• search
keyboard_backspace

world tourism day 2021 : વિશ્વ પ્રવાસન દિવસની થીમ, ઇતિહાસ અને મહત્વ

Google Oneindia Gujarati News

World Tourism Day 2021 : વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ પ્રવાસન દિવસ 2021ની થીમ 'સમાવેશી વિકાસ માટે પ્રવાસન' તરીકે રાખવામાં આવ્યો છે. કોરોનાવાયરસની મહામારીએ વિશ્વ પ્રવાસનને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવાનો હેતુ વૈશ્વિક વિકાસ અને સાંસ્કૃતિક જ્ઞાનના સાધન તરીકે પ્રવાસનનું વૈશ્વિક મહત્વ પ્રકાશિત કરવાનો છે. તેમાં કોઈ શંકા નથી કે, સમગ્ર વિશ્વના દેશો જે નાના હોય તે મોટા તેમના આર્થિક અસ્તિત્વ માટે અને તેમના સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય મૂલ્યોને ઉજાગર કરવા માટે કોઈ ને કોઈ રીતે પ્રવાસન પર આધાર રાખે છે. પ્રવાસન અને ટકાઉ વિકાસમાં તેના સંભવિત યોગદાન વિશે જાગૃતિ લાવવાની આ એક અનોખી તક છે.

વિશ્વ પ્રવાસન દિવસ 2021 થીમ

સમાવેશી વિકાસ માટે પ્રવાસન

વિશ્વ પ્રવાસન દિવસ 2020 થીમ

પ્રવાસન અને ગ્રામીણ વિકાસ

વિશ્વ પ્રવાસન દિવસ 2019 થીમ

પ્રવાસન અને રોજગારી : દરેક માટે સારું ભવિષ્ય

વિશ્વ પ્રવાસન દિવસ 2018 થીમ

પર્યટન અને સાંસ્કૃતિક સંરક્ષણ

વિશ્વ પ્રવાસન દિવસ 2017 થીમ

ટકાઉ પ્રવાસન - વિકાસ માટે એક સાધન

આ વર્ષની થીમ ખાસ કરીને યુવાનો અને મહિલાઓ માટે વધુ અને વધુ સારી નોકરીઓ ઉભી કરવા પર કેન્દ્રિત છે. કાર્ય માટે બનાવેલી તકનો ઉલ્લેખ ટકાઉ વિકાસ લક્ષ્ય 8 માં પણ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીમાં ચાલી રહેલી પ્રગતિઓને પ્રતિબિંબિત કરવા અને સમાવવા માટે નવી નીતિઓ તૈયાર કરવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યોમાં દર્શાવેલા પડકારો અને પર્યટન ઉદ્યોગ આ પડકારોનો સામનો કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે, તેના પર ધ્યાન દોરવા માટે ભારતની રાજધાની દિલ્હીમાં આ કાર્યક્રમ યોજાશે.

વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) અનુસાર વધુ ટકાઉ અને જવાબદાર પ્રવાસન ક્ષેત્ર સાથે ટકાઉ વિકાસને પહોંચી વળવાના પડકારના ઉકેલનો એક ભાગ ડિજિટલ પ્રગતિ અને નવીનતા છે.

સાંસ્કૃતિક જ્ઞાન અને જાગૃતિને પ્રોત્સાહન આપવા, વિશ્વ ધરોહરનું રક્ષણ કરવા માટે જરૂરી સાધનો અને જાહેર અભિપ્રાય સહાયતા પ્રદાન કરવા માટે પ્રવાસન મહત્વની ભૂમિકા ભજવે છે. World Tourism Day ની મુખ્ય ભૂમિકા વૈશ્વિક વિકાસ અને સાંસ્કૃતિક જ્ઞાનના સાધન તરીકે પર્યટનના વૈશ્વિક મહત્વને પ્રકાશિત કરવાની છે. યુરોપિયન કાઉન્સિલ ઓન ટુરિઝમ એન્ડ ટ્રેડ અનુસાર પર્યટન એ વિશ્વનો સૌથી મોટો શિક્ષક છે.

world tourism day : ઇતિહાસ

ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ઓફિશિયલ ટ્રાવેલ ઓર્ગેનાઇઝેશન (IUOTO) દ્વારા 27 સપ્ટેમ્બર, 1970 ના રોજ મેક્સિકો સિટીમાં એક ખાસ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ પ્રવાસન સંગઠનનું મોડેલ અપનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ UNWTO એ સપ્ટેમ્બર 1979 ના અંતમાં વિશ્વ પ્રવાસન દિવસની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. તે પ્રથમ 27 સપ્ટેમ્બર, 1980 ના રોજ ઉજવવામાં આવી હતી.

