MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે?
MI vs KKR Head to Head Record: આઈપીએલ 2026નો બીજો મુકાબલો આજે એટલે કે 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ (MI) પોતાના હોમ ગ્રાઉન્ડ પર હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં છઠ્ઠા ખિતાબ માટે અભિયાન શરૂ કરશે. બીજી તરફ, ગત વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેનો આ રોમાંચક મુકાબલો ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. મેચનો ટોસ 7:00 વાગ્યે કરવામાં આવશે.

MI vs KKR Head-to-Head: મુંબઈ vs કોલકાતામાં કોણ ચઢિયાતું?
આંકડાઓની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ હંમેશા KKR પર હાવી રહી છે.
- કુલ મેચ: 35
- મુંબઈ ઇન્ડિયન્સની જીત: 24
- KKRની જીત: 11
વાનખેડેમાં પણ રેકોર્ડ મુંબઈની તરફેણમાં છે (10-2), પરંતુ યાદ રહે કે 2024માં KKRએ આ જ મેદાન પર 12 વર્ષનો દુષ્કાળ ખતમ કરીને મુંબઈને હરાવ્યું હતું.
કોણ ઇન, કોણ આઉટ?
મુંબઈ ઇન્ડિયન્સ: જસપ્રીત બુમરાહ સંપૂર્ણ ફિટ છે અને શાનદાર પ્રદર્શન કરવા તૈયાર છે. જોકે, વિલ જેક્સ અને મિશેલ સેન્ટનર આ મેચમાં જોવા મળશે નહીં. ઓપનિંગમાં રોહિત શર્માની સાથે ક્વિન્ટન ડી કોક અથવા રયાન રિકેલ્ટનમાંથી કોઈ એક મોરચો સંભાળશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ: KKRનો પેસ એટેક થોડો નબળો જણાય છે. હર્ષિત રાણા અને આકાશ દીપ ઈજાના કારણે બહાર છે. તેમના સ્થાને નવદીપ સૈની અને સૌરવ દુબેનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુસ્તફિઝુરની જગ્યાએ ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરબાની એક્શનમાં જોવા મળી શકે છે.
X-Factor ખેલાડીઓ જેમના પર રહેશે નજર
- જસપ્રીત બુમરાહ (MI): શરૂઆતની ઓવરોમાં KKRના ટોપ ઓર્ડરને વેરવિખેર કરવાની જવાબદારી 'બૂમ-બૂમ' પર હશે.
- કેમરન ગ્રીન (KKR): 25 કરોડના ખેલાડી ગ્રીન પોતાની જૂની ટીમ સામે કેવું પ્રદર્શન કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.
- સૂર્યકુમાર યાદવ (MI): T20 ના કિંગ સૂર્યા ગત સીઝનના પોતાના 717 રનના ફોર્મને જાળવી રાખવા ઈચ્છશે.
પિચ અને ટોસનો 'બોસ' કોણ?
વાનખેડેની લાલ માટીની પિચ હંમેશા બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન રહી છે. અહીં નાનું ગ્રાઉન્ડ અને ફાસ્ટ આઉટફિલ્ડ એટલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ. સાંજના સમયે ઝાકળ (Dew) મોટી ભૂમિકા ભજવશે. 14-15મી ઓવર સુધીમાં બોલ ભીનો થવા લાગશે, જેનાથી સ્પિનરોને મુશ્કેલી પડશે. ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. અહીં 195+ નો સ્કોર જ સુરક્ષિત ગણી શકાય.
બંને ટીમોની સંભવિત Playing XI
Mumbai Indians: રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક/રયાન રિકેલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, નમન ધીર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગજનફર.
Kolkata Knight Riders: ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, કેમરન ગ્રીન, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, સુનિલ નારાયણ, રચિન રવીન્દ્ર, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી.












Click it and Unblock the Notifications
