For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાશિ દ્વારા જાણો કેટલું મજબૂત છે તમારું મનોબળ?

તમારું મનોબળ તમારા ગ્રહો પર પણ આધાર રાખે છે. જ્યોતિષ મુજબ તૃતીય, પંચમ, ષષ્ઠ અને એકાદશ ભાવથી મનોબળ અને આત્મવિશ્વાસ મજબૂત બને છે.

|
Google Oneindia Gujarati News

તમારું મનોબળ તમારા ગ્રહો પર પણ આધાર રાખે છે. જ્યોતિષ મુજબ તૃતીય, પંચમ, ષષ્ઠ અને એકાદશ ભાવથી મનોબળ અને આત્મવિશ્વાસ મજબૂત બને છે. એક રફ ચંદ્રમા મનનો કારક છે, તો બીજી તરફ સૂર્ય અને મંગળ મનોબળના કારણ બને છે.

આ પણ વાંચો: આ રાશિના લોકો જીવનનો ભરપૂર આનંદ માણે છે

અગ્નિ તત્વ મજબૂત હોય તો પણ મનોબળ મજબૂત બને છે, અને તે નબળું પડે તો મનોબળ પણ નબળું પડે છે. ઉલ્લેખનીય છે કે કેટલાક કિસ્સામાં કેન્દ્રમાં બેઠેલો ગુરુ કે શનિ પણ મનોબળ મજબૂત કરવામાં ભાગ ભજવે છે. સાથે જ તમે રંગ અને મંત્રજાપથી મનોબળ મજબૂત કરી શકો છો.

મેષ

મેષ

આમ તો આ રાશિના લોકોનું મનોબળ મજબૂત જ હોય છે, પરંતુ તેમનું ચંચળ મન તેમની મુશ્કેલીઓ વધારે છે.

વૃષભ

વૃષભ

આ રાશિના લોકોનું મનોબળ ક્યારેક ખૂબ જ મજબૂત હોય છે, તો ક્યારેક ખૂબ જ નબળું. મનોબળ મજબૂત કરવા શનિદેવને રિઝવવા માટે પ્રકાશનું દાન કરો. આ રાશિના જાતકોએ વાદળી રંગના કપડા પહેરવાથી લાભ થઈ શકે છે.

મિથુન

મિથુન

આ રાશિના લોકોનું મનોબળ ખાસ મજબૂત નથી હોતું, એટલે જ તેમને હંમેશા ટેકાની જરૂર પડે છે. આ રાશિના જાતકોએ લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે લીલા રંગના ઉપયોગથી તેમનું મનોબળ મજબૂત થાય છે.

કર્ક

કર્ક

લાગણીશીલ રાશિ હોવાને કારણે આ રાશિના જાતકોનું મનોબળ ઝડપથી જ નબળું પડે છે. ભગવાન સૂર્યને હળદરવાળુ દૂધ ચડાવવું જોઈએ. શક્ય હોય તો પીળા રંગનો વધુમાં વધુ ઉપયોગ કરો.

સિંહ

સિંહ

આ રાશિના જાતકો અખૂટ સાહસ અને મનોબળના સ્વામી મનાય છે. આ રાશિના જાતકોએ કાળા રંગથી બચવું જોઈએ, અને સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ

કન્યા

કન્યા

આ રાશિના લોકોનું મનોબળ ખૂબ જ સામાન્ય હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક જીદના કારણે તેમનો આત્મવિશ્વાસ વધી જાય છે. સફેદ રંગ સંતુલન જાળવે છે, એટલે તમારે સફંદ રંગનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ મંગળવારે ગળી ચીજવસ્તુઓનું દાન કરવું જોઈએ.

તુલા

તુલા

આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધ ઘટ થાય છે. ખાસ કરીને જો મામલો પરિવારનો હોય ત્યારે આવું થતું જ રહે છે. આ રાશિના લોકોએ લાલ રંગનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. વાદળી રંગનો ખૂબ જ ઉપયોગ કરવો જોઈએ. તમે શનિ મંત્રનો પણ જાપ કરી શકો છો.

વૃશ્વિક

વૃશ્વિક

આ રાશિના લોકો આત્મવિશ્વાસ અને લાગણીઓનો સાચો ઉપયોગ કરવાનું જાણે છે. કેસરી રંગનો ઉપયોગ વધુ કરવો જોઈએ. અને પાણીમાં ચોખા નાખીને સૂર્યનારાયણને ચડાવવું જોઈએ.

ધન

ધન

આ એક ખાસ રાશિ છે, કારણ કે ધન રાશિ મનોબળ, સાહસ અને પરાક્રમની રાશિ તરીકે ઓળખાય છે. આ રાશિના જાતકોનું મનોબળ ખૂબ જ હોય છે. આ રાશિના લોકોએ ફક્તને ફક્ત કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે જ વાણી પર પણ નિયંત્રણ રાખવું જોઈએ.

મકર

મકર

આ રાશિના લોકોનું મનોબળ એકદમ મજબૂત હોય છે, અથવા તો એકદમ નબળું. આ રાશિના જાતકોનું મનોબળ ફક્ત શનિ પર જ આધાર રાખે છે. આ રાશિના લોકોએ શનિ મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભ

કુંભ

આ રાશિના લોકોનું મનોબળ ખૂબ જ મજબૂત હોય છે, પરંતુ હંમેશા તેમને તેમની તાકાત યાદ કરાવવી પડે છે. હંમેશા વાદળી રંગનો ઉપયોગ કરો. સવારે સૂર્યને જળ ચડાવો. અને કોઈ પ્રકારનો નશો ન કરો.

મીન

મીન

આ રાશિના લોકો મોટે ભાગે અસમંજસમાં રહે છે, એટલે તેમનું મનોબળ પણ બગડે છે. સોનેરી કે પીળા રંગનો ઉપયોગ કરો. સાથે જ હનુમાનજીના મંત્ર "ॐ हं हनुमते नमः"નો જાપ પણ જરૂર કરો

English summary
follow these sptes to increase your willpower
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X