શું તમે જાણો છો કે, 27 સપ્ટેમ્બરને વિશ્વ પર્યટન દિવસ માટે કેમ પસંદ કરવામાં આવે છે. કારણ કે, આ તારીખ વિશ્વ પર્યટનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, એટલે કે 27 સપ્ટેમ્બર, 1970 ના રોજ UNWTO ના નિયમો અપનાવવાની વર્ષગાંઠ છે. આ ઉપરાંત UNWTO અનુસાર આ તારીખ World Tourism Day માટે યોગ્ય છે. કારણ કે, તે ઉત્તરી ગોળાર્ધમાં ઉચ્ચ પ્રવાસી મોસમનો અંત અને દક્ષિણ ગોળાર્ધમાં પ્રવાસન મોસમની શરૂઆત છે. દર વર્ષે આ દિવસ અલગ અલગ થીમ સાથે સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

World Tourism Day : મહત્વ

વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં પ્રવાસનનું મહત્વ વધારવું અને સામાન્ય લોકોને બતાવવું છે કે, પ્રવાસન માત્ર દેશ અથવા પ્રદેશના આર્થિક મૂલ્યોને અસર કરે છે. આ સાથે સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મૂલ્યોને પણ અસર કરે છે.

ઇસ્તાંબુલ, તુર્કીમાં વિશ્વ પ્રવાસન દિવસ, 1997 ના ઓક્ટોબર સેશનમાં યુનાઇટેડ નેશન્સની વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જનરલ એસેમ્બલીએ વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી દરમિયાન સહભાગી તરીકે કામ કરવા માટે દર વર્ષે એક યજમાન દેશને નામાંકિત કરવાનું નક્કી કર્યું હતું. World Tourism Day 2019ની ઉજવણી ભારતના દિલ્હીમાં કરવામાં આવી હતી. ભારત તેની ભૌગોલિક સુવિધાઓને કારણે પ્રથમ વખત વિશ્વ પ્રવાસન દિવસનું આયોજન કર્યું હતું.

ભારત તેની વિવિધતા માટે પ્રખ્યાત છે. આથી, તે પ્રવાસીઓને વિવિધ ભોજન, એડવેન્ચર સ્પોટ, ઇતિહાસ, સંગીતના સ્વરૂપો, ભાષાઓ વગેરેથી આકર્ષી શકે છે.

UNWTOએ નવીનતાની તકો પૂરી પાડવા અને ભવિષ્યની નોકરીઓ બનાવવા માટે પ્રવાસન અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રદર્શનો દરમિયાન લોકોને વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે આપણા વારસાના મહત્વ વિશે શીખવવામાં આવે છે, તેની ખાતરી કરીને આપણી વારસો અને સંસ્કૃતિને સાચવી શકાય છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું રક્ષણ કરવું એ પણ ખુબ જ અગત્યનું છે.

World Tourism Day વિવિધ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, મ્યૂઝિયમ અને અન્ય સાંસ્કૃતિક સ્થળો પ્રવાસીઓને આકર્ષવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે મફત પ્રવેશ આપે છે, અથવા તો પ્રવેશ ટિકિટ ફીમાં ઘટાડો કરે છે.

આપણે એ હકીકતને અવગણી શકીએ નહીં કે, પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષક અને નવા સ્થળોના નિર્માણને કારણે સમગ્ર વિશ્વમાં પ્રવાસન સતત વિકસતું અને વિકાસશીલ આર્થિક ક્ષેત્ર બની ગયું છે. તેથી હવે તે વિકાસશીલ દેશો માટે આવકનો મુખ્ય સ્રોત બની ગયો છે.

English summary
World Tourism Day is celebrated on September 27 every year. The theme of World Tourism Day 2021 is 'Tourism for Inclusive Development'. The coronavirus epidemic has taken a heavy toll on world tourism.
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X