For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રોન બન્યો છે ચિંતાનો વિષય, જાણો કન્ફ્યુઝન અને હકીકત

કોરોના વાયરસના નવા પ્રકારોને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું પહેલાથી અસ્તિત્વમાં રહેલી રસી કોરોનાના નવા વેરિયન્ટ સામે પણ કામ કરશે કે પછી આ માટે નવી રસી બનાવવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના નવા પ્રકારોને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શું પહેલાથી અસ્તિત્વમાં રહેલી રસી કોરોનાના નવા વેરિયન્ટ સામે પણ કામ કરશે કે પછી આ માટે નવી રસી બનાવવાની જરૂર છે. ફાર્મા કંપની મોડર્ના ઇન્ક.એ જણાવ્યું છે કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ સામે લડવા માટે નવી રસી જો જરૂરી હોય તો 2022 ની શરૂઆતમાં તૈયાર થઈ શકે છે.

Omicron

આવી પરિસ્થિતિમાં જ્યારે કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન જૂના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે અને એવી ચિંતા છે કે વર્તમાન કોરોના વેક્સિન તેની સામે અસર ન કરે, ત્યારે મોડર્ના ઇન્કનું આ નિવેદન થોડો આરામ આપનારૂ છે. જો જરૂર પડે તો તે 2022 ની શરૂઆતમાં આની રસી બનાવી શકાય છે.

અધિકૃત અને વિશ્વસનીય કહી શકાય એવા અનેક સ્રોતમાંથી થોડીઘણી માહિતીઓમાં WHO એ બહાર પાડેલી ઓફિસિયલ અપડેટથી લઈને SARS CoV 2નું જીનોમિક સિક્વન્સિંગ કરી રહેલા અનેક વૈજ્ઞાનિકોના અવલોકનોના આધારે કહી શકાય છે.

આ અંગે સોશિયલ મીડિયા પર ડોક્ટર નિર્મિત ઓઝા દ્વારા મહત્વની વાતો જણાવવામાં આવી હતી. જે આ મુજબ છે. સારી બાબત એ છે કે, ડોક્ટર નિર્મિત ઓઝાની આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને લોકોના ઓમિક્રોન અંગે જાગૃત કરી રહી છે.

કઇ રીતે શરૂ થયું ઓમિક્રોનનું સંકટ?

26 નવેમ્બર, 2021ના દિવસે કોરોના વાઈરસના વેરિયન્ટ B.1.1.529 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ 'Variant of Concern' જાહેર કરીને 'Omicron' નામ આપ્યું હતું.

શા માટે વેરિયન્ટ ઓફ કન્સર્ન'?

સાઉથ આફ્રિકાના એલર્ટ વૈજ્ઞાનિકોએ જીનોમિક સિક્વન્સિંગ દ્વારા કોરોના વાયરસનો એક એવો વેરિયન્ટ (એટલે કે મૂળ વાયરસનો કાકાનો દીકરો ભાઈ) શોધી કાઢ્યો, જેમાં ખૂબ બધા (પચાસથી વધારે) મ્યુટેશન્સ (ફેરફારો) હતા. SARS CoV 2 ના અત્યાર સુધીમાં જેટલા વેરિયન્ટ્સ (પિતરાઈ ભાઈઓ) છે, એમાં ઓમિક્રોન વેરિયન્ટમાં સૌથી વધારે મ્યુટેશન્સ છે. ખાસ કરીને એમાં ૩૦ થી વધારે મ્યુટેશન્સ તો એના સ્પાઈક પ્રોટિન્સમાં છે (વાયરસની સપાટી પર દેખાતા કાંટા), જે પ્રોટિન્સની મદદથી વાયરસ મનુષ્ય શરીરના કોષોમાં પ્રવેશ મેળવે છે. આ એ જ સ્પાઈક પ્રોટિન્સ છે, જે મોટાભાગની વેક્સિન્સનો ટાર્ગેટ હોય છે.

મૂળ વાયરસની રચના કરતા અત્યાર સુધી સૌથી અલગ કરતા (એટલે કે મ્યુટેશન્સ ધરાવતા) આ વેરિઅન્ટનો સ્વભાવ અને તેની મનુષ્ય પર થતી અસરો 'અજાણી, અનિશ્ચિત અને અણધારી' હોવાને કારણે WHO દ્વારા તેને 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' કહેવામાં આવ્યું છે.

કેમ આપવામાં આવ્યું 'ઓમિક્રોન' નામ?

