ખેતી સમાચાર : ડીએપી સહિતના ખાતરના ભાવ વધવાના એંધાણ, રશિયાએ ભારતને સસ્તુ ખાતર આપવાનું બંધ કર્યુ
ખેતીની વિવિધ વસ્તુઓના સતત ભાવ વધારા સામે જજૂમી રહેલા ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. જાણકારોનું માનીએ તો આવનારા સમયમાં ડીએપી સહિતના જરૂરી ખાતરોના ભાવ વધી શકે છે.
જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતને મોટો ફાયદો થયો હતો. વૈશ્વિક પ્રતિબંધો વચ્ચે રશિયા ભારતને ક્રુડ ઓઈ અને ખાતર જેવી ઘણી વસ્તુઓ સસ્તા ભાવે આપી રહ્યું હતુ. હવે આ ભાવ વધી શકે છે.

ભારત માટે સસ્તા ભાવે મળતા ખાતરના ભાવમાં સતત વધારાના અહેવાલ છે. યુદ્ધની સ્થિતીમાં રશિયાએ ભારતને મોટુ ડિસ્કાઉન્ડ ઓફર કર્યુ હતુ. જો કે બીજી તરફ ભારતને અન્ય દેશો પાસેથી એવા જ ભાવે ક્રુડ મળી રહેતા ત્યાંથી મંગાવવાનું શરૂ કર્યુ છે. આ જ કારણ છે કે રશિયાએ ખાતર પરથી પણ ડિસ્કાઉન્ડ ઓછુ કર્યુ હોવાના અહેવાલ છે.
રોઈટર્સના એક અહેવાલ અનુસાર, વિશ્વમાં ખાતરોની માંગમાં વધારો થવાના કારણે છેલ્લા બે મહિનાથી સતત ભાવ વધ્યા છે. આ ભાવની સ્થિતી આગામી સિઝન માટે ભારત માટે પડકારરૂપ બની શકે છે.
અહેવાલ અનુસાર, ભારતમાં પાક માટે સતત ડીએપીની માંગમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈમાં વૈશ્વિક સપ્લાયર્સ સીએફઆ લગભગ 400 ડોલર પ્રતિ ટનના ભાવે યુરિયા ઓફર કરી રહ્યાં હતા પરંતુ હવે તે ભાવ 400 ડોલર પ્રતિ ટનના આસપાસ પહોંચી ગયા છે.
બીજી તરફ હવે રશિયા તરફથી સસ્તુ આવતુ ખાતર પણ મોંધુ મળી રહ્યું છે. રશિયાએ ડિસ્કાઉન્ટ ખતમ કરી દીધુ છે અને વૈશ્વિક ભાવે જ ભારતને ખાતર આપી રહ્યું છે. આ સ્થિતી જ પડકાર ઉભો કરી શકે છે.
આંકડા પર એક નજર કરીએ તો, ગયા નાણાકીય વર્ષ 2022-23માં રશિયામાંથી ભારત પાસેથી ભારતે 246 ટકા આયાત વધારીને 4.35 મિલિયન મેટ્રિક ટન કરી દીધી હતી. આમ કરવા પાછળ રશિયાના સપ્લાયરોએ ડીએપી, યુરિયા અને એનપીકે ખાતરો માટે વૈશ્વિક બજાર કિંમતો પર ભારતને ડિસ્કાઉન્ટ આપ્યું હતું.
ગયા વર્ષે રશિયા કોઈપણ કિંમતે ખાતર વેચવા તૈયાર હતું પરંતુ હવે રશિયાને પૈસાની જરૂર છે તેથી ડિસ્કાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ચીન, ઇજિપ્ત, જોર્ડન અને સંયુક્ત આરબ અમીરાત સહિત અન્ય ઘણા દેશો પણ ભારતીય બજારમાં ખાતર વેચે છે.
આ મુદ્દે વાત કરતા એક જાણકાર અધિકારીએ જણાવ્યુ કે, રશિયન કંપનીઓએ ગયા વર્ષે ભારતને 80 ડોલર પ્રતિ ટન સુધી ડિસ્કાઉન્ટ આપ્યુ હતુ. હવે આ ડિસ્કાઉન્ટ ૫ ડોલર સુધી પહોંચી ગયુ છે.
આ સ્થિતી ભારત સરકાર માટે પડકારરૂપ બનશે. જો ખાતરોના ભાવ વધશે તો ખેડૂતોની નારાજગી વધશે. બીજી તરફ સરકાર ભાવ વધારો ન કરે તો સબસિટી વધારવાની સ્થિતી ઉત્પન્ન થઈ શકે છે. આ સ્થિતીમાં સરકાર પર બોજ વધશે.












Click it and Unblock the Notifications
