કુંડળીમાં નબળો સૂર્ય બનાવી શકે છે તમને અલ્પાયુ, અજમાવો આ ઉપાય...

સૂર્ય માત્ર ગ્રહોનો રાજા નથી, પણ જો તે ખુશ હોય તો વ્યકિતનું જીવન રાજા જેવું બની જાય છે અને જો સૂર્ય કોઈ વ્યકિતની કુંડળીમાં નબળો હોય તો વ્યકિત અહીંથી ત્યાં ભટકવા મજબૂર બની જાય છે.

સૂર્ય માત્ર ગ્રહોનો રાજા નથી, પણ જો તે ખુશ હોય તો વ્યકિતનું જીવન રાજા જેવું બની જાય છે અને જો સૂર્ય કોઈ વ્યકિતની કુંડળીમાં નબળો હોય તો વ્યકિત અહીંથી ત્યાં ભટકવા મજબૂર બની જાય છે. જન્મકુંડળીમાં સૂર્ય આત્મા અને પિતાનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યથી જ અન્ય ગ્રહોને ઉજાશ મળે છે અને સૂર્યથી ગ્રહોની નીકટતા અને દૂરી તેમને અસ્ત પણ કરી દે છે. કુંડળીમાં સૂર્યને પૂર્વજોનો પ્રતિનિધિ ગ્રહ પણ માનવામાં આવે છે. જો સૂર્ય પર એક કે વધુ ખરાબ ગ્રહોની દ્રષ્ટિ હોય તો તે કુંડળીમાં પિતૃ દોષનું નિર્માણ થાય છે. વ્યકિતની આજીવિકા, સરકારી પદ, નોકરીનો કારક ગ્રહ છે. સૂર્ય પ્રધાન વ્યકિત કાર્યક્ષેત્રમાં અનુશાસિત રહે છે, ઉચ્ચ પદે વિરાજે છે.

અશુભ સૂર્યની ઘાતક અસરો

અશુભ સૂર્યની ઘાતક અસરો

બાર રાશિઓમાં સૂર્ય મેષ, સિંહ તથા ધનમાં બળવાન હોય છે અને મેષમાં ઉચ્ચ હોય છે. સિંહ તેની પોતાની રાશિ છે. મિત્ર ગ્રહ ચંદ્ર, મંગળ અને ગુરુ છે. સૂર્યના શત્રુ ગ્રહો શનિ, રાહુ અને કેતુ છે. સૂર્ય પર જ્યારે આ શત્રુ ગ્રહોની દ્રષ્ટિ હોય છે અથવા તેમાં કોઈ શત્રુ ગ્રહ સૂર્યની સાથે હોય. વ્યકિતને જીવનમાં અશુભ સૂર્યની મહાદશા ચાલી રહી હોય તો ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. કુંડળીમાં જુદા જુદા ભાવોમાં સૂર્યના અશુભ હોવાથી અલગ અલગ પરિણામો મળે છે.

અશુભ સૂર્યની ઘાતક અસરો

અશુભ સૂર્યની ઘાતક અસરો

  • પ્રથમ ભાવમાં અશુભ સૂર્ય હોય તો જાતકને બાળપણમાં જ પિતાનું મૃત્યુ થઈ જાય છે. તેમ જ તેમનુ પોતાનું સંતાન પણ જલ્દી જ મૃત્યુ પામે છે.
  • બીજા ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને લાલચુ બનાવે છે. લાલચમાં આવી તે પોતાના જ લોકોને દગો કરે છે.
  • ત્રીજા ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને ઘરમાં વારંવાર ચોરી કરવા મજબૂર કરે છે.
  • ચોથા ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને આંખના રોગો આપે છે સાથે જે તેનું ભાગ્ય તેને સાથ આપતુ નથી.
  • પાંચમા ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને જીવનસાથીથી મુશ્કેલી આપે છે.
  • અશુભ સૂર્યની ઘાતક અસરો

