For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્નીને લઇ જાઓ આ સ્થળે, જીવનભર માનશે તમારો આભાર

|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે, ગોડ્સ ઓન કન્ટ્રી એટલે કે કેરળ આવવાનો કોઇ સમય નથી હતો. તમને જ્યારે ઇચ્છા થાય ત્યારે જાઓ અને અહીંના અલગ-અલગ સ્થળોની સુંદરતા અને અહીંની પ્રકૃતિને માણી શકો છો. આજે કેરળને પ્રવાસનના મામલે વિશ્વ ભરના અમુક ડેસ્ટિશેનમાં સામેલ થવાનું ગૌરવ પ્રાપ્ત છે. આ કહેવું અતિશ્યોક્તિ નહીં હોય કે જો કાશ્મિર બાદ ધરતી પર કોઇને સ્વર્ગનો દરરજો આપવો હોય તો તે દક્ષિણ ભારતનું ગૌરવ કેરળ હશે.

જો કેરળના સૌથી લોકપ્રિય અને સુંદર ડેસ્ટિનેશનની પસંદગીની વાત હોય તો એ એક મુશ્કેલ અને ઘણો જ અઘરો પ્રશ્ન હશે કારણ કે કેરળમાં કોઇ એવું સ્થળ નથી જે બીજા સ્થળ કરતા ઉતરતુ આવતું હોય. ક્યાંકની ખાણી પીણી પ્રસિદ્ધ છે તો ક્યાંકની પ્રાકૃતિક સુંદરતા, કોઇ પોતાના બીચો પર ઇતરાય છે તો કોઇ પોતાની હોટલ અને રિસોર્ટ પર ગર્વ કરતું જોવા મળે છે. આ જ ક્રમમાં આજે અમે અહીં તસવીરો થકી કેરળના સુંદર ડેસ્ટિનેશન મુન્નાર અંગે તમને અવગત કરાવીશુ.

મુન્નાર એક અવિશ્વસનીય, શાનદાર અને અતિ આકર્ષક મનને લલચાવનારું હિલ સ્ટેશન છે, જે કેરળના ઇડુક્કી જિલ્લામાં સ્થિત છે. પર્વતોના ઘેરાવદાર વિસ્તારમાં આવેલું આ હિલ સ્ટેશન પશ્ચિમી ઘાટ પર સ્થિત સૌથી સુદંર હિલ સ્ટેશનોમાનું એક છે. તમને જણાવી દઇએ કે મુન્નાર એક મલ્યાલમ શબ્દ છે, જેનો અર્થ થાય છે, ત્રણ નદીઓનો સંગમ અહીં તમને ત્રણ નદીઓ મધુરપુજહા, નલ્લાથન્ની અને કુંડાલી એક જ સ્થળ પર જોવા મળશે. દક્ષિણ ભારતના એક અન્ય લોકપ્રિય રાજ્ય તમિળનાડુની નજીક હોવાના કારણે અહીં આવ્યા બાદ તમે એક સાથે બે રાજ્યોની મળતી આવતી સંસ્કૃતિનો આનંદ લઇ શકો છો.

મુન્નાર, એ તમામ લોકોને ફરવા માટે અનેક વિકલ્પ પ્રદાન કરે છે, જે અહીં પોતાની ખાસ રજાઓ ગાળવા આવે છે. મુન્નારના પ્રવાસન સ્થળોની મુલાકાત ઘણો જ સુખદ અનુભવ પ્રદાન કરે છે, ખાસ કરીને અહીંના સારા અને સુખદાયક હવામાનના કારણે. બાઇકર્સ અને ટ્રેકર્સ આ સ્થળને એડવેન્ચર ગેમ્સ માટે સ્વર્ગ માને છે, તેથી અહીં મોટી સંખ્યામાં બાઇકર્સ અને ટ્રેકિંગ ટ્રેલ્સના શૌખિન લોકો આવે છે.

પ્રવાસી અહીં દૂર દૂર સુધી ફેલાયેલા મખમલી ઘાસના મેદાનો અને વૃક્ષોની કતારોમાં સહેલાયથી વિહરી કે પછી વિચરી શકે છે. અહીંના પક્ષીઓને જોવા પણ એક ઘણી જ લોકપ્રિય ગતિવિધિ છે, કારણ કે આ ક્ષેત્ર અનેક પ્રકારના દુર્લભ પ્રજાતિઓનું ઘર પણ છે.

