Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cancer Horoscope 2022: કર્ક રાશિવાળા માટે આ વર્ષે ખુલશે પ્રગતિના માર્ગ, મહેનત થશે સફળ

કર્ક રાશિવાલા માટે આ વર્ષ ગયા વર્ષની સરખામણીમાં ઘણુ સારુ સાબિત થઈ શકે છે. જાણો કર્ક રાશિફળ 2022.

નવી દિલ્લીઃ કર્ક રાશિવાલા માટે આ વર્ષ ગયા વર્ષની સરખામણીમાં ઘણુ સારુ સાબિત થઈ શકે છે. તમારા પ્રોફેશનલ જીવનમાં સ્થિરતા રહેશે. ખાસ કરીને નોકરી કરનારા લોકોને સારુ પરિણામ મળી શકે છે. તમારી પ્રગતિના યોગ બની રહ્યા છે. સાથે જ તમારી આવક પણ વધશે. વળી, વેપાર સાથે જોડાયેલા લોકોને અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો કે આ દરમિયાન તમને સારી તકો પણ મળશે.

નોકરી

નોકરી

આ રાશિના નોકરિયાત જાતકો માટે આ વર્ષ ખૂબ જ સારુ સાબિત થઈ શકે છે. આ સમયમાં તમને કોઈ સારી તકો મળી શકે છે. તમારા પ્રોફેશનલ જીવનમાં સ્થિરતા રહેશે. આગળ વધવા માટે તમારે ખૂબ મહેનત કરશો અને તમને આ મહેનતનુ ફળ તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ તરીકે મળી શકે છે. આ વર્ષ જો તમે કોઈ ફેરફાર કરશો તો સારા અને ખરાબ બંને પાસાંએ પર સારી રીતે ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.

વેપાર

વેપાર

આ રાશિના વેપારીઓ માટે આ વર્ષ ઉતાર-ચડાવથી ભરેલુ રહેવાના અણસાર છે. વેપારમાં તેજી લાવવા માટે તમારે કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે. જો કે આ વર્ષે તમારે કોઈ પણ કાર્ય કરવા માટે મહેનત સાથે બુદ્ધિનો પણ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. બીજાના કહેવા પર તમારે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનુ ટાળવાની જરુર છે. આ ઉપરાંત તમારે પોતાના વિરોધીઓથી સંભાળીને રહેવુ પડશે. વિરોધી તમારા માર્ગમાં અમુક અડચણો ઉત્પન્ન કરી શકે છે. બની શકે કે વેપારમાં તમને કંઈક નુકશાન પણ થઈ શકે છે. એવામાં તમારા ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાથી બચવાની જરુર છે.

પ્રેમ અને લગ્નજીવન

પ્રેમ અને લગ્નજીવન

તમારા લગ્નજીવન માટે આ સમય સંઘર્ષપૂર્ણ રહી શકે છે. આ દરમિયાન તમને નાની-નાની વાતોમાં ગુસ્સો આવી શકે છે. ઘણી વાર તમે પોતાનુ ભાન ભૂલી જઈ શકો છો. જો તમે પોતાના પર કાબુ રાખશો તો વિપરીત પરિસ્થિતિઓને પણ સરળતાથી સંભાળી શકાય છે. આ સમયમાં સંતાનને લઈને પણ તમારી ચિંતાઓ વધી શકે છે. વર્ષના અંતે પારિવારિક જીવનમાં સ્થિતિઓ કંઈક સારી થઈ શકે છે. આ દરમિયાન ઘરનો માહોલ સારો રહેશે અને તમને માનસિક શાંતિ પણ અનુભવાશે. જીવનસાથી સાથે પરસ્પર સમજ પણ સારી થઈ શકે છે રોમેન્ટીક લાઈફની વાત કરીએ તો પાર્ટનર સાથે તમારો સંબંધ મજબૂત થઈ શકે છે. સાથે જ તમે એકબીજાનુ સમ્માન પણ કરશો. વળી, બીજી તરફ જો તમે સિંગલ હોય તો તમને વર્ષના અંતે મનગમતો પાર્ટનર મળી શકે છે.

શિક્ષણ

શિક્ષણ

શિક્ષણ બાબતે વર્ષ 2022 તમારા માટે મિશ્ર રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં લાગેલા વિદ્યાર્થીઓના હાથે આ વર્ષ નિરાશા લાગી શકે છે. જો કે તમે સકારાત્મક રહો અને મહેનત કરવામાં પાછુ વળીને ના જોશો. જો તમે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરશો તો અમુક સમય માટે તમારા લક્ષ્યથી તમારુ ધ્યાન ભટકી શકે છે. જો કે, અભ્યાસ પ્રત્યે બેદરકારી તમારી મુશ્કેલીઓ વધારી શકે છે માટે તમે પોતાનુ પુરુ ધ્યાન પોતાના અભ્યાસ પર લગાવો.

તબિયત

તબિયત

આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે સરેરાશ રહેવાનુ છે. આ વર્ષે તમને નાની-મોટી મુશ્કેલીઓ આવી શકે છે. તમારે પોતાની ખાવા-પીવાની આદતોમાં અમુક ફેરફાર કરવાની જરુર છે. સાથે જ તમને તમારી દિનચર્યા પણ વ્યવસ્થિત રાખવી પડશે. આ દરમિયાન તમને સિઝનલ બિમારીઓ હેરાન કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X