For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

WELCOME 2020: કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે આગામી વર્ષ, જાણો

WELCOME 2020: કર્ક રાશિના જાતકો માટે કેવું રહેશે આગામી વર્ષ, જાણો

|
Google Oneindia Gujarati News

કર્ક રાશિ: ખુશીઓને ઘરે આવવી કોઈ ન રોકી શકે

જન્માક્ષર: હ, ડ

કર્ક રાશિવાળાઓ માટે, આવનારું વર્ષ છપ્પર ફાડીને સુખ લાવવારૂ છે. આ વર્ષે, તમને પદ, પ્રતિષ્ઠા, સન્માન અને બધુ મળશે. નોકરી મેળવવા માંગતા યુવાનો ને નોકરી અને અપરિણીત યુવાનો માટે લગ્નના યોગ છે. ધંધાનો ફેલાવો, ખ્યાતિ, પૈસા, બધું આ રાશિની તરફેણમાં છે. વર્ષના અંતે તણાવ અને સંઘર્ષની સંભાવનાઓ છે. બાકીનું વર્ષ તમારા માટે ઘણું સકારાત્મક રહેશે.

પારિવારિક દ્રષ્ટિએ

પારિવારિક દ્રષ્ટિએ

સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જ્યારે માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે તીર્થયાત્રાનો યોગ પણ દેખાય છે. ઘરમાં શુભ કાર્યોની સંભાવના પણ છે. એકંદરે ઘરનું વાતાવરણ ઉત્સાહજનક રહેશે.

આરોગ્યની દ્રષ્ટિએ

આરોગ્યની દ્રષ્ટિએ

કર્ક રાશિમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાના યોગ છે. તમને પેટની સમસ્યા અને વજન વધવાના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. વર્ષના અંતમાં થોડી વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરમાં સાવચેત રહેવાની જરૂર છે. જો કે કોઈ મોટી સમસ્યાઓનો યોગ નથી. પત્નીના આરોગ્યને લગતી સમસ્યા પણ સર્જાઈ શકે છે.

આર્થિક દ્રષ્ટિએ

આર્થિક દ્રષ્ટિએ

કર્ક રાશિવાળાઓ માટે ડિસેમ્બરમાં વ્યવસાયમાં વિસ્તરણના સંકેતો છે. સપ્ટેમ્બરમાં ભાગ્યનો સાથ મળશે. પૈસા, નસીબ અને સંપત્તિની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સારો રહેશે. વર્ષના પ્રારંભમાં વિદેશ પ્રવાસના યોગ છે. નવેમ્બરમાં નાણાકીય ભીડના યોગ છે પરંતુ ખર્ચ પર કાપ મુકશો તો બહુ વાંધો નથી. આ વર્ષે, ઉદ્યોગપતિઓ, ખેડુતો, અધિકારીઓ, કામદારો અને વિદ્યાર્થીઓ બધાને ઇચ્છિત સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

ઉપાય

ઉપાય

આ વર્ષ ઘણાં નવાં કાર્યોની શરૂઆતનું સાક્ષી બનશે. કાર્યની શરૂઆતમાં વિઘ્નહર્તા શ્રી ગણપતિનાં આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. આ સિવાય શિવની પૂજા કરવાથી તમે દરેક કાર્યમાં સફળ થશો.

Welcome 2020: સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે આગામી વર્ષ, જાણોWelcome 2020: સિંહ રાશિના જાતકો માટે કેવું રહેશે આગામી વર્ષ, જાણો

English summary
( cancer Yearly Horoscope 2020): Find cancer Yearly Horoscope 2020 based on your life prediction including marriage, education, business, child, family and more. Kark Rashifal 2020 will help you to find solution of your problems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X