પતિનો પ્રેમ જોઈએ, ભાગ્ય ચમકાવું છે તો અપનાવો આ ટોટકા...

Posted By:
Subscribe to Oneindia News

કાળા મરી અને લવિંગનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ કરવામાં આવતો નથી પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નાનકડા કાળામરી અને લવિંગ દ્વારા કેટલા મોટા મોટા કામ કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે કાળા મરીના કેટલાક આશ્ચર્યજનક ઉપાયોની મદદથી તમે તમારી કિસ્મતને કેવી રીતે ચમકાવી શકો છો.

સ્વાસ્થય અને પૈસા

સ્વાસ્થય અને પૈસા

પાંચ કાળા મરીનો પ્રયોગ તમારા ખાવામાં કરો જે માત્ર તમારા ભોજનનો સ્વાદ જ નહિં વધારે પણ તમને ખરાબ દ્રષ્ટિથી બચાવી સ્વસ્થ પણ રાખશે. તે ઉપરાંત પાંચ કાળા મરીને એક રૂમાલમાં બાંધી હંમેશા માટે પૈસા મુકવાના સ્થાને, તમારી તિજોરીમાં રાખો. તમને ક્યારેય પૈસાની ખોટ વર્તાશે નહિં.

ઘરમાં બરકત રહે

ઘરમાં બરકત રહે

એક મુઠ્ઠી કાળા મરી લોટ સાથે દરેક મંગળવારે કોઈ ગરીબને દાન કરો, તમારા ઘરમાં હંમેશા બરકત જ બરકત રહેશે. આ સિવાય તમે કાળા મરીને ઘરમાં ચારે તરફ ફેરવી તેને બહાર ફેકવાથી પણ ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે.

નકારાત્મક શક્તિ અને સફળતા

નકારાત્મક શક્તિ અને સફળતા

રોજ સવારે સૂર્ય ભગવાનને એક તાંબાના લોટામાં જળ ભરીને તેમાં ચાર કાળી મરી નાખી જળ ચઢાવો, તમારા ઘર પર ક્યારેય ખરાબ શક્તિઓનો પડછાયો પડશે નહિં. કોઈ અગત્યના કામમાં સફળ થવા ઈચ્છો છો તો એક લીંબૂની ઉપર 4 લવિંગ ખોસી દો અને ॐ श्री हनुमते नम: મંત્રનો 21 વખત જાત કરી આ લીંબૂને તમારી સાથે લઈને જાવ, સફળતા તમારા કદમો ચૂમશે.

પ્રેમ અને લોકોને ખુશ કરવા

પ્રેમ અને લોકોને ખુશ કરવા

જો તમારો પતિ તમને પ્રેમ નથી કરતો, તમારામાં રસ નથી લેતો તો આજે જ પૂજા કરતી વખતે આરતીમાં 2 લવિંગ નાખી આરતી કરો, પતિનું ધ્યાન તમારા તરફ આવી જશે. એક કપૂર અને એક ફૂલ વાળુ લવિંગ એક સાથે સળગાવી 2-3 દિવસમાં થોડા થોડા ખાઈ લો, ત્યારબાદ દરેક લોકો તમારી જ વાત માનશે.

English summary
Black pepper is usually dried and used as a spice and seasoning. Here is Astro Benefits Of Black Pepper (Kali Mirch), Have a look

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.