પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને મળશે પેન્શન, ખેડૂતો આજે જ કરી લો આ કામ

ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓમાં પીએમ કિસાન સન્માન નિધિ અને પેન્શન યોજનાઓ મહત્વની યોજનાઓ છે.

મોટાભાગના ખેડૂતો એ નથી જાણતા કે જેમને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળે છે તે ખેડૂતો પેન્શન યોજનાનો લાભ પણ લઈ શકે છે.

PM Kisan Mandhan Yojana

આ યોજનામાં 60 વર્ષથી વધુની ઉમરના ખેડૂતોને દર મહિને પેન્શનનો લાભ મળે છે. પીએમ કિસાન યોજના માટે નોંધણી કરતી વખતે પીએમ માનધન યોજનામાં પણ નોંધણી કરાવવાથી આ લાભ લઈ શકાય છે.

6 હજાર રૂપિયાની પીએમ કિસાન યોજનાનો લાભ મળવા ખેડૂતોને 3,000 રૂપિયા પેન્શનનો લાભ પણ મળે છે. આના માટે કેટલાક નિયમો જાણી લેવા જરૂરી છે.

પીએમ કિસાન માનધન યોજના માસિક પેન્શન યોજના છે અને તેમાં 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોનને પેન્શનનો લાભ મળે છે. ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા પેન્શન તરીકે આવે છે. આ યોજનામાં 18 વર્ષથી 40 વર્ષની વયના લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આમાં ખેડૂતે દર મહિને 55 થી 200 રૂપિયા જમા કરાવવાના રહે છે.

પીએમ કિસાન માનધન યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ દર મહિને ઓછામાં ઓછા 55 થી 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. પીએમ કિસાન માનધન યોજનામાં તમારે ઓછામાં ઓછા 660 રૂપિયાથી વધુમાં વધુ 2,400 રૂપિયાનું રોકાણ કરવું પડે છે.

કિસાન સન્માન નિધિના 6,000 રૂપિયામાંથી 2,400 રૂપિયા કાપવામાં આવશે. આ પછી સન્માન નિધિ ખાતામાં 3,600 રૂપિયા બાકી રહેશે. 60 વર્ષની ઉંમર પછી તમને 42000 રૂપિયાનો લાભ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X