    અશુભ સૂર્યની ઘાતક અસરો

    • છઠ્ઠા ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને સંતાન સુખ આપતુ નથી. સંતાન તેની વાત માનતી નથી તેથી તેમને અપમાન ભોગવવું પડે છે.
    • સાતમાં ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને ચામડીના રોગો આપે છે.
    • આઠમાં ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને રોગી બનાવે છે.
    • નવમા ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતની પ્રતિષ્ઠાને ખતમ કરી નાખે છે.
    • દસમાં ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને અલ્પાયુ બનાવે છે, સરકારી પદ તેનું હાથમાંથી જતુ રહે છે.
    • અગિયારમાં ભાવમાં અશુભ સૂર્ય કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો વ્યકિતનું આયુષ્ય ઓછું કરે છે.
    • 12માં ભાવમાં અશુભ સૂર્ય વ્યકિતને વાહન, મશીનરીથી ઘાત આપે છે, માનસિક રીતે વ્યકિત વિચલિત રહે છે.
    • સૂર્યને મજબૂત કરવાના ઉપાય

      સૂર્યને મજબૂત કરવાના ઉપાય

      • જો કુંડળીમાં સૂર્ય અશુભ ફળ આપી રહ્યો હોય તો સૌથી પહેલા વ્યકિતને મીઠાનું સેવન ઓછુ કરી દેવું જોઈએ. તેનો અર્થ એ છે કે જમવામાં ઉપરથી મીઠું લેવું નહિં. સાથે જ દરેક
      • રવિવારે વિના મિઠાનું ભોજન કરવું. આ વ્યકિતએ ગળી વસ્તુ વધુ ખાવી જોઈએ.
      • સૂર્યને મજબૂત કરવાના ઉપાય

        સૂર્યને મજબૂત કરવાના ઉપાય

        • પહેલા ભાવમાં અશુભ સૂર્ય માટે પતિ કે પત્નીમાંથી કોઈ એક ગોળ ખાવાનું બંધ કરે.
        • બીજા ભાવમાં અશુભ સૂર્ય માટે કોઈ ધાર્મિક સ્થાને નારિયેળનું તેલ, સરસવનું તેલ અને બદામનું દાન કરવું.
        • ત્રીજા ભાવમાં અશુભ સૂર્ય માટે માતાની સેવા કરવી.
        • ચોથા ભાવમાં અશુભ સૂર્ય માટે રવિવારે જરૂરિયાતમંદ અને નેત્રહિનને દાન કરો, ભોજન કરાવો.
        • પાંચમા ભાવમાં અશુભ સૂર્ય માટે 43 દિવસ સુધી સરસિયાના તેલના થોડા છાંટા જમીન પર પાડો.
        • છઠ્ઠા ભાવમાં અશુભ સૂર્ય માટે ઘરમાં હંમેશા ગંગાજળ રાખો. વાંદરાને ગોળ-ચણા ખવડાવો.
        • સૂર્યને મજબૂત કરવાના ઉપાય

          સૂર્યને મજબૂત કરવાના ઉપાય

          સાતમાં ભાવમાં અશુભ સૂર્ય માટે મીઠું ઓછુ ખાવું, કોઈ શુભ કાર્ય કરતા પહેલા ગળી વસ્તુ ખાવી.
          આઠમાં ભાવમાં અશુભ સૂર્ય માટે શક્ય હોય તો કોઈ સળગતી ચિતામાં તાંબાનો સિક્કો નાખો અને નદીમાં ગોળ પધરાવો.
          નવમાં ભાવમાં અશુભ સૂર્ય માટે ગિફ્ટમાં ચાંદીની વસ્તુ ન લો. પૈતૃક વાસણ ન વેંચવું.
          દસમાં ભાવમાં અશુભ સૂર્ય માટે કાળા અને વાદળી કપડા ન પહેરો.
          11 માં ભાવમાં અશુભ સૂર્ય માટે રાતના સમયે માથા નીચે બદામ મુકો. સવારે તેને કોઈ મંદિરમાં દાન કરી દો.
          12માં ભાવમાં અશુભ સૂર્ય માટે ધાર્મિક કાર્યો કરતા રહો. ઘરમાં ઘંટી રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X