ભારતમાં આ રાજ્યમાં થાય છે સૌથી વધુ અનાજનું ઉત્પાદન, જાણો ટોપ 3માં કયા કયા રાજ્યો છે?

એક સમય હતો જ્યારે ભારતમાં લોકોને વિદેશથી આવતા અનાજ પર નિર્ભર રહેવુ પડતું હતું. આજે ભારતના ધરતીપુત્રોએ દેશને અનાજની બાબતમાં આત્મનિર્ભર બનાવી દીધો છે.

ભારતમાં અનાજનું મબલખ ઉત્પાદન થાય છે અને સરપ્લસ અનાજનો મોટો જથ્થો સરકાર પાસે રહે છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે ભારતમાં સૌથી વધુ અનાજ ક્યા રાજ્યો પકવે છે?

wheat

ભારત કૃષિપ્રધાન દેશ છે. આપણા દેશની મોટાભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. એક સમય હતો જ્યારે આપણા દેશમાં અનાજની ભારે અછત હતી. ભારતની આઝાદી પછી ઘણા લોકોએ અનાજની અછતને કારણે થોડા સમય માટે ઉપવાસ પણ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે દેશમાં અનાજનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. જ્યાં 57,245.7 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થાય છે.

આ યાદીમાં મધ્યપ્રદેશનું નામ બીજા ક્રમે આવે છે. જ્યાં 44,637.7 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થાય છે.

આ સિવાય પંજાબ દેશમાં અનાજનું ઉત્પાદન કરતું ત્રીજુ સૌથી મોટું રાજ્ય છે. અહીં 30,131.9 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થાય છે.

અહીં એ જાણવુ જરૂરી છે કે ભારતમાં એક સમયે અનાજની સખત તંગી હતી અને લોકોએ એક ટકનું ભોજન કરીને અનાજની બચત કરી હતી. આધી રોટી ખાયેંગે દેશ કો બચાયેંગે જેવા સુત્રો પણ ભારતમાં બોલાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X