આ 3 રાશિવાળાઓ માટે આ વર્ષે વેલેન્ટાઈન ડે રહેશે સુપર-ડુપર હિટ

દરેક વ્યક્તિ તેના વેલેન્ટાઇન ડેને ફક્ત પ્રેમ અને રોમાંસથી ભરપૂર કરવા માંગતા હોય છે. પરંતુ શું તેની નિશ્ચિતતા પણ સિતારાઓ નક્કી કરે છે? તે બધું રાશિઓ પર આધારિત હોય છે.

દરેક વ્યક્તિ તેના વેલેન્ટાઇન ડેને ફક્ત પ્રેમ અને રોમાંસથી ભરપૂર કરવા માંગતા હોય છે. પરંતુ શું તેની નિશ્ચિતતા પણ સિતારાઓ નક્કી કરે છે? તે બધું રાશિઓ પર આધારિત હોય છે. જ્યોતિષવિદ્યા અનુસાર કેટલીક રાશિઓ એવી છે જેમને આ વર્ષે એક્સટ્રા પ્રેમ અને રોમાંસ મળવાનો છે. જાણીએ કે કઈ છે તે લકી રાશિઓ જેમનો આ વર્ષે વેલેન્ટાઇન ડે બેસ્ટ રહેવાનો છે.

આ પણ વાંચો: રાશિ પ્રમાણે આ વેલન્ટાઈન પર ગર્લફ્રેન્ડને આપો ગિફ્ટ

1. વૃષભ (20 એપ્રિલ - 20 મે)

1. વૃષભ (20 એપ્રિલ - 20 મે)

આ વેલેન્ટાઇન તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. તમારી પર્સનાલિટી બીજી અન્ય રાશિઓની તુલનામાં આ વર્ષે સૌથી વધુ હોટ અને સેક્સી રહેવાની છે. તમારી આસપાસના લોકો આ વાતને અનુભવશે અને આ જ યોગ્ય સમય છે તમારી પર્સનાલિટીથી લાભ લેવાનો. તમે તમારા આકર્ષક વ્યક્તિત્વનો ઉપયોગ કરો અને તમારી સામેના વ્યક્તિને પ્રભાવિત કરો. તમે તમારા પાર્ટનર સાથે ક્વાલિટી સમય પસાર કરવાનો વિચાર કરી રહ્યા છો કારણ કે તમે તેમની સાથે એકલામાં સમય વિતાવવાનું પસંદ કરો છો પરંતુ તમે આ વેલેન્ટાઇન ડે પર કંઇક અલગ કરી શકો છો. તમે શહેરના કોઈ નવા રેસ્ટોરન્ટમાં જઈ શકો છો. આ ખાસ દિવસે તમે તમારા પ્રેમને જુદા સ્તરે લઈ જઈ શકો છો અને તમારા પાર્ટનર સાથે લાઈફટાઈમ કમિટમેન્ટની વાત કરી શકો છો.

2. ધનુરાશિ (22 નવેમ્બર - 21 ડિસેમ્બર)

2. ધનુરાશિ (22 નવેમ્બર - 21 ડિસેમ્બર)

તમે આ વેલેન્ટાઇન ડે પર ખૂબ લકી રહેવાના છો. આ વખતે સિતારાઓ તમારા હિતમાં કામ કરશે. તમે થોડું રિસ્ક લેવામાં ગભરાશો નહિ. તમે પોતાની જાતને વચન આપો કે તમે પ્રમાણિક રહેશો અને એક જ રિલેશનશીપ પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમને આગળ જઈને મહેસૂસ થશે કે તમને તમારા પ્રયત્નોના કરતા વધુ પરિણામો મળ્યા છે.

આ ખાસ દિવસે, કિસ્મત તમારો સંપૂર્ણ સાથ આપવાની છે, જેથી તમે તમારા સાથી સાથે લગ્ન વિશે વાત કરી શકો. જો તમે સિંગલ છો અને પાર્ટનરની શોધ કરો છો, તો તમને આ વેલેન્ટાઇન ડે પર કિસ્મત સંપૂર્ણ સાથ મળશે. આ સમય દરમિયાન તમે નવા કનેક્શનો બનાવી શકો છો જે તમારો સાથ લાંબા સમય સુધી આપશે. બૃહસ્પતિ 2019 માં તમારી રાશિને હકારાત્મક રૂપથી અસર કરશે, તેથી પ્રેમના કિસ્સામાં કોઈ રિસ્ક લેવાથી ડરશો નહીં.

3. મકર (22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી)

3. મકર (22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી)

તમારે દરેક નિર્ણય લેતા પહેલાં વધારે વિચાર કરવાની જરૂરી નથી. કેટલીક તક દરમિયાન તમે મગજને બદલે દિલનું પણ સાંભળી શકો છો. નિર્ણયો લેતી વખતે થોડું લાગણીસભર બનવામાં કોઈ સમસ્યા નથી. પ્રેમના આ મોસમમાં તમારી ભાવનાત્મક બાજુ બહાર લાવો, તમને વધુ સારું મહેસૂસ થશે.

આ ખાસ દિવસે તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે, તે તમારા માટે ખૂબ લકી સાંજ પુરવાર થશે. શુક્રનો તમારી રાશિમાં પ્રવેશને લીધે આ સાંજ તમારી છે અને તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિને લગ્ન પ્રસ્તાવ પણ આપી શકો છો. મંગળના કારણે કેટલાક અવરોધો આવી શકે છે, પરંતુ આ દિવસ તમારો છે અને તમે સરળતાથી સમસ્યાઓ ઉકેલી લેશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X