Budh Gochar 2024: બુધ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓની ચમકી જશે કિસ્મત

Budh Gochar 2024: જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, તમામ ગ્રહ એક નિશ્ચિત સમયમાં રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેને ગ્રહ ગોચર અને નક્ષત્ર પરિવર્તન કહેવામાં આવે છે. જેની અસર તમામ રાશિના જાતકો પર થાય છે.

નવેમ્બર 2024 ગ્રહ ગોચરની દ્રષ્ટિએ વિશેષ મહિનો માનવામાં આવે છે. 1 નવેમ્બરના રોજ સવારે 6:46 કલાકે બુધ વિશાખા નક્ષત્ર છોડીને અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે.

જ્યારે બુધ નક્ષત્રમાં ફેરફાર કરે છે, ત્યારે તે 12 રાશિઓના વાણી, બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને તર્ક, વ્યવસાય અને નાણાકીય લાભ, સંબંધો અને ભાગીદારી પર અસર કરે છે. તેમજ આત્મવિશ્વાસ વધે છે, અને વ્યક્તિત્વ પણ સુધરે છે.

વૈદિક જ્યોતિષમાં જણાવ્યા અનુસાર, શનિદેવ અનુરાધા નક્ષત્રના સ્વામી, કર્મના સ્વામી અને ન્યાયના દેવ છે. બુધનું આ નક્ષત્ર ગોચર મોટાભાગની રાશિઓ પર ફાયદાકારક અસર કરશે.

અનુરાધા નક્ષત્રમાં બુધના ગોચરને કારણે ત્રણ રાશિના લોકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશે. તેઓ તેમના પ્રયત્નોથી સંપત્તિ અને ખ્યાતિ પ્રાપ્ત કરશે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કઈ કઈ ત્રણ ભાગ્યશાળી રાશિઓ છે, જેને બુધ નક્ષત્ર પરિવર્તનથી અઢળક લાભ થશે.

મિથુન રાશિ પર બુધ નક્ષત્ર પરિવર્તનની અસર - મિથુન રાશિનો શાસક ગ્રહ બુધ છે. બુધ નક્ષત્ર પરિવર્તન દરમિયાન, મિથુન રાશિના લોકો વધુ આત્મવિશ્વાસુ, બુદ્ધિશાળી અને વાતચીત કરવા યોગ્ય બની શકે છે. તમે શાંત અને વધુ ધીરજ અનુભવશો. લેખન, સંદેશાવ્યવહાર અને મીડિયામાં કામ કરતા લોકો માટે આ ખૂબ જ સારો સમય છે.

જે કોઈ નવી નોકરીની શોધમાં છે, તેને જલ્દી સફળતા મળી શકે છે. તમને નવા વેપારની તકો મળી શકે છે. અચાનક નાણાકીય લાભ શક્ય છે. તમે તમારું જૂનું દેવું સરળતાથી ચૂકવી શકશો.

આ સમય દરમિયાન તમારા અટકેલા પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે સમય સાનુકૂળ રહેશે. તમે શિષ્યવૃત્તિ મેળવી શકો છો. પારિવારિક જીવન અને લગ્નજીવનમાં તમારો સમય સહાયક અને આનંદદાયક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે ભાગ્યશાળી રહેશો અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

Budh Gochar 2024

કન્યા રાશિ પર બુધ નક્ષત્ર પરિવર્તનની અસર - અનુરાધા નક્ષત્રમાં બુધના ગોચરને કારણે કન્યા રાશિના લોકોની વિચારસરણી અને વલણ વધુ સકારાત્મક રહેશે. કન્યા રાશિના લોકો માટે બુધ ગોચર તણાવ અને ચિંતામાંથી મુક્તિ અપાવી શકે છે. આ સમયગાળા દરમિયાન આવકમાં વધારો થશે અને પગારવધારાની શક્યતા છે.

પૈતૃક સંપત્તિથી આવકમાં વધારો થવાની સંભાવના છે. વ્યવસાયિક મીટિંગ્સ સફળ થશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પુરસ્કાર મળી શકે છે. પરીક્ષામાં તમને સારા માર્ક્સ મળશે. પારિવારિક જીવન અને દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. સગાં-સંબંધીઓ તરફથી ધન અને ભેટ લાભદાયી રહેશે. તમે તમારા પ્રેમ સંબંધમાં રોમાંચક સમય પસાર કરી શકો છો.

મકર રાશિ પર બુધ નક્ષત્ર પરિવર્તનની અસર - અનુરાધા નક્ષત્રમાં બુધનું ગોચર મકર રાશિના જાતકોની કાર્ય ક્ષમતા અને જીવનશક્તિ વધારે છે. તમે દરેક કાર્ય ઉત્સાહથી કરવા માટે પ્રેરિત થશો. શનિની રાશિમાં બુધનું આ ગોચર આ રાશિના વ્યાપારીઓ માટે ફાયદાકારક છે.

તમારો વ્યવસાય વધશે અને તમને નવા ગ્રાહકો મળશે. અચાનક નાણાકીય લાભ શક્ય છે. તમે વડીલોપાર્જિત મિલકત હસ્તગત કરી શકશો. તમે જૂના દેવાની ચૂકવણી કરી શકશો. કોઈપણ પડતર સમસ્યાનો ઉકેલ આવશે. આ સમય દરમિયાન તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X