આકર્ષક ચહેરો અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે કરો આ

Posted By:
Subscribe to Oneindia News

સુંદર દેખાવુ તે દરેક સ્ત્રી-પુરુષની ઈચ્છા હોય છે. જે માટે તે દિવસ-રાત મહેનત કરે છે. દરેકને ફિલ્મ સ્ટાર જેવી સુંદરતા જોઈએ છે. જે માટે તેઓ ટીવીની જાહેરાતોમાં દર્શાવામાં આવે તે ક્રિમ, પાવડર, મેકઅપનો સામાન, વસ્ત્રો એવું ઘણું બધુ વારંવાર અપનાવ્યા કરે છે અને તે મુજબ પરિણામ ન મળતા અંતે હતાશ થઈ જાય છે. આજના યુવા વર્ગને આ વાત સૌથી વધારે લાગુ પડે છે. તેમનામાં ક્રેઝ છે કે, વધુમાં વધુ લોકોને પોતાના પ્રત્યે આકર્ષી શકે. દરેકને પોતાના રૂપના વખાણ સાંભળવા સારા લાગે છે. અનેક પ્રયત્નો છતાં લોકો પોતાની સુંદરતાથી બીજાને પ્રભાવિત કરી શકતા નથી તો નિરાશ અને હતાશ થઈ જાય છે. જો કે હવે આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. જો તમે ઝડપથી લોકોના દિલોમાં સુંદરતાની મુર્તિ રૂપે વસવા ઈચ્છો છો તો તે માટે નિમ્નલિખિત નુસખાઓનું પાલન કરો. વિશ્વાસ રાખો કે તમે લોકોના દિલોમાં વસી જશો. કોઈ ચાહીને પણ તમારાથી આકર્ષાયા વિના રહી શકશે નહિં.

માતા લક્ષ્મીની પૂજા

માતા લક્ષ્મીની પૂજા

શુક્ર એ સૌદર્યનો બોધક છે અને તે માતા લક્ષ્મીનો પણ પ્રિય છે. પરિણામે તમે માતા લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કરી દો. થોડા જ દિવસોમાં તમારી સુંદરતા એટલી વધી જશે કે લોકો જોતા રહી જશે. લોકોનું ધ્યાન આકર્ષવું તમારા માટે અત્યંત સરળ બની જશે.

શુક્ર બીજ મંત્રનો જાપ

શુક્ર બીજ મંત્રનો જાપ

શુક્ર બીજ મંત્રનો જાપ કરી તમે લોકોના મનમાં જગ્યા બનાવી શકો છો, પછી જુઓ કોઈ તમને પોતાના મનમાંથી ચાહીને પણ કાઢી શકશે નહિં. તમારી સુંદરતામાં વધારા માટે તમારે દરરોજ આ મંત્રનો જાપ કરવો જોઇએ.

કપડા અને દહીંનું દાન

કપડા અને દહીંનું દાન

તમે કપડા અને દહીંનું દાન કરશો તો તેનાથી તમારી સુરત અને સિરત બંને નિખરી જશે અને તમારી કિસ્મતના દરવાજા ખુલી જશે. આ ઉપરાંત તમે શુક્રવારના રોજ ભગવાન શંકરને દહીંથી સ્નાન કરાવી તેની પૂજા કરી શકો છો. આમ કરવાથી પણ ભગવાન ભોળેનાથની કૃપા તમારા પર થશે.

શુક્રવારનું વ્રત

શુક્રવારનું વ્રત

સુંદર ચહેરો અને વ્યક્તિત્વ હાંસલ કરવા માટે માતા લક્ષ્મીનું શુક્રવારનું વ્રત કરો, થોડા જ દિવસમાં તમે તેના ચમત્કારી પરિણામો જોઈ શકશો. માતા લક્ષ્મીની પૂજામાં તમે કોઇ ચાંદીના સિક્કાનો ઉપયોગ પણ કરી શકો છો. આમ કરવાથી તમારો નિખારમાં પણ ચાંદી દેખાવા લાગશે.

8 મુખી રુદ્રાક્ષ

8 મુખી રુદ્રાક્ષ

ભગવાન શંકરના પ્રિય 8 મુખી રુદ્વાક્ષને પહેરવાનું શરૂ કરી દો. આ તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. તમારી આભા તેજસ્વી બનશે. તમે જ્યાં જશો ત્યાં લોકો તમારા રૂપ અને વ્યક્તિત્વથી ઘાયલ બની જશે.

હીરો

હીરો

હીરો એ માત્ર રત્ન નથી પણ તે શુક્રને મજબૂત કરવા અને નિખારવામાં મદદ કરે છે, હીરો તમારો અવાજ છે, તમારો રંગ અને તમારી આંખોમાં એક નવું તેજ ઉમેરશે. જેથી તમે ઝડપથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશો.

English summary
According to Vedic astrology, Venus is the planet of qualities like beauty, charisma, attractiveness, glamour, luxury and charm. Here is Astrology Tips to Improve Your Charisma.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.