્યાઓ છે.
કેવી રીતે જશો ચાંદીપુર?
ચાંદીપુરને ઓડિસ્સાના પ્રમુખ શહેરોથી રાજમાર્ગથી જોડવામાં આવ્યો છે. અહીંનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન બાલાસોર છે. જે અહીંથી 17 કિલોમીટરની દૂરી પર છે. વળી ભુવનેશ્વર અને કોલકત્તા રેલ્વે સ્ટેશન પણ અહીંથી નજીક છે.