'ઓમિક્રોન' એ ગ્રીક આલ્ફાબેટનો પંદરમો અક્ષર છે. અલગ અલગ વેરિયન્ટના નામકરણમાં WHOએ અત્યાર સુધી ગ્રીક આલ્ફાબેટના 12 અક્ષરો તો વાપરી નાંખ્યા છે. જેમકે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ રીતે બારમા અક્ષર 'મ્યુ' સુધી 12 અક્ષરો છે. હવે તકલીફ ત્યાં થઈ કે, તેરમો અક્ષર 'Nu' (ન્યુ) છે. એટલે નવા વેરિયન્ટને 'Nu' નામ આપે, તો એ 'New' સાથે કન્ફ્યુઝન થાય. એટલે એ તેરમા અક્ષરને ગણતરીમાં લીધો ન હતો.

હવે ચૌદમો અક્ષર Xi (ઝાઈ કે ઝી) છે, પણ વેરિયન્ટને એ નામે તો બિલકુલ ન બોલાવાય કારણ કે, એ તો ચીનમાં કેટલા બધા લોકોની અટક છે (ચીનના રાષ્ટ્રપતિની અટક પણ Xi છે). એટલે આવા વિવાદમાં પડવાને બદલે WHO તેરમો અને ચૌદમો અક્ષર પસંદ કર્યો ન હતો, અને પંદરમાં લેટર ઓમિક્રોન પરથી વેરિયન્ટને નામ આપી દીધું 'Omicron'.

આપણા માટે મહત્વ માહિતી કઇ છે?

1 શું અત્યારે RT-PCR અને RAT દ્વારા આ વેરિયન્ટનું ડિટેક્શન થઈ શકે છે ?

જવાબ - હા આ વેરિન્ટનું RT-PCR અને RAT દ્વારા આ વેરિયન્ટનું ડિટેક્શન થઈ શકે છે.

2. શું એ વધારે ચેપી (transmissible) છે? એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે?

જવાબ - સ્વામીનાથને કહ્યું કે આ વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીએ વધુ સંક્રામક હોય શકે છે. જો કે હજી સુધી સત્તાવાર રૂપે કંઈપણ કહી ના શકાય. તેમણે કહ્યું કે, આપણે થોડા દિવસોમાં આ સ્ટ્રેન વિશે વધુ જાણી શકીશું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 'Omicron'ને 'variant of concern' ગણાવ્યો છે. જે કોવિડના પાછલા વેરિયન્ટની સરખામણીએ વધુ સંક્રામક હોય શકે છે. જો કે નિષ્ણાંતોને હજી માલૂમ નથી પડ્યું કે આ અન્ય વેરિયન્ટ્સની સરખામણીએ વધુ કે ઓછો ગંભીર કોવિડ 19નું કારણ બનશે.

3. વેક્સિન લીધી હોય તો આ વેરિયન્ટ સામે બચી શકાય ?

જવાબ : કોવિડશિલ્ડનું ઉત્પાદન કરતી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વડા અદાર પૂનાવાલા કહ્યું કે, ઓમિક્રોન વધુ ગંભીર છે કે નહીં તે અત્યારે કહી શકાય તેમ નથી. ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને બૂસ્ટર ડોઝ શક્ય છે, જો કે સરકારનું ધ્યાન હાલમાં કોરોના રસીના બંને ડોઝ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઓમિક્રોન પર કોવિશિલ્ડની અસર પર પણ અભ્યાસ ચાલી રહ્યો છે અને આપણે થોડા અઠવાડિયા રાહ જોવી જોઈએ.

પૂનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો પણ તેમનું સંશોધન ચાલુ રાખી રહ્યા છે અને તેમના તારણોના આધારે અમે એક નવી રસી લાવી શકીએ છીએ, જે આગામી છ મહિનામાં બૂસ્ટર ડોઝ તરીકે રજૂ કરી શકાય છે. સંશોધનના આધારે, અમે દરેક માટે ત્રીજા અને ચોથા ડોઝ વિશે જાણી શકીશું. તેમણે ઉમેર્યું કે આનો અર્થ એ નથી કે ઓમિક્રોન માટે રસીના ચોક્કસ સંસ્કરણની જરૂર પડશે.

4. એકવાર કોરોના સંક્રમિત થઈ ગયા હોય, તો પણ આ નવો વેરિયન્ટ આપણને સંક્રમિત કરી શકે ?

