Rakshabandhan 2022: આ વખતે રક્ષાબંધનના દિવસે આવતો ભદ્રા કાળ કેમ અશુભ માનવામાં આવે છે, જાણો કારણ
ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. આવો, તમને જણાવીએ કે ભદ્રા કોણ છે, જેના કારણે લોકો આટલા ડરી રહ્યા છે.
નવી દિલ્લીઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 11 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે. પણ તમે સાંભળ્યું જ હશે કે ભદ્રાની છાયામાં રાખડી બાંધવાનું શુભ કામ કરવામાં આવતુ નથી. ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. આવો, તમને જણાવીએ કે ભદ્રા કોણ છે, જેના કારણે લોકો આટલા ડરી રહ્યા છે.

શુભ કાર્ય કરવાની મનાઈ
ભદ્રા કાળમાં કોઈપણ પ્રકારનુ શુભ કાર્ય કરવાની મનાઈ છે. શાસ્ત્રોના વિદ્વાનો કહે છે કે ભદ્રા શનિદેવ જેવી જ ભાવના ધરાવે છે અને સંબંધમાં શનિદેવની બહેન છે. એટલે કે ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી છે. ભદ્રાની સ્થિતિ પંચાંગ દ્વારા ગણવામાં આવે છે. એવુ પણ કહેવાય છે કે તેનો અર્થ સમજવા માટે બ્રહ્માજીએ તેને પંચાંગમાં અલગ સ્થાન આપ્યુ છે. લોકોનુ માનવુ છે કે ભાઈઓને ભદ્રાના સમયગાળામાં રાખડી ન બાંધવી જોઈએ.

સૂર્પણખાએ રાવણને ભદ્રા કાળમાં બાંધી હતી રાખડી
કહેવાય છે કે રાવણના સામ્રાજ્યના અંતનુ કારણ પણ આ ભદ્રા કાળ જ હતો. રાવણની બહેન સૂરપણખાએ રક્ષાબંધનના દિવસે ભદ્રાના સમયગાળામાં લંકેશને રાખડી બાંધી હતી. જે પછી લંકાનો ખરાબ તબક્કો શરૂ થઈ ગયો અને રાવણ પોતાના દુર્ભાગ્ય તરફ આગળ વધવા લાગ્યો.

આ વખતે પ્રભાવ
જ્યોતિષીઓ માને છે કે ભદ્રા ત્રણેય જગતમાં ફરે છે અને અલગ-અલગ રાશિઓમાં રહે છે. પરંતુ જ્યારે તે મૃત્યુલોકમાં રહે ત્યારે બધા શુભ કાર્યો અટકાવી દેવા જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં તે શુભ કાર્યોમાં અવરોધ ઉભો કરે છે. આ વર્ષે રક્ષાબંધન 11 ઓગસ્ટના રોજ ગુરુવારે છે. જ્યોતિષીઓ જણાવે છે કે આ વખતે ભદ્રાનો પડછાયો પાતાળ લોકમાં પડશે. તેથી પૃથ્વી પર તેની કોઈ અસર થશે નહિ.












Click it and Unblock the Notifications
