For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good Sleep Tips : ત્રુટક ઊંઘને કારણે છો પરેશાન, ઘસઘસાટ ઊંઘવા માટે અપનાવો આ ટીપ્સ

Good Sleep Tips-આજના જમાનામાં સ્ટ્રેસ અને ડિપ્રશનને કારણે ઊંઘ ન આવવી એ સામાન્ય સમસ્યા બની રહી છે. આવા સમયે આજે અમે તમને સારી રીતે ઊંધવા માટે કેટલીક એવી ટીપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમને સારી રીતે ઊંઘવામાં મદદ મળશે.

|
Google Oneindia Gujarati News

Good Sleep Tips : વર્તમાન સમયમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને કારણ વગરની ભેજામારીને કારણે લોકોની ઊંઘ સતત ઘટી રહી છે. આ સાથે ઘણા લોકોને રાત્રે સારી ઊંઘ નથી આવતી, તેના માટે તેઓ ઘણા ઉપાયો કરતા હોય છે. ઘણા લોકોને તો ઊંઘની ગોળી લેવાની ફરજ પણ પડે છે. દિવસભરના કામ બાદ માણસને 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જો આવું ન થાય તો તેની સીધી અસર તેના શરીરના તમામ અંગો પર પડે છે.

શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર

શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં પણ સારી ઊંઘ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાં અનિદ્રા અને ત્રુટક ઊંઘના કારણોજણાવવામાં આવ્યા છે. આ સાથે સાથે તેમાંથી છૂટકારો મેળવવાની ટીપ્સ પણ આપવામાં આવી છે.

ઊંઘ બગાડે છે રાહુ, શુક્ર અને ચંદ્ર

ઊંઘ બગાડે છે રાહુ, શુક્ર અને ચંદ્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં નબળો કે અશુભ રાહુ, કમજોર શુક્ર કે નબળો ચંદ્ર ઊંઘને​લગતી સમસ્યાઓનું સર્જન કરે છે. જો રાહુકુંડળીમાં નબળો હોય, તો વ્યક્તિની રાતમાં વારંવાર ઊંઘ તૂટી જાય છે.

બીજી તરફ જો શુક્ર તેની કમજોર રાશિ કન્યા રાશિમાં હોય અથવાબારમા ભાવમાં અશુભ ગ્રહોથી પીડિત હોય, તો પણ વ્યક્તિને સરખી ઊંઘ આવતી નથી.

આ સાથે નબળો ચંદ્ર વ્યક્તિને તણાવનો શિકારબનાવે છે, જેના કારણે તેને પૂરતી ઊંઘ આવતી નથી. જે કારણે તે આખી રાત ચિંતામાં પડખા ફરતો રહે છે.

આ ઉપાયોથી દૂર થશે અનિદ્રાની સમસ્યા

આ ઉપાયોથી દૂર થશે અનિદ્રાની સમસ્યા

જો ઊંઘમાં તકલીફ થતી હોય, તો રાત્રે સૂતા પહેલા ઓશીકાની નીચે મૂળો અને માથાની પાસે વાસણમાં પાણી રાખી શકો છો. સવારે આપાણીને એક વાસણમાં ભરીને શિવલિંગને મૂળા સહિત અર્પિત કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ઊંઘ સારી રીતે આવવાલાગશે.

નબળા રાહુના કારણે ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરવા માટે રાત્રે જવના થોડા દાણા માથા પર રાખો. જે બાદ તેને સવારે કોઈને દાનકરો અથવા કબૂતરોને ખવડાવો. આવું થોડા દિવસો સુધી કરો. આનાથી તમને રાહત મળશે, અને રાત્રે સારી ઊંઘ આવશે.

રાત્રે ચહેરો, હાથ અને પગ ધોયા બાદ જ પથારીમાં સૂવા જાઓ. પગને તેલથી હળવા હાથે માલિશ કરો, તળિયાની પણ માલિશ કરો. દર 2દિવસે તમારી બેડશીટ બદલતા રહો. ઓશીકાને પણ સૂર્યપ્રકાશમાં સૂકવો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સારી રીતે ઊંઘવામાં મદદમળે છે.

English summary
adopt these these Good Sleep Tips to sleep deeply at night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X