For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mantra Sanskar: મંત્રોને શુદ્ધ કરવાના 10 સંસ્કાર, જેના વિના ફળ નથી આપતા મંત્ર

Mantra Sanskar: મંત્રોને શુદ્ધ કરવાના 10 સંસ્કાર, જેના વિના ફળ નથી આપતા મંત્ર

By Staff
|
Google Oneindia Gujarati News

ભગવાન શિવના ડમરૂથી સાત કરોડથી વધુ મંત્રોની ઉત્પત્તિ થઈ છે. કાલાંતમાં એ મંત્રોમાં અનેક પ્રકારના દોષ આવતા ગયા અને તેઓ બધા મંત્ર દૂષિત થઈ ગયા. તંત્ર શાસ્ત્રોમાં આવા 50 પ્રકારના દોષ જણાવવામાં આવ્યા છે જેમંત્રોમાં આવી ગયા. આજે કોઈપણ મંત્ર પૂર્ણ શુદ્ધ નથી, તેમાં કોઈને કોઈ પ્રકારના દોષ છે. કહેવામાં આવે છે કે કળિયુગમાં મંત્રોનો ખોટો ઉપયોગ કોઈ ન કરી શકે તે માટે ભગેવાન શિવે જ સમસ્ત મંત્રોને બાંધી દીધા છે. માટે કોઈપણ મંત્રનો જાપ કરીને અથવા તેને સિદ્ધ કરતા પહેલા તેનું સંસ્કાર કરવું જરૂરી છે, ત્યારે જ તે મંત્ર પોતાનો પૂર્ણ પ્રભાવ દેખાડી શક છે. શાસ્ત્રોમાં આવા 10 પ્રકારના સંસ્કાર જણાવવામાં આવ્યા છે જેમાં મંત્રોના દોષોની નિવૃત્તિ થાય છે. ખ્યાત વિદ્વાન ડૉ. નારાયણદત્ત શ્રીમાળીએ પોતાના પુસ્તક મંત્ર રહસ્યમાં આ 10 સંસ્કારો વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે.

जननं दीपनं पश्चाद् बोधनं ताडनस्तथा ।
अथाभिषेको विमलीकरणाप्यायने पुन: ।।

જનન

જનન

મંત્રના 10 સંસ્કારોમાં જનન સંસ્કાર સૌથી પહેલો અને પ્રમુખ છે. ભોજપત્ર પર ગોરોચન, કુમકુમ, ચંદનથી પૂર્વ તરફ મોઢું કરી આસન પર બેસી ત્રિકોણ બનાવો અને એ ત્રણેય ખુણામાં છ છ રેખાઓ ખેંચો. આવી રીતે 49 ત્રિકોણ કોષ્ટ બની જશે. જેમાં ઈશાન કોણથી માતૃકા વર્ણ લખો, તેની પૂજા કરો, પછી પ્રત્યેક વર્ણનો ઉદ્ધાર કરતાં તેને અલગ ભોજપત્ર પર લખો અને મંત્રથી સંયુક્ત કરો. આવું કરવાથી મંત્રનું જનન સંસ્કાર થશે. સંસ્કાર કર્યા બાદ મંત્રને જળમાં વિસર્જિત કરી દો.

દીપન

દીપન

દીપન માટે હંસ મંત્રનો સંપુટ જોવાનો હોય છે. હંસ મંત્રનો સંપુટ જોઈ એક હજાર જપ કરવાથી મંત્રનું દીપન થાય છે. ઉદાહરણ- શિવાય નમઃ મંત્રનું દીપન કરવું હોય તો હંસઃ શિવાય નમઃ સોહમ્ મંત્ર- આ મંત્રનો એક હજાર વખત જાપ કરવાનો રહેશે.

બોધન

મંત્રનો બોધન સંસ્કાર કરવા માટે હ્રૂરં બીનો સંપુટ આપી પાંચ હજાર મંત્ર જપ કરવો પડે છે. ઉદાહરણ તરીકે- હ્રૂં શિવાય નમઃ હ્રૂં।

તાડન

તાડન

તાડન સંસ્કાર માટે ફટ્ સંપુટ આપી મંત્રનો એક હજાર વખત જાપ કરવાનો હોય છે. અભિષેકઃ મંત્રનો અભિષેક સંસ્કાર કરવા માટે ભોજપત્ર પર મંત્ર લખીને રોં. હંસઃ ઓં મંત્રથી જળને અભિમંત્રિત કરી આ જળથી પીપળાના પત્તાથી મત્રનો અભિષેક કરો.

વિમલીકરણ

ઓમ ત્રોં વષટ્ને સંપુટિત કરી એક હજાર વખત મંત્રનો જાપ કરવામાં આવે છે.

જીવનઃ સ્વધા વષટ્ મંત્રના સંપુટથી મૂળ મંત્રનો એક હજાર જપ કરવાથી મંત્રનો જીવન સંસ્કાર થાય છે.

તર્પણઃ દૂધ, જળ તથા ઘીને મિલાવી મૂળ મંત્રથી સો વખત તર્પણ કરવાથી મંત્રનું તર્પણ સંસ્કાર થાય છે.

ગોપનઃ હ્રીં બીજ સંપુટ કરી મૂળ મંત્રનો એક હજાર વખત જપ કરવાથી ગોપન સંસ્કાર થાય છે.

આપ્યાનનઃ હ્રૌં બીજ સંપુટિત કરી મૂળ મંત્રનો એક હજાર જપ કરવાથી આપ્યાયન સંસ્કાર થાય છે.

આ 10 સંસ્કારો કર્યા બાદ જ કોઈ મંત્રનો જાપ કરશો તો પૂર્ણ સફળ અને સિદ્ધિદાયક થશે.

English summary
10 sacraments to purify mantras, without which mantras do not work
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X