હરિયાણા સરકારનું ખેડૂતો સાથે આતંકીઓ જેવુ વર્તન, ટીયર ગેસ છોડવા ડ્રોનનો ઉપયોગ કરાયો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની નબળી નીતિઓથી પીડિત ખેડૂતોએ ફરીથી દિલ્હી કૂચ કરી છે. આ કૂચને રોકવા હવે હરિયાણા સરકારે ડ્રોન સંચાલિક ટિયર ગેસનો સહારો લીધો છે.
હરિયાણા પોલીસે ખેડૂતો વિરૂદ્ધ ટીયર ગેસ ઉપકરણો માટે ડ્રોનનો ઉપયોગ કર્યો છે. હરિયાણા પોલીસ આવું કરનાર દેશની પ્રથમ પોલીસ બની છે.

દિલ્હી આવવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે પંજાબ-હરિયાણા બોર્ડર પર શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
અહીં પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવા માનવરહિત હવાઈ વાહનોનો ઉપયોગ કર્યો.
જણાવી દઈએ કે, ખેડૂતોએ બુધવારે સવારે ફરી એકવાર પંજાબ-હરિયાણાની બંને સરહદો પર તેમની દિલ્હી ચલો કૂચ શરૂ કરી હતી. હરિયાણા પોલીસે અંબાલા નજીક શંભુ બોર્ડર પર પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે.
પંજાબના આંદોલનકારી ખેડૂતોએ વિવિધ માંગણીઓ માટે દબાણ કરવા માટે દિલ્હી ચલો કૂચના ભાગ રૂપે હરિયાણા સરહદ પર નાકાબંધી દૂર કરવાનો નવો પ્રયાસ કર્યો છે.
પોલીસે હરિયાણાના જીંદ જિલ્લામાં દાતા સિંહવાલા-ખનૌરી સરહદ પર પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણમાં નવ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. દિલ્હી ચલો કૂચમાં ભાગ લેવા માટે પંજાબના ઘણા સ્થળોએથી ખેડૂતો આવી રહ્યાં છે.
પંજાબ તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં ટ્રેક્ટર-ટ્રોલીઓ પાર્ક કરેલી જોઈ શકાય છે. ખેડૂતોનો દાવો છે કે હરિયાણા પોલીસે બુધવારે સવારે કેટલાક ખેડૂતો શંભુ બોર્ડર પર બેરિકેડ પાસે એકઠા થયા ત્યારે ટીયર ગેસના અનેક શેલ છોડ્યા.
વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરવા માટે મક્કમ છે. ઘણા યુવા ખેડૂતોએ શંભુ સરહદ પર બહુ-સ્તરીય બેરિકેડ દૂર કરવા માટે તેમના ટ્રેક્ટર તૈયાર કર્યા છે.












Click it and Unblock the Notifications
