ખેતી સમાચાર : કોઈપણ ખેડૂતને મળી શકે છે સરકારની આ 10 લાખ રૂપિયાની સહાયનો લાભ, બસ કરવુ પડશે આ કામ
સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે. આવી જ એક યોજના ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે ચલાવી રહી છે.
હવે સરકાર એવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે જે તેમના પાકોનું મુલ્યવર્ધન કરીને સીધા ગ્રાહકોને પહોંચાડે. સરકાર આવા ખેડૂતોને સહાય આપે છે અને પ્રોત્સાહન આપે છે.

પોષણક્ષણ ભાવ ન મળવાને કારણે ઘણી વખત ખેડૂતોને તેમનો મોંઘો માલ સસ્તામાં માર્કેટ યાર્ડમાં વેચી દેવો પડે છે. ખેડૂતોને આમાંથી છુટકારો મળે તે માટે સરકારે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના અમલમાં મુકી છે.
આ યોજનાનો હેતુ ખેડૂતોને મુલ્યવર્ધન કરતા કરવાનો છે. મૂલ્ય વર્ધક યુનિટોની સ્થાપ્ના થવાથી રોજગારીની તકો પણ વધારી શકાય છે. આ બનાવટો નિકાસ કરી વિદેશી હુંડીયામણ કમાઈ શકાય છે.
ગુજરાત સરકાર દ્વારા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ આધારિત પાક મૂલ્ય વૃદ્ધિ યુનિટની સ્થાપના માટે આ સહાય આપવામાં આવે છે.
આ યોજનામાં ખેડૂતોને મશીનરીની કિંમતા 50 ટકા મુજબ મહત્તમ 10 લાખ સુધીના નાણાકીય સહાય મળે છે. પાકના મૂલ્યવર્ધનથી ગ્રામ્ય કક્ષાએ પણ રોજગારીની તકો ઉભી થશે.
પાક મૂલ્યવૃદ્ધિ કરવા પ્રોત્સાહન આપવાની યોજનાની વધુ વિગત માટે જે-તે જિલ્લાના નાયબ ખેતી નિયામક કચેરીનો સંપર્ક કરવાનો રહે છે. અહીંથી તમામ માહિતી મળી જશે.












Click it and Unblock the Notifications
