Budh Uday 2023 : બુધ ગ્રહ થશે ઉદય, ત્રણ રાશિઓનું ચમકશે નસીબ
Budh Uday 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ગ્રહોના રાજકુમાર બુધને તર્ક, બુદ્ધિ, વ્યાપાર, અર્થવ્યવસ્થા અને ગણિતનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ઉદયથી ઘણી રાશિઓને ઘણા ક્ષેત્રોમાં લાભ થશે, આ સાથે જીવનમાં આવતી સમસ્યાથી દુર થાય છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ગ્રહોના ઉદય અને અસ્તને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, બુધ ગ્રહ ઉદય થશે, જેના કારણે એવી કઇ રાશિ છે, જેમના પર તેની સકારાત્મક અસર થશે.

બુધનો ઉદય થશે : હિન્દુ વૈદિક કેલેન્ડર મુજબ 15 સપ્ટેમ્બર, 2023ના રોજ બુધ સિંહ રાશિમાં ઉદય કરશે અને આગામી 24 દિવસ સુધી આ રાશિમાં રહેશે. બીજી તરફ સૂર્ય 17 સપ્ટેમ્બર, 2023ના રોજ ગોચર કરવા જઈ રહ્યો છે. બુધ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર અલગ-અલગ હોય છે, પરંતુ બુધનો ઉદય આ ત્રણ રાશિઓ માટે ઘણો સારો સાબિત થશે.
મિથુન રાશિ પર બુધ ઉદયની અસર : મિથુન રાશિના જાતકોની હિંમત અને બહાદુરીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. બુધના ઉદય સાથે મિથુન રાશિના લોકો માટે રોકાણ કરવાની સારી તક છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા કાર્ય તમને સારું પરિણામ આપશે.
સિંહ રાશિ પર બુધ ઉદયની અસર : સિંહ રાશિવાળા લોકોને બુધના ઉદયથી સારા પરિણામ મળશે. તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. આ સમયગાળા દરમિયાન તમારી સંપત્તિ અને પૈતૃક સંપત્તિમાં પણ વધારો થશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ પણ વધશે.
મેષ રાશિ પર બુધ ઉદયની અસર : મેષ રાશિના જાતકોને આર્થિક સમસ્યાઓથી રાહત મળી શકે છે. આનાથી તમને વેપારના ક્ષેત્રમાં સાનુકૂળ પરિણામ મળી શકે છે. આ સમય દરમિયાન અણધાર્યા પૈસા મળવાની પણ સંભાવના છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ
ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત
નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
