ખેત તલાવડી બનાવવા ઈચ્છતા ખેડૂતો માટે મોટા સમાચાર, સરકાર મફત આપશે આ વસ્તુ
ગુજરાત રાજ્યમાં ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન (તળપત્રી) લગાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવશે.
પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા ઉભી કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોએ પોતાના ખર્ચે બનાવેલી તલાવડીઓમાં જ આ જીઓમેમ્બ્રેન ફીટ કરી આપવામાં આવશે.

વરસાદી પાણીના સંગ્રહ માટે આ જીઓમેમ્બ્રેન ટેકનોલોજી અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ સંગ્રહિત પાણીનો ઉપયોગ ખરીફ કે રવિ પાકની પૂરક સિંચાઈ માટે ભવિષ્યમાં કરી શકાશે.
સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના તમામ જિલ્લાના ખેડૂત ખાતેદારો આ યોજનાનો લાભ લઈ શકશે. જોકે, આ માટે ખેત તલાવડીનું ખોદકામ ખેડૂતે અગાઉથી સ્વખર્ચે કરેલું હોવું જોઈએ.
આ યોજના માટેની ઓનલાઈન અરજીઓ ૩૦ માર્ચથી શરૂ થઈને ૧૫ મે, ૨૦૨૬ સુધી સ્વીકારવામાં આવશે. ખેડૂતોએ સત્તાવાર પોર્ટલ g-talavadi.gujarat.gov.in પર જઈને નોંધણી કરાવવાની રહેશે.
અરજીઓની ચકાસણી કર્યા બાદ દરેક તાલુકા માટે નક્કી કરેલી મર્યાદા મુજબ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. ત્યારબાદ જ પસંદ થયેલા ખેડૂતોના ખેતરમાં ફિલ્ડ વેરીફિકેશન હાથ ધરવામાં આવશે.
સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહે તે માટે અરજીથી લઈને પસંદગી સુધીની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી છે. પસંદ થયેલા અરજદારોને મોબાઈલ પર એસએમએસ (SMS) દ્વારા જાણ કરવામાં આવશે.
યોજનાના નિયમ મુજબ ખેત તલાવડીનું મહત્તમ કદ ૪૦ મીટર x ૪૦ મીટર અને ૬ મીટર ઊંડાઈ હોવી જોઈએ. સરકાર વધુમાં વધુ ૨૪૬૦ ચોરસ મીટર જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે.
જો ખેત તલાવડીનું કદ નિર્ધારિત મર્યાદા કરતા મોટું હશે, તો વધારાનું જીઓમેમ્બ્રેન ખેડૂતે ખર્ચવું પડશે. આ કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરેલા કોન્ટ્રાક્ટર મારફતે જ કરવામાં આવશે.
અરજી કરવા માટે ખેડૂતના આધાર કાર્ડની નકલ, ૭/૧૨ અને ૮-અ ના ઉતારા જેવા દસ્તાવેજોની જરૂર પડશે. સાથે જ તલાવડીની સાફસફાઈ અને જાળવણી માટેનું બાંહેધરી પત્રક પણ આપવું પડશે.
જીઓમેમ્બ્રેન ફીટ થયા બાદ તેની કાળજી રાખવાની સંપૂર્ણ જવાબદારી જે તે ખેડૂત લાભાર્થીની રહેશે. ખેડૂતોએ અરજી કરતા પહેલા વેબસાઈટ પર આપેલી તમામ માર્ગદર્શિકા વાંચી લેવી અનિવાર્ય છે.
વધારે વિગતો અને ઓનલાઈન અરજી માટે વિભાગની સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ યોજનાથી ખેતરોમાં પાણી સંગ્રહવાની ક્ષમતામાં વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
