પોણા કરોડના પેકેજની નોકરી છોડી યુવકે પ્રાકૃતિક ખેતી શરૂ કરી, હવે કરી રહ્યા છે લાખોની કમાણી

ભારત ખેતીપ્રધાન દેશ છે પરંતુ હવે નવી પેઢી ખેતી છોડીને શહેરો તરફ ભાગી રહી છે. ગામડાના યુવાનો ખેતીથી દુર થઈ રહ્યા છે ત્યારે હવે એક યુવાને પોણા કરોડ રૂપિયાની નોકરી છોડીને પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.

હાલની સ્થિતીમાં ભાગ્યે જ કોઈ ખેડૂત પોતાના દિકરા-દિકરીઓને ખેતીમાં લઈ જવા માંગે છે ત્યારે નાગૌરના આ યુવાને નવી ગાથા લખી છે. આ યુવાને પોણા કરોડના અધધ મોટા પેજેકને ઠોકર મારીને પ્રાકૃૃતિક ખેતી શરૂ કરી છે.

manish sharma c

રાજસ્થાનના નાગૌરના મનીષ શર્માએ પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ બ્રિટનમાં પોતાની નોકરી શરૂ કરી હતી. તે એપ્પલ જેવી મોટી કંપનીમાં નોકરી છોડીને હવે ભારત પરત ફર્યા છે. તેમણે કોરોના દરમિયાન નોકરી છોડી દીધી અને છેલ્લા 1.5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

મુળ નાગૌરના મનીષ શર્માએ શાળા શિક્ષણ સેઠ કિશનલાલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, નાગૌરમાં લીધુ અને ત્યારબાદ MDHSમાંથી BBA કર્યું. મનીષ શર્મા દ્વારા 3 વર્ષ સુધી CAS કર્યું. CAS છોડ્યા પછી મનીષે કાર્ડિફ યુનિવર્સિટી યુકેમાંથી IBM, MSC, MBA અને PHD કર્યુ. ત્યારબાદ તેમણે એપલ અને યમ જેવી મોટી કંપનીઓમાં કામ કર્યુ.

મનીષ શર્મા જણાવે છે કે, કોરોના દરમિયાન દરેક વ્યક્તિ પોતાની નોકરી ગુમાવી રહ્યા હતા ત્યારે કોઈ પાસે કામ નહોતુ. હું મારા માતા-પિતા સાથે રહેવા માંગતો હતો પરંતુ બ્રિટિશ સરકાર મને ત્યાં મારા માતા-પિતા સાથે રહેવાની પરવાનગી નહોતી આપતી.

મનીષ આગળ જણાવે છે કે, જેના કારણે મેં મારી નોકરી છોડી દીધી અને અહીં પ્રાકૃતિક ખેતી શરૂ કરી દીધી. આ ખેતી કર્યા પછી મારો ઝુકાવ વધ્યો અને હું સતત ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યો છું.

મનીષે કહ્યું કે, હું ઘણા પ્રકારના પાકોની ખેતી કરું છું, જેમાં મેં ખરીફ સિઝનમાં કપાસ અને બાજરી અને રવિ સિઝનમાં જીરું અને ઘઉંનું વાવેતર કરૂ છુ. જમીનની ક્ષમતા મુજબ હું તે પ્રકારના પાકની ખેતી કરું છું. હાલ હું ઘર વપરાશ માટે 40 પ્રકારના શાકભાજીની ખેતી કરું છું.

મનીષ કહે છે કે, મને ખેતી શરૂ કર્યાને દોઢ વર્ષ થઈ ગયું છે અને છેલ્લા એક વર્ષમાં મેં 15 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી છે. એક તરફ દેશમાં ખેતીમાં લોકોની રૂચી ઘટી રહી છે ત્યારે મનીષ શર્મા જેવા યુવાનો દેશના યુવાનોને નવા રસ્તા ચિંધી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X