Exclusive : મળો કચ્છની મીઠી ખારેકની ઓર્ગેનિક ખેતીથી લાખોની કમાણી કરતા ખેડૂત દંપતિને
Kharek ni Kheti : ખેતી દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. એક તરફ પરંપરાગત પાકોમાં નફાની ટકાવારીમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ દવાના કારણે ખર્ચમાં વધારો અને જમીન બંજર થતી જાય છે.
મોંઘી ખેતીના આ સમયમાં કેટલાક એવા લોકો પણ જે કે નવો ચીલો ચીતરે છે અને પરંપરાગત ખેતીથી હટીને પ્રાકૃતિક રીતે બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી કરતા થયા છે.

આજે આપણે આવા જ એક ખેડૂત દંપતિ વિશે વાત કરવાના છીએ. આ દંપતિએ કચ્છની મીઠી ખારેકની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે એટલુ જ નહીં પ્રાકૃતિક ખેતી દ્વારા ઝીરો ખર્ચમાં ખેતી કરતા થયા છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઈશ્વરનગર નામનું એક નાનુ ખોબા જેવડુ ગામ આવેલુ છે. આ દિવસોમાં અહીંનું એક દંપતિ તેની ખારેકની ખેતી માટે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.
પ્રવિણભાઈ ધર્મપત્નિ નયનાબેન સાથે મળીને બગીચાની સાચવણી કરે છે
ઈશ્વરનગર ગામમાં રહેતા પ્રવિણભાઈ પટેલ પાસે 45 વિધા જમીનમાં ખારેકનો બચીગો છે. આ બગીચામાં તેમને વિવિધ વેરાયટીની ખારેકનું વાવેતર કરેલું છે.

પ્રવિણભાઈ તેમના ધર્મપત્નિ નયનાબેન સાથે મળીને આ બગીચાને સંભાળે છે. નયનાબેન જણાવે છે કે આ સમયમાં ગૃહિણીઓ ગાયોથી દુર થતી જાય છે ત્યારે તે ગાયો રાખે છે અને તેના છાણ અને મુત્રમાંથી વિવિધ પ્રકારની દવાઓ બનાવીને ખારેકના બગીચામાં ઉપયોગ કરે છે.
સંપુર્ણ ઓર્ગેનિક રીતે ખારેક તૈયાર થાય છે
આ જ કારણ છે કે પ્રવિણભાઈ અને નયનાબેનનો બગીચો બીજા કરતા ઘણો અલગ છે. બજારમાં ઘણી મીટી વેરાયટીની ખારેક મળે છે પરંતુ તેમના બચીચાની ખારેકની ખાસિયત તેને તૈયાર કરવાની સંપુર્ણ ઓર્ગેનિક પ્રદ્ધતિ છે.
પ્રવિણભાઈ તેમના બચીગા વિશે વાત કરતા જણાવે છે કે, તેઓ તેમના બગીચામાં કોઈપણ પ્રકારના રાણાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમના ખેતરમાં માત્ર ગાય આધારિત છાણીયા ખાતર અને ગૌમુત્રથી તૈયાર થયેલા જીવામૃતનો ઉપયોગ કરે છે.
વગર ખર્ચની ખેતી અને વિઘે 1 થી 1.5 લાખ સુધીનું ઉત્પાદન
મોટા ખર્ચા બાદ પણ ખેતી પાકો નિષ્ફળ જઈ રહ્યાં છે ત્યારે પ્રવિણભાઈ જણાવે છે કે એક વખત તેમનો ખારેકનો બચીગો તૈયાર થઈ ગયા પછી ઉતારવા અને કટિંગ જેવા લેબર ખર્ચ સિવાય કોઈપણ પ્રકારનો ખર્ચ લાગતો નથી.
પ્રવિણભાઈ ઉત્પાદનના આંકડા વિશે વાત કરતા જણાવે છે આ બગીમાં વિધે એકથી દોઢ લાખ રૂપિયાનું ઉત્પાદન લઈ લે છે. આ સિવાય ખારેકની સિઝન પુરી થયા બાદ બગીચામાં ઓર્ગેનિક રીતે બટાટાનું વાવેતર કરીને મોટી કમાણી રહ્યાં છે.
પ્રવિણભાઈની ખારેક હાથોહાથ સારા ભાવે વેચાય છે
હવે લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે ત્યારે પ્રવિણભાઈના બગીચામાં તૈયાર થતી ખારેકની વિશેષ માંગ રહે છે. પ્રવિણભાઈ જણાવે છે કે તેમની ખારેક બીજી ખારેક કરતા સારા ભાવે વેચાય છે. તેમની ખારેક અમદાવાદ સુધી જાય છે.

માર્કેટિંગ વિશે વાત કરતા પ્રવિણભાઈ જણાવે છે કે એક વખત તેમની ખારેક ખાધા પછી માર્કેટિંગની જરૂર રહેતી નથી અને લોકો સામેથી ઓર્ડર આપે છે. પ્રવિણભાઈ સપ્લાય માટે કિલોના બોક્સનો ઉપયોગ કરે છે અને પેકિંગ કરીને ખારેક પહોંચાડે છે.
અહીં ખેડૂતોને એ પણ જણાવી દઈએ કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખેતી માટેની વિવિધ યોજનાઓનો લાભ પ્રવિણભાઈ લે છે. આ યોજનાઓથી તેમને બગીચાના વિકાસમાં મોટી મદદ મળી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
