• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્યારેક સૌરાષ્ટ્રનું પાટનગર રહેલા રાજકોટમાં શું છે જોવા જેવું...

|

રાજકોટ, સૌરાષ્ટ્ર રાજ્યની પૂર્વ રાજધાનીના રૂપમાં પ્રસિદ્ધ છે. જોકે રાજકોટ હવે કોઇ રાજધાની નથી પરંતુ તેનો અતીત અત્યંત સુંદર અને ગૌરવપૂર્ણ છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિના કારણે અત્રે પ્રવાસીઓ ઉમટી પડે છે. બ્રિટિશ કાળ દરમિયાન રાજકોટને ખૂબ જ માન્યતા પ્રાપ્ત હતી. આપને બતાવી દઇએ કે રાજકોટને 1620માં ઠાકુર સાહેબ વિભોવાજી અજીજો જાડેજા, જામનગર શાહી વંશજ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું.

રાજકોટનું નામ, સહ-સંસ્થાપક રાજૂ સિંધી બાદ નામિત કરવામાં આવ્યું હતું. આપને બતાવી દઇએ કે ઠાકુર સાહેબને ગુજરાતમાં મોઘલ સમ્રાટથી ક્ષેત્રને બચાવવા માટે મદદ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામની સાથે, તેમણે સ્થાનીય કાઠી જનજાતિનો સામનો કર્યો અને જૂનાગઢમાં શાસકની શક્તિ બન્યા.

જો વાત રાજકોટમાં આવેલ પ્રવાસનના મુદ્દાઓ પર કરવામાં આવે તો અત્રે એવું ઘણું બધું છે જેને જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ આ સુંદર શહેરને જોવા માટે આકર્ષિત થઇ રહ્યા છે. આવો આ લેખ દ્વારા જાણીએ કે પોતાની પોતાની રાજકોટ યાત્રા પર એવા કયા સ્થળો છે જે તમારે ચોક્કસપણે જોવા જોઇએ.

રંગીલા રાજકોટને જુઓ તસવીરોમાં...

વોટસન સંગ્રહાલય

વોટસન સંગ્રહાલય

સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં આ સૌથી જૂનું સંગ્રહાલય છે, ગુજરાતમાં આ એવું સ્થાન છે જ્યાં ભ્રમણ કરવું જરૂરી છે. અત્રેનું હરિયાળું વાતાવરણ અને રસપ્રદ કળાકૃતિઓ અને પેઇંટિગ્સ, આ સ્થળને પ્રવાસીઓની વચ્ચે વધારે આકર્ષિત બનાવે છે. આ સંગ્રહાલય, જુબલી ગાર્ડનની રાણી વિક્ટોરિયા મેમોરિયલ ઇંસ્ટીટ્યૂટ બિલ્ડિંગમાં સ્થિત છએ. આનું નામ કર્નલ જોન વોટ્સનના નામ પર રાખવામાં આવ્યું હતું જે 1881થી 1889 દરમિયાન કાઠિયાવાડ એજન્સીના રાજનૈતિક એજન્ટની સ્થિતિનું આયોજન કરતા હતા. જ્યારે સંગ્રહાલય ઘરમાં વોટસનના સંગ્રહ ઉપરાંત અન્ય પણ ઘણા સામાન રાખ્યા છે જેમાં જનજાતિય દ્વારા ઉપયોગમાં લેવાતા સામાન અને કલાકૃતિઓ વગેરે પણ છે.

બજાણા

બજાણા

સૌરાષ્ટ્રમાં સ્થિત ભારતીય રજવાડામાંથી એક છે, એક એવું રાજ્ય જે આઝાદીથી પૂર્વ બ્રિટિશ સાશનનો ભાગ નથી. બજાણા એક પ્રસિદ્ધ પ્રવાસન હબ છે જે રાજકોટમાં સ્તિત છે અને તેને અત્રે સ્થિત શાહી સફારી કેમ્પના કારણે ઓખવામાં આવે છે. જેમાં આપ દુનિયાની જાણીતી વાઇલ્ડલાઇફ સેંચુરી જોઇ શકો છો.

કબા ગાંધીનો ડેલો

કબા ગાંધીનો ડેલો

કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીના પિતા હતા, જેમને કબા ગાંધીના નામથી ઓળખવામાં આવતા હતા જે રાજકોટમાં જુના ઘરમાં રહેતા હતા, જે ઘી કાંટા રોડ પર સ્થિત હતું. મહાત્મા ગાંધીએ પોતાનું પ્રારંભિક જીવન અહીં જ વિતાવ્યું હતું. વર્તમાનમાં તેને એક સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું છે ગાંધી સ્મૃતિના નામથી ઓળખવામાં આવે છે, અત્રે ગાંધીજીના જીવન સાથે જોડાયેલ ઘણા ચિત્રો, કળાકૃતિ અને સામાન રાખવામાં આવેલ છે. આ સ્થાન, જનતા માટે સપ્તાહના 6 દિવસ ખુલ્લુ રહે છે.