દેવીકુલમ

દેવીકુલમ

ભગવાનનું પોતાનું ઘર, કેરળમાં સ્થિત પર્વતીય સ્થળ દેવીકુલમ પોતાના સુરમ્ય પ્રાકૃતિક પરિદ્રશ્ય માટે પ્રસિદ્ધ છે. મખમલી હરી દૂબના મેદાનોથી ઘેરાયેલા સંકરી પર્વતો અને અણીદાર ચટ્ટાણો વચ્ચેથી પડતા ખળ-ખળ કરીને વહેતા ઝરણા તમને સુંદર વાતાવારણનો આનંદ આપે છે. દેવીકુલમ, ઇડુક્કી જિલ્લામાં મુન્નારથી 7 કિમી દૂર છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક મનપસંદ સ્થળ છે, કારણ કે, અહીં વિભિન્ન વનસ્પતિઓ અને જીવને જોવાનો લુત્ફ ઉઠાવી શકો છો સાથોસાથ તેમનું અધ્યયન પણ કરી શકો છો. દેવીકુલમ ટ્રેકર્સ માટે પણ મનપસંદ સ્થળ છે અને બાગાનો તથા લાલ ગોંદના ઝાડની મધ્યમાં ભ્રમણ ખરા અર્થમાં એક અદભૂત અનુભવ પ્રદાન કરે છે.

મટ્ટુપેટ્ટી

મટ્ટુપેટ્ટી

મુન્નારથી 13 કિમી દૂર સુર સમુદ્ર તટથી 1700 મીટર ઉપર મટ્ટુપેટ્ટી અહીં સ્થિત અન્ય એક સુંદર સ્થળ છે. જ્યારે તમે મુન્નારની યાત્રા પર હોવ તો તમે મટ્ટુપેટ્ટી અવશ્ય જાઓ. મટ્ટુપેટ્ટી ઝીલ અને મટ્ટુપેટ્ટી બાંધ અહીંના અન્ય લોકપ્રીય પ્રવાસન સ્થળો છે.

રાજમાલા

રાજમાલા

મુન્નારથી 15 કિમી દૂર રાજમાલા અહીંનુ એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે. અઙીં આવીને તમે નીલગિરિ તહરને સહેલાયથી વિચરણ કરતી જોઇ શકો છો. જણાવવામાં આવે છે. કે વિશ્વના અડધા ઉપરના તહર આ પ્રદેશમાં રહે છે. અહીં આવીને તમે એક સાથે અને સારી વસ્તુઓનો આનંદ લઇ શકો છો.

ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ મુન્નારથી 15 કિમી દૂર પાર્ટ સ્થિત છે. જોરથી બૂમ પાડીને આવાજને પુનઃ સાંભળવા અહીં આવતા પ્રવાસીઓમાં પ્રમુખ આકર્ષણ છે. આ સ્થળ ઘણુ જ સુંદર છે, જે કોઇનું પણ મન મોહી લે છે.

એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન

એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન

એરાવિકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન, મુન્નાર નજીક છે, જે પશ્ચિમ ઘાટના 97 વર્ગ કિમી સાથે આ ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ પાર્ક, ભારતના નંબર વન જૈવ વિવિધ ક્ષેત્રના રૂપમાં સૂચીબદ્ધ છે, જે જંગલ અને વન્યજીવન વિભાગના પ્રશાસનને આધીન આવે છે. જૈવ વિવિધતાઓથી ભરેલા આ ક્ષેત્રને નીલગિરિ તહરના પ્રાકૃતિક આવાસના રૂપમાં પણ માનવામાં આવે છે.

અનારિયંકલ

અનારિયંકલ

મુન્નારથી 27 કિમી દૂર અનાયિરંકલ ચા અને તેના બગીચાઓ માટે જાણીતુ છે. અનાયિરંકલ બાંઘ અહીનું બીજુ પ્રવાસન આકર્ષણ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી આવે છે.

મુન્નારની આસપાસ ટ્રેકિંગ ટ્રેલ્સ

મુન્નારની આસપાસ ટ્રેકિંગ ટ્રેલ્સ

મુન્નાર માત્ર પ્રાકૃતિક સુંદરતા માટે જ જાણીતું નથી, અહીં સુંદરતા ઉપરાંત ઘણું બધુ છે. જો તમે રોમાંચ માણવા માગો છો તો, અહીં એકવાર ટ્રેકિંગ કરવા માટે જરૂરથી આવો. મુન્નારથી 10 કિમી દૂર શાનદાર ટ્રેકિંગ ડેસ્ટિનેશન છે, જેમાં પોથામેડુ, લોક હાર્ટ ગેપ જેવા ટ્રેકિંગ ડેસ્ટિનેશન આવે છે.

English summary
travel munnar this season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X