For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ આધારે જાણો મેદસ્વીતાને કેવી રીતે કરશો દૂર

સ્થૂળતા આજના યુગની સોથી મોટી સમસ્યા છે. કામની દોડધામમાં વ્યકિત ન તો સમયે જમી શકે છે ન તો પોતાના ફિટનેસ પર ધ્યાન આપી શકે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

સ્થૂળતા આજના યુગની સોથી મોટી સમસ્યા છે. કામની દોડધામમાં વ્યકિત ન તો સમયે જમી શકે છે ન તો પોતાના ફિટનેસ પર ધ્યાન આપી શકે છે. જેને કારણે ઝડપથી વજન વધવું સ્વાભાવિક છે. મેદસ્વીતાને કારણે ડાયાબીટીસ, હાર્ટ જેવી બિમારીઓ વધતી જાય છે. વજન વધતા લોકો તેને ઓછું કરવાનો પ્રયત્ન કરે છે, જે બરાબર નથી. વજન વધે નહિં તેના પ્રયત્નો અગાઉથી કરવા જોઈએ, આ માટે તમારે તમારી દિનચર્યાને સંતુલિત કરવી જોઈએ. પણ જો વજન વધી જ ગયુ હોય તો શું કરી શકાય.

લોકો એક્સરસાઈઝ કરે છે, યોગને શરણે જાય છે, ડાયટિશ્યનનો ડાયટ ચાર્ટ ફોલો કરે છે, તેમ છતાં વજન ઓછું થતુ નથી. મેદસ્વીતા વિશે જ્યોતિષનું શું કહેવું છે તે જાણવું પણ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર પાસે તમામ સમસ્યાઓનું સમાધાન છે. પહેલા જ્યોતિષ આધારે મેદસ્વીતા કયા કયા લોકોને થઈ શકે.

કયા કારણે વધે છે વજન

કયા કારણે વધે છે વજન

  • જ્યોતિષ અનુસાર જળ તત્વ વાળી રાશિ કર્ક, વૃશ્ચિક અને મીનમાં જન્મ લેનારા જાતકો પોતાના જીવનમાં મેદસ્વીતાનો ભોગ બને છે.
  • શુક્ર, ચંદ્ર, ગુરુ અને રાહુ જેની કુંડળીમાં દૂષિત હોય અથવા દૂષિત ગ્રહોની દ્રષ્ટિ હોય અને આ દૂષિત થઈ લગ્ન સ્થાનમાં બેઠો હોય તો આવી વ્યકિત મેદસ્વીતાનો ભોગ બને છે. આ લોકોને મેદસ્વીતા તેમના માતા-પિતા દ્વારા વારસામાં મળે છે.
શુક્ર, ચંદ્ર, બૃહસ્પતિ અને રાહુની મહાદશા

શુક્ર, ચંદ્ર, બૃહસ્પતિ અને રાહુની મહાદશા

  • શુક્ર, ચંદ્ર, બૃહસ્પતિ અને રાહુની મહાદશા, અંતર્દશા દરમિયાન પણ મેદસ્વીતા વધે છે.
  • અંક જ્યોતિષ અનુસાર જે લોકો 3, (3, 12, 21, 30), 6 (6, 15, 24) અને 4 (4, 13, 22) તારીખે જન્મેલા છે તેઓ પણ મેદસ્વી થઈ શકે છે.
  • જે લોકોની જન્મ કુંડળીમાં સૂર્ય અને મંગળ ઉગ્ર અને મજબૂત હોય છે તેઓ ભલે કંઈ પણ ભોજન લે, કંઈ પણ ખાય પણ તેમનું વજન તો વધે જ છે.
જન્મકંડળી

જન્મકંડળી

  • જન્મ કુંડળીમાં દ્વિતિય ભાવથી વ્યકિતની ખાન-પાનની ટેવ વિશે જાણી શકાય છે. આ સ્થાનનો કારક ગ્રહ ચંદ્ર હોય છે. જો આ ભાવ પર શનિ કે રાહુની દ્રષ્ટિ છે તો વ્યકિત જંક ફૂડ અને તળેલી ચીજો ખાવાના શોખીન હોય છે. જેને કારણે તેઓ મેદસ્વી બને છે.
  • જન્મકુંડળીમાં બૃહસ્પતિ અને શુક્રની પ્રધાનતા વાળી વ્યકિત ગળપણ ખાવાની શોખીન હોય છે, જેને કારણે તેમનું વજન વધે છે.
મેદસ્વીતાને દૂર કરવાના ઉપાય

મેદસ્વીતાને દૂર કરવાના ઉપાય

  • સ્થૂળતાનો શિકાર બનેલા લોકોએ બ્લુ એપેટાઈટ ક્રિસ્ટલ ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ક્રિસ્ટલ ધારણ કરનારી વ્યકિતની અતિશય ખાવાની આદત પર લગામ લગાવે છે. જો વ્યકિત વધુ મીઠુ ખાતી હોય તો આ સ્ટોન ધારણ કરવાથી તેમની આ આદત ઘટે છે.
  • સ્થૂળતાનો શિકાર બનેલી વ્યકિતએ મંગળની પ્રધાનતા વાળા કાર્ય, કરવાની જરૂર હોય છે. મંગળ તેજ ગતિ, દોડધામ, શારીરિક પરિશ્રમ અને ગરમ ચીજોની પ્રધાનતા વાળો ગ્રહ છે. જેથી એક્સરસાઈઝ કરવી, સાયકલીંગ કરવી, વોકિંગ કરવું, ગરમ પાણી મેદસ્વીતાનો ઈલાજ છે.
  • મેદસ્વીતાને દૂર કરવા માટે લાલ કિતાબમાં કેટલાક ટોટકા જણાવાયા છે. લાલ રંગના કપડાની નાની થેલીમાં વરિયાળી અને શાકર મેળવી તમારા તકિયા નીચે રાખી સુવાથી મેદસ્વીતા ઘટે છે.
  • પ્રત્યેક મંગળવારે લાલ રંગના કપડા પહેરવાથી અને મસ્તક પર લાલ કુમકુમનો તિલક કરવાથી પણ મેદસ્વી થવાથી બચી શકાય છે.

English summary
Astrological remedies weight loss weight gain obestiy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X