ઓબામાને ઝેરી પત્ર આપવામાં અમેરિકન અભિનેત્રીની સંડોવણી

barack obama
વોશિંગ્ટન, 30 જૂન : અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને કોઇએ ગયા મહીને કેમિકલયુક્ત ઝેરી લેટર મોકલ્યો હતો, જેના આરોપમાં એક અમેરિકન અભિનેત્રીને આરોપી બનાવવામાં આવી છે.

અમેરિકન સમાચાર પત્ર 'હ્યુસ્ટન ક્રોનિકલ'ના અનુસાર ટેક્સાસની 35 વર્ષિય અભિનેત્રી શૈનન ગેસ રિચર્ડસન પર સંઘીય સરકારે બે આરોપ લગાવ્યા છે. એક રાષ્ટ્રપતિને ધમકીભર્યો પત્ર મોકલવા અને રાષ્ટ્રપતિનો જીવ જોખમમાં મૂકવાનો આરોપનો સમાવેશ થાય છે. રિચર્ડસન ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલમાં શૈનન ગેસના નામથી કામ કરી ચૂકી છે.

તેમણે 'ધી વૈમ્પાયર ડાયરિઝ' અને 'ધી વોકિંગ ડેડ' જેવા ટીવી કાર્યક્રમોમાં નાની નાની ભૂમિકાઓ પણ છે. આ ઉપરાંત રિચર્ડસને ફિલ્મ 'ધી બ્લાઇન્ડ સાઇડ'માં પણ નાની ભૂમિકા નિભાવી છે.

સંઘીય સરકારના અહેવાલ અનુસાર રિચર્ડસને કથિત રીતે ન માત્ર વ્હાઇટ હાઉસને, બલકે ન્યૂયોર્ક સિટીના મેયર માઇકલ બ્લૂમબર્ગ અને તેમના વોશિંગ્ટન બંદૂક નિયંત્રક સંગઠનને પણ કેમિકલયુક્ત ઝેરી પત્રો મોકલ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X