For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ શહેર કહેવાયુ દક્ષિણ ભારતનું ‘કાશી’

|
Google Oneindia Gujarati News

રામેશ્વરમ, તમિળનાડુ રાજ્યમાં સ્થિત એક શાંત શહેર છે અને આ કરામાતી પંબન દ્વીપનો ભાગ છે. આ શહેર પંબન ચૈનલના માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. રામેશ્વરમ, શ્રીલંકાના મન્નાર દ્વીપથી 1403 કિ.મીના અંતરે છે. રામેશ્વરમને હિન્દુઓના સૌથી પવિત્ર સ્થળોમાનું એક માનવામાં આવે છે, તેને ચાર ધામ યાત્રાઓમાનું એક સ્થળ પણ માનવામાં આવે છે.

રામેશ્વરમનું ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે, જે અન્ય દેશો સાથે વ્યાપારના માધ્યમથી પણ જોડાયેલું છે. જે લોકો શ્રીલંકાથી સીલોનની યાત્રા કરવા જાય છે, તેમાના માટે રામેશ્વરમ એક સ્ટોપ ગેપ પોઇન્ટ છે. ખરા અર્થમાં જાફના સામ્રાજ્યનું આ શહેર પર નિયંત્રણ રહ્યું છે અને જાફનાના શાહી ઘરાનાને રામેશ્વરમના સરંક્ષક માનવામાં આવે છે. દિલ્હીના ખિલજી વંશ પણ રામેશ્વરમના ઇતિહાસ સાથે જોડાયેલો છે. અલાઉદ્દીન ખિલજીની સેનાના જનરલ આ શહેરમાં આવ્યા હતા અને પાંડ્યાન્સન સેના પણ તેમને રોકી શકી નહોતી. તેમના આગમનના અવસરે, જનરલે રામેશ્વરમમાં આલિયા અલ દીન ખાલદીજી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત રામેશ્વરમાં જોવાલાયક અનેક ધાર્મિક સ્થળો છે, તો ચાલો તસવીરો થકી દક્ષિણ ભારતના કાશીની મુલાકાત લઇએ.

દક્ષિણ ભારતનું કાશી

દક્ષિણ ભારતનું કાશી

એવું કહેવાય છે વારાણસી(કાશી)ની મુલાકાત લીધા પછી જો દક્ષિણના કાશી એટલે કે રામેશ્વરમની મુલાકાત લેવામાં ના આવે તો વારાણસીની મુલાકાતનો કોઇ અર્થ રહી જતો નથી. રામેશ્વરમ એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે અને ત્યાં 64 તિર્થો આવેલા છે.

રામનાથસ્વામી મંદિર

રામનાથસ્વામી મંદિર

આ શહેરનું સૌથી મહત્વનું આકર્ષણ છે શહેરમાં આવેલું ભગવાન શિવનું મંદિર, જેને રામનાથસ્વામી મંદિર કહેવામાં આવે છે. જેનું નિર્માણ 12મી સદીમાં પાંડ્યાન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 1212 સ્તંભો છે.

આદમનો બ્રીજ

આદમનો બ્રીજ

પંબન આઇલેન્ડ અને મન્નાર આઇલેન્ડ વચ્ચે એક લાઇમસ્ટોનની સાંકળ આવેલી છે, જેને આદમનો બ્રીજ કહેવામા આવે છે, બાદમાં તેને રામ સેતુ નામ આપવામાં આવ્યું. ઇતિહાસમાં ડોક્યું કરીએ તો જાણવા મળે છે કે, વાનરો દ્વારા ભગવાન રામ માટે આ બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

પંબન બ્રીજ

પંબન બ્રીજ

આ ભારતનો બીજો સૌથી મોટો દરિયાઇ બ્રીજ છે. આ બ્રીજ ભારતના મુખ્ય ભાગને રામેશ્વરમ સાથે જોડે છે. આ બ્રીજની લંબાઇ 2.3 કમી છે. આ રેલવે બ્રીજને જાહેર જનતા માટે 1914માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

અથીરાકોસામાંગાઇ

અથીરાકોસામાંગાઇ

અથીરાકોસામાંગાઇ, એક મંદિર છે, જે રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તમિળનાડુના લોકો મોટી સંખ્યામાં આ મંદિરના દર્શને આવે છે. આ મંદિરમાં એક લોકપ્રિય માનિકવાસગર ભજનનો ઉલ્લેખ મળે છે. આ મંદિર સુધી પારામક્કુડી અને રમાનાથપુરમથી સારી રીતે પહોંચી શકાય છે.

ધનુષકોડી

ધનુષકોડી

ધનુષકોડી એક ગામ છે, જે રામેશ્વરમ દ્વીપ પર સ્થિત છે. આ ગામ, દ્વીપના દક્ષિણોત્તર ભાગના પૂર્વ ભાગમાં સ્થિત છે. આ ગામ, શ્રીલંકા સ્થિત તલાઇમન્નારથી 31 કિ.મીના અંતેર છે. કહાણીઓ અનુસાર વિભીષણે આ સ્થળે જ ભગવાન રામને સેતુ તોડવા માટે કહ્યું હતુ અને ભગવાન રામે એક જ બાણથી આ સેતુ તોડી નાંખ્યો હતો.

English summary
Rameswaram is the holy abode of the Ramanathaswamy temple that is part of the famous Char Dham Yatra. According to Indian mythology, it was here that Lord Ram spent several days planning the rescue of Sita by building a bridge. Hence, Rameswaram is one of the most revered places by Hindus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X