જાણો પૂજાને કેવી રીતે સંપૂર્ણ બનાવે છે પાન?

Posted By: Staff
Subscribe to Oneindia News

હિંદુ શાસ્ત્રોમાં પૂજામાં પ્રકૃતિનો સમાવેશ સામાન્ય વાત છે, જેનું ઉદાહરણ છે પાન. ઘાટ્ટો લીલો, ચળકાટવાળો પાન હિંદુ પૂજામાં ચઢાવામાં આવતી પૂજા સામગ્રીઓમાંની મહત્વની સામગ્રી છે. આપણે ત્યાં પૂજાની શરૂઆત જ પાન, સોપારી અને પતાશા દ્વારા સ્થાપના કરવાની સાથે થાય છે. મહત્વની વાતએ છે કે પૂજાનું પાન માત્ર પૂજનની સામગ્રીનો એક ભાગ માત્ર નથી. પૂજામાં ઉપયોગમાં લેવાતા પાનનું વિશેષ સાંકેતિક અર્થ અને ઉદેશ્ય છે. પાન પોતે ઉત્પતિથી જ ધર્મનો એક ભાગ છે. આવો આ પાન વિશે ચર્ચા કરીએ..

પાન વિશે કેટલીક રસપ્રદ જાણકારી

પાન વિશે કેટલીક રસપ્રદ જાણકારી

પાનને સંસ્કૃતમાં તાંબૂલ અને અંગ્રેજીમાં બીટલ લીફ કહેવામાં આવે છે. પાન ધરતી પર ક્યારે આવ્યુ આ અંગે ઘણી મહત્વની વાતો સ્કન્દ પુરાણમાં વાંચવા મળે છે. જે પ્રમાણે જ્યારે દેવો અને અસુરોએ મળી સમુદ્ર મંથન કર્યુ, ત્યારે બધી દૈવીય વસ્તુઓ સાથે પાન પણ નિકળ્યુ હતુ. સૌથી પહેલા ભગવાન શિવ અને માતા પાર્વતીએ તેનું સેવન કર્યુ હતુ. ત્યારથી જ તેને દૈવીય વસ્તુઓમાં સ્થાન મળ્યુ છે.

દેવો માટે સર્વશ્રેષ્ઠ આસન

દેવો માટે સર્વશ્રેષ્ઠ આસન

પાનને દેવો માટેનું સર્વશ્રેષ્ઠ આસન માનવામાં આવે છે. આપણે ત્યાં પૂજાની શરૂઆતમાં જ્યારે ભગવાનની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા સ્થાનને જળથી પવિત્ર કરી ચોખાના ઢગલા પર પાન મુકી તેના પર સોપારી મુકવામાં આવે છે. કળશ સ્થાપનામાં પણ અનેક સ્થાને કળશના મુખ પર પાંચ પાન અને તેના પર ઉભુ નારિયળ મુકી પૂજા શરૂ કરવામાં આવે છે. એવું મનાય છે કે પાનમાં પાણીને શુધ્ધ કરનારુ તત્વ છે. હિંદુ ધર્મમાં એવું મનાય છે કે પાનમાં દરેક દેવી-દેવનો વાસ હોય છે.

પાન અને દેવોના સંબંધ વિશે પુરાણો કંઈક આમ કહે છે....

પાન અને દેવોના સંબંધ વિશે પુરાણો કંઈક આમ કહે છે....

  • પાનના ઉપરના ભાગમાં શુક્ર અને ઈન્દ્ર વિરાજમાન છે.
  • પાનના વચ્ચેના ભાગમાં સરસ્વતીનો વાસ હોય છે.
  • પાનના નીચેના ભાગમાં માતા લક્ષ્મી વિરાજે છે.
  • જ્યાં પાન ડાંડી સાથે જોડાયેલો છે તે સ્થાન જયેષ્ઠા લક્ષ્મીનું હોય છે.
  • પાનમાં ભગવાન વિષ્ણુ પોતે સમાયેલા છે.
  • પાનની બહારની કિનારએ ભગવાન શંકર અને કામદેવ નિવાસ કરે છે.
  • પાનના પાછળના ભાગે માતા પાર્વતી અને મંગળાદેવીનું સ્થાન મનાય છે.
  • પાનના જમણા ભાગમાં ભૂમિદેવ નિવાસ કરે છે.
  • સંપૂર્ણ પાનને ભગવાન સૂર્યનારાયણનું પ્રતિક માનવામાં આવે છે.

પાનનું વૈજ્ઞાનિક મહત્વ

પાનનું વૈજ્ઞાનિક મહત્વ

પાનનું માત્ર ધાર્મિક જ નહિં, પણ તેને પૂજામાં સામેલ કરવા પાછળ કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પણ છે. પાનને તાજગી અને સમૃધ્ધિનો સ્ત્રોત માનવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે પાનમાં પાચક રસોનો ભંડાર હોય છે. પૂજાની સમાપ્તિ થતા સામાન્ય રીતે તળેલું ભોજન પિરસવામાં આવે છે. આવા ભોજનને પચાવવામાં પાન મદદરૂપ થાય છે. સાથે જ આ સુગંધિત પાન સારુ માઉથ ફ્રેશનરનું કામ કરે છે. આ જ કારણે શાસ્ત્રોમાં જમાડ્યા બાદ બ્રાહ્મણને પાનની સાથે દક્ષિણા આપવાનું વિધાન છે. પોષણની દ્રષ્ટિએ જોઈએ તો પાનમાં વિટામીન એ અને સી નો ભંડાર હોય છે. તેની સાથે જ પાનમાં જીવાણુંઓનો ખાતમો કરવાની શક્તિ હોય છે. તે મોઢાને શુધ્ધ, અવાજને દમદાર અને જીભ અને દાંતનું રક્ષણ કરે છે.

આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ

આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ

તમે જાણ્યું તે પ્રમાણે પાન માત્ર ધાર્મિક જ નહિ પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વનું છે. પ્રકૃતિએ દરેક વસ્તુ મનુષ્યને ઉપયોગમાં આવી શકે તેવી જ બનાવી છે. આપણે માત્ર તેનો ઉપયોગ જાણવાની અને તેને અપનાવવાની જરૂર છે. આ બાબતો જાણ્યા બાદ તમે તમારા જીવનમાં ધાર્મિક અને દૈનિક જીવનમાં તેને શામેલ કરો અને પૂજાને સંપૂર્ણ અને જીવનને સ્વસ્થ બનાવો.

English summary
Betel completes the prayer. Read here more
Please Wait while comments are loading...