અમૂલની નવી પહેલ, પશુપાલકોની મદદ માટે સરલાબેન AI આસિસ્ટન્ટ લોન્ચ કરાયુ
ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકો માટે અમૂલ દ્વારા 'અમૂલ AI' પ્લેટફોર્મ હેઠળ 'સરલાબેન' નામનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું છે, જે રાજ્યના હજારો ગામડાઓના પશુપાલકોને હવે ચોવીસ કલાક ડિજિટલ માર્ગદર્શન પૂરું પાડશે.

આ પ્લેટફોર્મ ગુજરાતના 18,500 થી વધુ ગામડાઓમાં ફેલાયેલા 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સેવા આપશે, જેમાં મહિલા પશુપાલકોની સંખ્યા સૌથી વિશેષ છે.
અમૂલનું આ AI આસિસ્ટન્ટ પશુઓના સ્વાસ્થ્ય, રસીકરણ, ખોરાક અને સંવર્ધન જેવી પશુપાલનને લગતી તમામ પાયાની માહિતી ખેડૂતોને આંગળીના ટેરવે આપવાનું કામ કરશે.
આ સિસ્ટમને તૈયાર કરવા માટે ઇસરો (ISRO) ના સેટેલાઇટ ડેટા અને અમૂલના પાંચ દાયકા જૂના ડેટા સેટનો ઉપયોગ કરીને સચોટ માર્ગદર્શન તૈયાર કરવામાં આવ્યું છે.
'સરલાબેન' આસિસ્ટન્ટ પશુપાલકો સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરશે, જેથી સામાન્ય ખેડૂતો પણ પોતાની સમસ્યાઓનું સમાધાન ખૂબ જ સરળતાથી અને ઝડપથી મેળવી શકશે.
ખેડૂતો અમૂલ ફાર્મર એપ દ્વારા અથવા વોઈસ કોલની મદદથી પશુઓની સારવાર અને સરકારી યોજનાઓની લેટેસ્ટ માહિતી મેળવીને પોતાનો ડેરી વ્યવસાય વધુ સદ્ધર બનાવી શકશે.












Click it and Unblock the Notifications
