• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budh Gochar 2022 : 4 દિવસ બાદ ધન રાશિમાં બનશે ભદ્ર રાજયોગ, આ ત્રણ રાશિને મળશે મોટા લાભ

Budh Gochar 2022 : દરેક મહિનામાં એક નિશ્ચિત સમયે ગોચર કરે છે. જેનાથી દરેક રાશિ પ્રભાવિત થાય છે. આ વર્ષના અંતિમ મહિનામાં ઘણા ગ્રહ ગોચર કરવા કરવા જઇ રહ્યા છે. 3 ડિસેમ્બરના રોજ બુધ ગ્રહ ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે.
|
Google Oneindia Gujarati News

Budh Gochar 2022 : દરેક મહિનામાં એક નિશ્ચિત સમયે ગોચર કરે છે. જેનાથી દરેક રાશિ પ્રભાવિત થાય છે. આ વર્ષના અંતિમ મહિનામાં ઘણા ગ્રહ ગોચર કરવા કરવા જઇ રહ્યા છે. 3 ડિસેમ્બરના રોજ બુધ ગ્રહ ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે. વ્યાપાર અને બુદ્ધિના કારક ગ્રહ બુધ છે. જે કારણે ધન રાશિમાં ભદ્ર રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગ 3 રાશિના જાતકો માટે આ રાજયોગ ખુબ જ લાભદાયી રહેશે.

મિથુન રાશિ પર ભદ્ર રાજયોગની અસર

મિથુન રાશિ પર ભદ્ર રાજયોગની અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન રાશિમાં બુધ ગોચરને કારણે ભદ્ર રાજયોગ બની રહ્યો છે, જે મિથુન રાશિના જાતકો માટે શુભ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ રાશિના જાતકોના સાતમા ઘરમાં બુધ ગોચર થવા જઈ રહ્યું છે. તેને વિવાહિત જીવન અને ભાગીદારીનું ઘર માનવામાં આવેછે.

આવી સ્થિતિમાં તમને ભાગીદારીના કામમાં સફળતા મળશે. આવા સમયે, આ સમય પ્રેમ સંબંધો માટે પણ સારો છે. જીવનસાથી સાથેપણ સારો સમય પસાર થશે. વિવાહ લાયક લોકો માટે આ સમય શુભ અને ફળદાયી રહેશે.

વૃષભ રાશિ પર ભદ્ર રાજયોગની અસર

વૃષભ રાશિ પર ભદ્ર રાજયોગની અસર

બુધના ધન રાશિમાં પ્રવેશને કારણે ભદ્ર રાજયોગ બની રહ્યો છે. વૃષભ રાશિના લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. ઉલ્લેખનીય છે કે, આરાશિના લોકોના આઠમા ઘરમાં ભદ્ર રાજયોગ બનવા જઈ રહ્યો છે.

આ સ્થાન ઉંમર અને ગુપ્ત રોગોનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં,તમે આ સમયે કોઈપણ જૂના રોગથી છૂટકારો મેળવી શકો છો. સંશોધન સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય શુભ રહેશે.

બીજી તરફ જોતમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય સાનુકૂળ છે. એટલું જ નહીં આ સમયે બિઝનેસનો વિસ્તાર પણ કરી શકાય છે.

મીન રાશિ પર ભદ્ર રાજયોગની અસર

મીન રાશિ પર ભદ્ર રાજયોગની અસર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકો માટે ભદ્ર રાજયોગ ફાયદાકારક રહેવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ રાશિના દસમા ઘરમાં બુધ ગ્રહ ગોચર કરી રહ્યો છે. તેને નોકરી અને કાર્યસ્થળ તરીકે પણ ગણવામાં આવે છે.

આવી સ્થિતિમાં આ સમયે નવી નોકરીની ઓફર મળી શકે છે. આ સાથે જ આ સમય વ્યાપારીઓ માટે પણ સારો છે. આ સમયે ધનલાભ થઈ શકે છે. આ ઉપરાંત આ સમયે આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે.

English summary
Budh Gochar 2022 : Bhadra Raj Yoga will happen in Dhan Rashi, these three Rashi will get big benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X