જવાબ - હજૂ બે અઠવાડિયા પહેલા તો આ ઓમિક્રોમ વેરિયન્ટ વિશે જાણ થઈ પણ આવનારા વિશ્વભરના વૈજ્ઞાનિકો અને WHOના સૌજન્યથી બે થી ત્રણ અઠવાડિયામાં આપણને ઓમિક્રોનના વર્તન અને વ્યવહાર વિશે ઘણી વધારે માહિતી મળી જશે.

5. શું આ વેરિયન્ટથી વધારે ગંભીર કે જીવલેણ બીમારી થશે ?

જવાબ - વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, કોવિડ-10નો નવો વેરિયન્ટ 'Omicron' ભારતમાં કોરોનાની આગલી લહેરનું કારણ બની શકે છે. ડૉ સ્વામીનાથને એનડીટીવી સાથે વાત કરી હતી અને તેમણે દરેક સાવધાની વરતવા અને માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરીયાત પર ભાર આપ્યો અને કહ્યું કે માસ્ક તમારા ખિસ્સામાં રાખેલ વેક્સીન છે, જે વિશેષ રૂપે ઈનડોર સેટિંગ્સમાં વધુ પ્રભાવી છે.

સ્વામીનાથને કહ્યું કે, 'Omicron'થી લડવા માટે વિજ્ઞાન આધારિત રણનીતિની જરૂરત છે. તેમણે કહ્યું કે તમામ વયોસ્કોનું પૂર્ણ રસીકરણ, સામૂહિક સમારોહથી બચવું, વ્યાપક જીનોમ સિક્વેંસિંગ, મામલામાં કોઈપણ અસામાન્ય વધારા બાબતે દેખરેખ રાખવી, જે 'Omicron' સામે લડવા માટે વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલા અમુક સૂચનો છે, જેનાથી ચિંતા ઘટી શકે છે.

આના ઉદ્ભવે ચિંતા વધારી દીધી છે. પાછલા બે વર્ષથી મહામારીને કારણે અટકેલ આર્થિક સુધાર ફરી એકવાર પાટા પરથી ઉતરી શકે છે કેમ કે આ વેરિયન્ટની ચિંતાએ દુનિયાભરના દેશોમાં યાત્રા પ્રતિબંધોની એક નવી લહેર અને નાણાકીય બજારોમાં બિકવાલીનો ડર પેદા કરી દીધો છે. સ્વામીનાથને અન્ય કોવિડ વેરિયન્ટ્સ સાથે 'Omicron'ની સરખામણી વિશે કહ્યુ્ં કે નવા વેરિયન્ટની વિશેષતાઓ જાણવા માટે અમારે હજી વધુ સ્ટડી કરવાની જરૂર છે.

ઉપરના જવાબો WHO દ્વારા આપવામાં આવ્યા છે. કારણ કે, અત્યારે ડેટા અવેલેબલ નથી. અત્યારે આપણે ઓમિક્રોન વિશે એટલા માટે વધુ નથી જાણી શકતા, કારણકે આ એની 'ડેબ્યુ મેચ' છે. હજૂ તો હમણા જ તેનું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આગમન થયું છે. ટૂંકમાં સૌથી અગત્યના અને મૂલ્યવાન કહી શકાય એવા આ વેરિયન્ટ સંબંધિત ડેટાનો આપણી પાસે સદંતર અભાવ છે.

વિશ્વભરના રિસર્ચર્સ અને WHOની ટીમ ઓમિક્રોન પર અભ્યાસ કરી રહી છે. અત્યાર સુધીના કેસ સ્ટડિઝ, જીનોમિક સિકવન્સિંગ અને ઓમિક્રોન રિલેટેડ ડેટા મેળવવાની ઉતાવળ અને જરૂરિયાત આપણી કરતા એ લોકોને અનેક ગણી વધારે છે.

હાલ આ વેરિયન્ટથી બચવા માટે જે કોવિડ નિયમોનું પાલન અત્યાર સુધી કરતા આવ્યા છીએ, એવ જ ગાઇડલાઇન્સને પૂરી પ્રામાણિકતાથી પાલન કરવાનું છે.

ઉલ્લેખીય છે કે, કોરોનાના નવા પ્રકાર Omicronને કારણે વધી રહેલી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારના રોજ વિદેશથી ભારત આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે 1 ડિસેમ્બર (બુધવાર) થી અમલમાં આવશે. SARS- CoV-2 (B.1.1.1.529; Omicron) વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને વર્તમાન માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે.

English summary
Why omicron is variant of concern? Read interesting facts in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X