Budh Asta 2023 : નવા વર્ષમાં બુધ થઇ રહ્યો છે અસ્ત, 11 દિવસ આ રાશિ રહે સાવચેત
13 જાન્યુઆપી, 2023 સુધી અસ્ત રહેશે. આ સાથે ઉદય થશે. બુધ ગ્રહને બુદ્ધિ, એકાગ્રહતા, વાણી, ત્વચા, સૌદર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ સાથે બુધને રાજકુમાર ગ્રહ માનવામાં આવે છે.
Budh Asta 2023 : નવા વર્ષમાં પહેલીવાર બુધ ગ્રહ આજે અસ્ત થયો છે. જ્યોતિષ પંચાંગ અનુસાર આજે 6 કલાક અને 27 મિનિટે બુધ અસ્ત થયો છે. 13 જાન્યુઆપી, 2023 સુધી અસ્ત રહેશે. આ સાથે ઉદય થશે.

બુધ ગ્રહને બુદ્ધિ, એકાગ્રહતા, વાણી, ત્વચા, સૌદર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ સાથે બુધને રાજકુમાર ગ્રહ માનવામાં આવે છે. જાણો બુધના અસ્ત થવાને કારણે 11 દિવસો સુધી ઘણી રાશિઓને સાવચેત રહેવાની જરૂરત છે.

મેષ રાશિ પર બુધ અસ્તની અસર
મેષ રાશિમાં બુધ ગ્રહ નવમા ભાવમાં અસ્ત કરશે. આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોએ પોતાની વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. બીજાનીબાબતોમાં દખલ કરવાનું ટાળો. આ ઉપરાંત બુધ ગ્રહ અસ્ત થવાના સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

મિથુન રાશિ પર બુધ અસ્તની અસર
મિથુન રાશિમાં બુધ ગ્રહ સાતમા ભાવમાં અસ્ત થવાનો છે. આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોને 11 દિવસ સુધી કેટલીક સમસ્યાઓનોસામનો કરવો પડી શકે છે.
પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ગુસ્સે થયા વગર દરેક મામલાનો ઉકેલ લાવવાનોપ્રયાસ કરો.

મકર રાશિ પર બુધ અસ્તની અસર
મકર રાશિમાં બુધ સાતમા ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મકર રાશિના જાતકોને વેપારમાં નુકસાન થઈ શકે છે. કોઈ બાબતનેલઈને સંબંધોમાં અંતર આવી શકે છે. એટલા માટે આ સમય દરમિયાન તમારી વાણી પર સંયમ રાખવાનો પ્રયાસ કરો.

સિંહ રાશિ પર બુધ અસ્તની અસર
સિંહ રાશિમાં બુધ પાંચમા ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા થોડું વિચારી લો, નહીં તો તમનેભારે નુકસાન થઈ શકે છે.

કુંભ રાશિ પર બુધ અસ્તની અસર
કુંભ રાશિમાં તેઓ અગિયારમા ભાવમાં જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ મોટોનિર્ણય લેતા પહેલા થોડું વિચારી લેજો નહીંતર, તમારે પારિવારિક અથવા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.












Click it and Unblock the Notifications
