પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનઃ દેવામાફી ન હોવો જોઈએ ચૂંટણી વચનોનો હિસ્સો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને હાલમાં મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરનારા રઘુરામ રાજને કહ્યુ છે કે કૃષિ દેવા માફી જેવા મુદ્દાઓને ચૂંટણી મુદ્દા ન બનાવવા જોઈએ.
ચૂંટણી મોસમમાં દેશના દરેક રાજકીય દળોને ખેડૂતોની ચિંતા થવા લાગે છે. રાજકીય દળ ખેડૂતોને દેવામાફી કરવા અને એમએસપી વધારવાના લલચાવનારા વચનો આપતા જોવા મળે છે. ચૂંટણી રેલીઓથી લીને દરેક મંચ પર ખેડૂતોને દેવુ માફ કરીને તેમની મુશ્કેલીઓ ખતમ કરવાની વાત કરવામાં આવે છે. પરંતુ આ મુદ્દે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર અને હાલમાં મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરનારા રઘુરામ રાજનનું અલગ મંતવ્ય છે. તેમણે કહ્યુ છે કે કૃષિ દેવા માફી જેવા મુદ્દાઓને ચૂંટણી મુદ્દા ન બનાવવા જોઈએ.

શું દેવામાફીથી સમસ્યાનુ નિરાકરણ થશે?
આરબીઆઈના પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજન કહે છે કે આ કૃષિ ક્ષેત્રમાં લાંબા સમયથી કાયમ સમસ્યાનો ઉકેલ નથી. તેમણે કહ્યુ કે આવા પગલાંથી ખેતીમાં રોકાણ તો રોકાવા સાથે સાથે રાજ્યોની હાલત પણ ખરાબ થાય છે. પૂર્વ આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે તેમણે દેવામાફી રોકવા માટે ચૂંટણી કમિશનને પત્ર પણ લખીને યોગ્ પગલાં તેવાનો આગ્રહ કર્યો છે.

ચૂંટણી વચનોમાં શામેલ ન કરવુ જોઈએ દેવામાફી
રઘુરામ રાજને કહ્યુ કે ખેડૂતો અને ખેતીની સમસ્યા પર વાત કરવી બરાબર છે પરંતુ શું દેવામાફી યોગ્ય રીત છે. છેવટે તો અમુક જ ખેડૂતોને આવુ દેવુ મળી શકે છે. રઘુરામ રાજને એક રિપોર્ટ જાહેર કરીને કહ્યુ કે છેલ્લા પંચ વર્ષમાં થયેલી દરેક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈને કોઈ પાર્ટીએ દેવામાફીનું વચન આપ્યુ. હાલમાં જ અમુક રાજકીય દળોએ દળોએ દેવુ માફ કરવા અને પાકના લઘુત્તમ ટેકાનું મૂલ્ય વધારવા માટે વચન પણ આપ્યુ હતુ.

સારા સંપર્કોવાળાને હંમેશા મળે છે દેવુ
રઘુરામ રાજને કહ્યુ કે દેવામાફીનો લાભ હંમેશા એ લોકોને મળે છે જેના સારા સંપર્કો હોય છે. રાજને કહ્યુ કે આપણે એવો માહોલ બનાવવાની જરૂર છે જેમાં ખેડૂત એક વાઈબ્રન્ટ ફોર્સ હોય જેના માટે આપણે વધુ સંશાધનોની જરૂર છે. તેમણે કહ્યુ કે બધા દળો દ્વારા સંમતિ દર્શાવવાથી તે દેશહિતમાં રહેશે.
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું












Click it and Unblock the Notifications