રામપરા વન્ય જીવન અભયારણ્ય

રામપરા વન્ય જીવન અભયારણ્ય

રામપરા અભયારણ્યએ રાજકોટ જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય છે. આ અભયારણ્ય મોટા વૃક્ષો ન ધરાવતો વનરાજીવાળો વિસ્તાર છે. કાંટાળા ઝાડી-ઝાંખરા વચ્ચે ધાસના ઉગાવાથી છવાયેલ અહીનું ભુપૃષ્ઠ પશુ, પક્ષી અને વનસ્તતિની વિવિધ જાતોને આશરો પુરો પાડે છે. ભુપૃષ્ઠ મોટેભાગે સમતલ છે જે કોઇ કોઇ જગ્યાએ ઉચાણ અને નિચાણ ધરાવે છે. અભયારણ્યની ફરતે આવેલ ટેકરીઓ એ આ અભયારણ્યની સરહદ છે. આ અભયારણ્ય 280 જાતની વનસ્પતિ, 130 જાતના પક્ષી અને 20 કરતા વધારે સસ્તન અને સરીસૃપ પ્રાણીઓનું નિવાસસ્થાન અને તેની તેમના સંરક્ષણ માટે અગત્યનો ભાગ ભજવે છે. અભયારણ્યની વચ્ચે આવેલો નિરિક્ષણ મિનારો મુલાકાતીઓને અભયારણ્યના દૃષ્યોને માણવાની પુરતી તકો આપે છે. બે નાનકડસ ઝરણા પણ અહીંયા જોવા મળી જાય છે.

ખંભાલિદા ગુફા

ખંભાલિદા ગુફા

આપણા દેશમાં સ્થિત ઘણી ગુફાઓની જેમ આ ગુફાની વાસ્તુકલા પણ આશ્ચર્યચકિત કરી દેનારી છે. આ ગુફા, રાજકોટના ગોંડલમાં સ્થિત છે. વર્તમાનમાં આ ત્રણ ગુફાઓ સ્થિત છે, વચ્ચેવાળી ગુફાને ચૈત્યા કહેવામાં આવે છે જે એક સ્તુપનું ઘર છે. આ ચૂનાના પત્થરથી બનેલું છે. આ ગુફા 4-5મી સદીમાં બનાવવામાં આવી હતી.

જેતપુર

જેતપુર

રાજકોટ કપડાઓની રંગાઇ માટે જાણીતું છે જે જૂનાગઢની પાસે જ સ્થિત છે, અત્રે મહિલાઓ ખૂબ જ રસ લઇને કપડાઓની ખરીદારી કરે છે. તેને મિનિ દુબઇના નામથી પણ ઓળખવામાં આવે છે. અત્રે ઘરેલુ ઉદ્યોગ તરીકે, તેને રંગવામાં આવે છે, સ્ક્રીન અને બ્લોક પ્રિંટિંગ વર્કશોપ કરવામાં આવે છે, આ આખી પ્રક્રિયાને અત્રે જોઇ શકાય છે.

હિંગોળગઢ

હિંગોળગઢ

હીંગોળગઢ રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ગામની નજીકજ ગીર ફાઊન્ડેશન સંચાલીત હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે. આસપાસના સુકા વિસ્તારનીથી તદ્દન જુદો પડતો હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યનો આ લીલોતરી ધરાવતો ટુકડો એકદમ અલગ તરી આવે છે. સુકા પાનખર વૃક્ષો વાળું આ જંગલ વરસાદના સમય દરમ્યાન હરીયાળીની ચાદર વડે ઢંકાઇ જાય છે. 654 વર્ગ કિલોમીટર વિસ્તારના આ જંગલને 1980માં આરક્ષિત વન-વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ. અને 1984માં કુદરતે આ વિસ્તારને આપેલ વિપુલ કુદરતી તકોને ઓળખીને અહીયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેનું પ્રબંધન કાર્ય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી ગીર ફાઊન્ડેશન નામની સંસ્થાને સોંપવામાં આવ્યું. અભયારણ્યના વિસ્તારમાં ભીમકુઇ નામની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. અહીયાં યોજાતી પ્રકૃતિ શિક્ષણ શિબિરોમાં ભાગ લેવા આવતા શિબિરાર્થીઓ માટે કાયમી તંબુઓનો સમુહ ઉભો કરવામાં આવેલો છે. અભયારણ્યમાંથી એક ચોમાસુ ઝરણું પણ વહે છે.

રાષ્ટ્રીય શાળા

રાષ્ટ્રીય શાળા

રાજકોટમાં આવેલી રાષ્ટ્રીય શાળા

 શ્રી રામકૃષ્ણ મઠ

શ્રી રામકૃષ્ણ મઠ

રાજકોટમાં આવેલો શ્રી રામકૃષ્ણ મઠ

 દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ

દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ

રાજકોટનું ટંકારા, દયાનંદ સરસ્વતીનું જન્મ સ્થળ

રાજકુમાર કોલેજ

રાજકુમાર કોલેજ

રાજકોટમાં આવેલી રાજકુમાર કોલેજ

કેવી રીતે આવશો રાજકોટ:

કેવી રીતે આવશો રાજકોટ:

હવાઇ માર્ગ: રાજકોટનું એરપોર્ટ ગુજરાત અને દેશના અન્ય ઘણા શહેરો સાથે સંકળાયેલો છે.

રેલ દ્વારા: રાજકોટ જંકશન, ગુજરાતના અન્ય શહેરોની સાથે ભારતના રાજ્યો સાથે પણ જોડાયેલ છે. અહી આવા માટે આપને સીધી ટ્રેન પણ મળી શકે છે.

સડક માર્ગ: રાજકોટ આવવા માટે આપ એસટી બસ અથવા લક્ઝરી બસ અથવા પોતાના સાધનથી આપ અહી આવી શકો છો.

English summary
Check out the amazing tourist spots of Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more