For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સ્ટડીનો દાવો ભારતમાં ચોમાસાએ બદલ દિધા છે પોતાના રંગ ઢંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

monsoon
નવી દિલ્હી, 25 જૂન: આખા દેશમાં ચોમાસું નબળુ પડવાના અને વરસાદ ન થવાથી પરેશાન છે. ઉત્તર ભારતના ખેડૂતો તો એ વાતને લઇને ચિંતિત છે કે જો વરસાદ થયો તો તેમનું શું થશે. આ દરમિયાન એક એવા સમાચાર આવ્યા છે કે જેથી પરેશાની વધવી વાજબી હતી.

ચોમાસાની સિઝન જે દેશમાં 80 ટકા વરસાદ માટે જવાબદાર છે અને જેના પર દેશનો કૃષિ ક્ષેત્ર સંપૂર્ણ પણે નિર્ભર છે, હવે તેમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. એક નવા સ્ટડીનું માનીએ તો વર્ષ 1980થી 2011 ચોમાસું સરેરાશ વરસાદમાં ઘટાડો નોંઘાયો છે.

આ સ્ટડી સ્ટેનફોર્ડ વુડ્સ ઇન્સ્ટીટ્યૂટ ફૉર એનવાયરમેન્ટ તરફથી કરાવવામાં આવ્યો. તાજેતરમાં જ આ સ્ટડીને નેચર ક્લાઇમેટ ચેન્જ નામની મેગેજીનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સ્ટડીમાં એ વાતનો ઉલ્લેખ પણ છે કે ભારતમાં હવા અને ભેજના લીધે હવામાન ક્યારે શુષ્ક થતું રહે છે.

ગત 60 વર્ષો દરમિયાન દેશમાં ચોમાસા દરમિયાન વરસાદ પર નજર રાખ્યા બાદ અધ્યયનકર્તાઓએ ચેતાવણી આપી છે કે ભારતના લોકોને આગામી દિવસોમાં વધુ ગરમ હવામાનનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

આ સ્ટડીમાં શોધકર્તાઓને જાણવા મળ્યું કે ભારતમાં ચોમાસા દરમિયાન ઘણા ફેરફાર નોંધવામાં આવે છે જેમાં દેશ વરસાદ અને ઓછા વરસાદના અંતરાલમાં થનાર પરિવર્તન પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

આ પરિવર્તનોના કારણે હવામાન ક્યારેક વધુ શુષ્ક થઇ જાય તો ક્યારેક એકદમ સુકાની સ્થિતી ઉદભવે છે. આ પરિવર્તનોની સૌથી વધુ અસર ખેતરો, જળ સંશાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ તંત્ર પર પડે છે. સ્ટડીમાં આ વાત કહેવામાં આવી છે કે જુલાઇથી ઓગષ્ટ વચ્ચે થનાર વરસાદમાં ખૂબ ઘટાડો આવ્યો છે.

દક્ષિણ એશિયામાં વર્ષ 1980થી અત્યારસુધી ચોમાસુ અને વરસાદની પેટર્ન પર નજર રાખવા માટે કરવામાં આવેલા આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આગામી દિવસોમાં ગરમી વધશે મોનસુન પેટર્નમાં આવેલા ફેરફાર તેનો સ્પષ્ટ ઇશારો કરે છે.

English summary
A new study by Stanford university warns India for extreme weather conditions as monsoon pattern of India has been changed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X