ગોંડલ માર્કેટ યાર્ડે સંપૂર્ણ ડિજિટલ બનશે, ખેડૂતોને તમામ માહિતી મોબાઈલ ફોન પર મળી જશે

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસ લઈને રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે. આ યાર્ડના સંચાલક મંડળે હવે ધરતીપુત્રોની સુવિધા માટે યાર્ડના ડિજિટલાઈઝેશન તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ગોંડલ માર્કેટ યાર્ડના અધ્યક્ષ અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે, બે વર્ષ સુધી ખૂબ મહેનત કર્યા પછી અમે પ્રોજેક્ટને અમલમાં લાવવામાં સફળ થયા. માત્ર ભારતની જ નહીં આ એશિયાની પ્રથમ મંડી છે જે ડિજિટલ ટેક્નોલોજી પર કામ કરે છે.

Gondal market yard

તેમણે કહ્યું કે, જ્યારે કોઈ ખેડૂત તેમના માલ સાથે અમારી APMC માં પ્રવેશ કરે છે ત્યારે ખેડૂતને તે ગોંડલ APMCમાં કેટલો સામાન લાવ્યો છે તે અંગેનો સંદેશ મોબાઈલ ઉપર મળે છે.

ગોંડલ માર્કેટયાર્ડ ખેડૂતો માટે અનેક સુવિધાઓ પણ વિકસાવી છે, જેથી ખેડૂતોનું જીવન આસાન બને. અહીં ખેડૂતો માટે કેન્ટીન અને ગેસ્ટહાઉસની વ્યવસ્થા છે.

ખેડૂત વિજયભાઈ જણાવે છે કે, અહીંની સિસ્ટમ ખરેખર સારી છે. એન્ટ્રી ગેટ પર તેઓ સૌપ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરે છે. એકવાર તે થઈ જાય પછી, અમે અમારો માલ નિર્ધારિત વિસ્તારમાં રાખીએ છીએ, વેપારી વિશેની વિગતો આપમેળે અમારા મોબાઈલ ફોન પર અપડેટ થઈ જાય છે. અમને મેસેજમાં કિંમત સંબંધિત તમામ માહિતી મળે છે.

માર્કેટ યાર્ડના સંચાલકોના મત અનુસાર ડિજિટલ વ્યવહારોના પગલે દર મહિને 20 થી 25 લાખ જેટલી બચત તો થશે અને સાથે ખેડૂતો માટે સમગ્ર વેચાણ પ્રક્રિયા સીમલેસ અને પારદર્શક પણ બનેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X