For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની 10 બેમિસાલ મૂર્તિઓ જે છે સૌથી વિશાળ અને વિરાટ

By Super
|
Google Oneindia Gujarati News

જો તમને ક્યારેક તક મળી હોય અને તમે કલા અને આર્કિટેક્ચરનું અધ્યયન કર્યુ હોય તો તમને જાણવા મળ્યું હશે કે, ઇમારતો, મહેલો, કિલ્લા અથવા તો મૂર્તિઓને તેમના આકાર જ નહીં પરંતુ તેમની કોતરણી અને કલાત્મકતાથી આંકવામા આવે છે અને એ જોવામાં આવે છે કે આખરે કઇ સુંદરતાથી એ વસ્તુને બનાવવામાં આવી છે. આને વાંચ્યા બાદ બની શકે કે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠે કે આખરે અમે તમને શું જણાવવા માગીએ છીએ? સાથે જ કદાચ એ પણ વિચારો કે અચાનક આજે અમે વાસ્તુકલાનું જ્ઞાન કેમ આપી રહ્યાં છીએ? તો તમને જણાવી દીએ કે આજે અમે ભારતની મૂર્તિઓ અંગે જણાવી રહ્યાં છીએ, જે સુંદર અને અદભૂત છે.

ભારત એ દેશ છે જ્યાં વિશ્વના સર્વાધિક હિન્દુ સમુદાયના લોકો વસે છે અને અહીં મંદિરોની સંખ્યા વધારે છે. અહીં વર્ષોથી મૂર્તિઓના માધ્યમથી ભગવાનની પૂજા કરવામાં આવી રહી છે. અહીં રહેતા લોકોને આ મૂર્તિઓ પર અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા છે. તો જો આપણે વિશ્વ માનચિત્ર પર ભારતની વાત કરીએ તો જાણવા મળે છે કે, પોતાની આ જ મોંઘી મૂર્તિઓ અને બેમિસાલ મંદિરોના કારણે આજે ભારતને મંદિરોના દેશના નામથી ઓળખવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ ભારતની 10 બેમિસાલ મૂર્તિઓ અંગે.

વીર અભયા અંજનેયા સ્વામી

વીર અભયા અંજનેયા સ્વામી

135 ફૂટ લાંબી અને વર્ષ 2003માં આંધ્ર પ્રદેશના વિજયવાડામાં સ્થાપિત કરવામાં આવેલી ભગવાન હનુમાનની આ મૂર્તિ વર્તમાન સમયમાં ભારતની સૌથી મોટી મૂર્તિ છે.

 થિરૂવલ્લૂવર પ્રતિમા

થિરૂવલ્લૂવર પ્રતિમા

આ પ્રતિમાં કન્યાકૂમારીનું પ્રમુખ ચિન્હ સ્થાન છે. આ પથ્થરની બનેલી એક વિશાળ પ્રતિમા છે અને પ્રસિદ્ધ સંત અને તમિળ કવિ થિરૂવલ્લૂવરને સમર્પિત છે. થિરૂવલ્લૂવર પ્રતિમાની ઉંચાઇ અંદાજે 133 ફૂટ છે. પ્રતિમાના આધારે તેની ઉંચાઇ લગભગ 38 ફૂટ છે અને આ થિરૂવલ્લૂવર દ્વારા રચિત થિરુકુલાલ પુસ્તકના અરમના 38 અધ્યાયોને દર્શાવે છે.

પદસંભવ

પદસંભવ

પદસંભવનો શાબ્દિક અર્થ હોય છે, કમળમાંથી જન્મેલું, ગુરુ રિંપોચે જેમને બીજા બુદ્ધના નામથી ઓળખવામાં આવે છે, તેમની મૂર્તિ હિમાલયમાં સ્થાપિત છે અને ભારતની અન્ય વિશાળતમ મૂર્તિઓમાની એક છે. આ મૂર્તિની લંબાઇ 123 ફૂટ છે.

મુરૂદેશ્વર સ્થિત ભગવાન શિવની મૂર્તિ

મુરૂદેશ્વર સ્થિત ભગવાન શિવની મૂર્તિ

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત મુરુદેશ્વરમાં ભગવાન શિવની આ મૂર્તિને પણ ભારતની વિશાળ મૂર્તિઓમાં સામેલ કરવામાં આવે છે. આ હિન્દુ ધર્મનું આ એક મહત્વપૂર્ણ સ્થળ છે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ ભગવાન શિવની મૂર્તિની લંબાઇ 122 ફૂટ છે અને તેની પાછળ વિશાળ અરબ સાગર છે.

પદ્મસંભવ, નામચી

પદ્મસંભવ, નામચી

નામચી સ્થિત ગુરુ પદ્મસંભવની આ મૂર્તિ 118 ફૂટની છે. આ સ્થાન બૌદ્ધ ધર્મનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

બસાવાની મૂર્તિ

બસાવાની મૂર્તિ

કર્ણાટકના બિદાર જિલ્લામાં સ્થાપિત બસાવાની આ મૂર્તિ 108 ફૂટ લાંબી છે. બસાવાકલ્યાણામાં સ્થિત આ મૂર્તિ અત્યારસુધી બસાવામા બનેલી તમામ મૂર્તિઓમાં સૌથી વિશાલ છે અને વિશ્વની સૌથી લાંબી મૂર્તિ છે.

માઇંડરોલિંગ મઠ સ્થિત ભગવાન બુદ્ધની મૂર્તિ

માઇંડરોલિંગ મઠ સ્થિત ભગવાન બુદ્ધની મૂર્તિ

ઉત્તરાખંડના દહેરાદૂનમાં સ્થાપિત ભગવાન બુદ્ધની આ મૂર્તિ 107 ફૂંટ ઉંચી મૂર્તિ છે.

જય હનુમાન

જય હનુમાન

મહારાષ્ટ્રના નાંદુરામાં ભગવાન હનુમાનની આ મૂર્તિ હંમેશાથી આવનારા પ્રવાસીઓને પોતાના તરફ આકર્ષિત કરે છે. આ મૂર્તિની ઉંચાઇ 105 ફૂટ છે.

હરની પૌડીમાં શિવની પ્રતિમા

હરની પૌડીમાં શિવની પ્રતિમા

ઉત્તરાખંડ સ્થિત હરિદ્વારના હરની પૌડીમાં સ્થાપિત ભગવાન શિવની આ પ્રતિમા ભારતની સૌથી લાંબી પ્રતિમાં છે. આ પ્રતિમાની લંબાઇ 100 ફૂટ છે. આ મૂર્તિ ભગવાન શિવની ત્રીજી સૌથી લાંબી મૂર્તિ છે.

ચિન્યમય ગણાધીશ

ચિન્યમય ગણાધીશ

ચિન્મય મિશન દ્વારા સ્થાપિત ભગવાન ગણેશની આ મૂર્તિ 85 ફૂટ લાંબી છે. આ મૂર્તિ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છે જે ભગવાન ગણેશની અત્યારસુધીની સૌથી લાંબી મૂર્તિ છે.

English summary
top 10 tallest statues india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X